
Mehsana: મહેસાણા જીલ્લામાં એક શિક્ષિકા(Teacher) છેતરપીંડીનો(scam) શિકાર બની છે. વિજાપુર તાલુકાના અભરામપુરા ગામની શિક્ષિકા પાસેથી બે શખ્સોએ રુ. 18.61 લાખ પડાવી ફરાર થઈ ગયા હતા. જેથી પોલીસ દ્વારા બંન્ને શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
વિજાપુર તાલુકાના અભરામપુરા ગામની શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા છેતરપીંડીનો ભોગ બની હતી. બે શખ્સોએ સાધુ વેશમાં આવી શિક્ષિકા પાસે રુ. 18.61 પડાવી લઈ ફરાર થઈ ગયા હતા. જેથી શિક્ષિકાએ આ અંગે પોલીસને જાણ કરી હતી. ત્યારે લાડોલ પોલીસે તપાસ હાથ ધરી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તેમની પાસે મોટી માત્રામાં રોકડ અને હથિયારો જપ્ત કરાયા છે. હાલ બન્ને આરોપીઓ વિરુધ્ધ કડક કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ પણ વાંચોઃ Gujaratમાં એક જ દિવસમાં બે વિદ્યાર્થીનીઓએ પંખે લટકી જીવનલીલા સંકોલી