
Mehul Choksi extradition: પંજાબ નેશનલ બેંક (PNB) માં 13,000 કરોડ રૂપિયાના છેતરપિંડીના આરોપી ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. ભારતીય તપાસ એજન્સીઓ દ્વારા પ્રત્યાર્પણની અપીલ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. ચોક્સીની 12 એપ્રિલના રોજ ધરપકડ કરવામાં આવી હતી. 65 વર્ષીય મેહુલ ચોક્સી નવેમ્બર 2023માં સારવાર માટે બેલ્જિયમ ગયો હતો. ત્યારથી જ તે ત્યા હતો. ચોક્સી 2018 માં ભારત છોડી એન્ટિગુઆમાં જતો રહ્યો હતો. એવું કહેવાય છે કે ભારતીય નાગરિકતા જાળવી રાખીને મેહુલ ચોક્સીએ એન્ટિગુઆ અને બાર્બુડાની નાગરિકત્વ મેળવ્યું છે. જો તે હવે ભારતીય નાગરિક ગણાશે નહીં. ચોક્સીએ 2018માં ભારતીય પાસપોર્ટ (નંબર Z1933108) સરેન્ડર કરી દીધો હતો, જેના કારણે તે હવે ભારતીય નાગરિક નથી. ભારતીય કાયદા મુજબ, બીજા દેશનું નાગરિકત્વ લેવાથી ભારતીય નાગરિકત્વ આપોઆપ રદ થાય છે. જ્યારે તેની પત્ની પાસે બેલ્જિયમની નાગરિકતા છે.
મેહુલ ચોક્સીના વકીલ સિમોન બિકાયતે કહ્યું કે તેઓ પ્રત્યાર્પણને પડકારશે. કહ્યું કે અમે (ભારતમાં) પરિસ્થિતિ વિશે ગંભીર પ્રશ્નો પણ પૂછી રહ્યા છીએ. સિમોને કહ્યું કે અમે આગામી દિવસોમાં આ માટે જરૂરી પ્રક્રિયાઓ શરૂ કરીશું. અન્ય બાબતોની સાથે અમે દલીલ કરીશું કે અમારા ક્લાયન્ટને ભારતમાં ન્યાયી ટ્રાયલ મળી શકતી નથી.
ભારત લાવવામાં ક્યારે?:
મેહુલને ભારત લાવવા પ્રત્યાર્પણ પ્રક્રિયા લાંબી અને જટિલ છે. બેલ્જિયમની કોર્ટમાં કેસ ચાલશે, જેમાં ચોક્સીની ટીમ બે મુદ્દાઓ પર લડશે. રાજકીય કેસ: તેઓ દાવો કરે છે કે આ કેસ રાજકીય બદલાનો ભાગ છે. ચોક્સીના વકીલો ભારતની જેલોની સ્થિતિ અને તેના સ્વાસ્થ્ય (કેન્સરની સારવાર, PTSD)નો હવાલો આપીને વિરોધ કરશે.
પૂર્વ CBI ડિરેક્ટર એ.પી. સિંહે કહ્યું કે બેલ્જિયમમાંથી પ્રત્યાર્પણ ખૂબ જટિલ છે, કારણ કે ભારતે બેલ્જિયન કોર્ટને પુરાવા અને ન્યાયી ટ્રાયલની ખાતરી આપવી પડશે. જો ચોક્સી અપીલ કરે અને બેલ્જિયન કોર્ટમાં લડત લંબાવે. તો નિષ્ણાતો અનુસાર આ પ્રક્રિયામાં 1-3 વર્ષ લાગી શકે. મેહુલના વકીલો તેની બીમારી (કેન્સર, PTSD)ને કારણે પ્રત્યાર્પણ રોકવાનો પ્રયાસ કરે છે. જેથી હવે ભારત સરકારને લાંબા ગાળે તેને ભારત લાવવો શક્યો બની શકે છે. આ જ મુદ્દે વીડિયોમાં ચર્ચા જુઓ.
આ પણ વાંચો:
National Herald Case: સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ED દ્વારા ચાર્જશીટ દાખલ
Ram Mandir: રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ FIR, તપાસ ચાલુ
દક્ષિણ ગુજરાતના મુસ્લીમો ગાંધીનગરમાં કેમ પહોંચ્યા? | Gandhinagar
આણંદ પાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટને 9 વર્ષે પાણીચું, ભાજપ પ્રમુખને કોણે ઉગાર્યા? | Anand
Mehsana પોલીસ વિભાગમાં કૌભાંડ!, 54 લાખમાં જે કામ થતું તે 2.85 કરોડમાં કરાવવા મથામણ, કોના ઈશારે?
