Ahmedabad: ચૂંટણી આવી એક સાથે બે મોટી યોજના લાવી, બોપલ, સનાથલ, નરોડા સુધી મેટ્રો રેલ નંખાશે

દિલીપ પટેલ

Ahmedabad:  અમદાવાદમાં એકી સાથે બે યોજનાની જાહેરાત કરવાની સરકાર તૈયારી કરી રહી છે. એક એ કે હાલની રેલ લાઈ પર મહેસાણા, કડી, કલોલ, દહેગામ, સાણંદ અને ચાંગોદર સાથે 6 શહેર-ટાઉનને અમદાવાદ સાથે લાઈટ ટ્રેનથી જોડાશે. શક્યતા દર્શી અહેવાલ તૈયાર કરાશે. પબ્લિક ટ્રાન્સ્પોર્ટેશન સિસ્ટમ ઉભી કરાશે. જોકે આ રેલની જાહેરાત નીતિન પટેલે 12 વર્ષ પહેલાં કરી હતી. હવે 12 વર્ષ પછી સરકાર સફાળી જાગી છે.

બીજું એ કે નવી મેટ્રો લાઇન ફેઝ 3 નંખાશે

આ બધું એટલા માટે થઈ રહ્યું છે કે, ચૂંટણી આવી રહી છે. અમદાવાદમાં ભાજપ ફરીથી સરકાર બનાવવા માંગે છે. અમદાવાદમાં કોંગ્રેસ અને આમ આદમી પક્ષ જરા પણ સક્રિય નથી છતાં ભાજપ મતદારોને ખેંચવા માટે આ બે યોજના જાહેર કરશે. બન્ને યોજના થકી બીજી બે ચૂંટણી જીતવા ભાજપ દાવ ખેલે છે.

મેટ્રો

એક દાયકામાં માત્ર અમદાવાદ શહેરની વસ્તી એક કરોડથી 10 કરોડ સુધી પહોંચે તેવી શક્યતા છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં મેટ્રો રેલ ફેઝ- 3 શરૂ કરવા માટે નારોલથી નરોડા મેટ્રો રેલ દોડશે -દિલ્હી મેટ્રો રેલ કંપની જીઓ ટેકનિકલ ટેસ્ટિંગ કરી DPR તૈયાર કરશે. શહેરની સરકાર તરફથી જમીન ફાળવ્યા બાદ જમીનની ક્ષમતા તપાસવામાં આવશે. એક અંદાજ મુજબ જો તમામ કામ નિયત સમયમાં થશે તો ફેઝ-3ના 3 તબક્કાનું કામ 2030-31માં પૂરું કરવામાં આવશે.

એક મુસાફર દીઠ 10 લાખનું ખર્ચ

એક કિલોમીટર રેલ બનાવવાનું ખર્ચ રૂ.300 કરોડ હાલ થાય છે. નવી લાઈન પુરી થાય ત્યાં સુધીમાં રૂ.500 કરોડનું ખર્ચ એક કિલોમીટર દીઠ ખર્ચ થઈ જશે. અમદાવાદમાં 62.73 કિલોમીટરના માર્ગ પાછળ રૂ. 25 હજાર કરોડનું ખર્ચ થઈ ગયું છે. નવી લાઈન આવશે તો તેની પાછળ તેનાથી 3 ગણું ખર્ચ થઈ જશે. આમ અમદાવાદની રેલ લાઈન રૂ. 1 લાખ કરોડના રોકાણ કરશે. આમ અમદાવાદ ગાંધીનગરની જનતા માટે માથાદીઠ રૂ. 1 લાખનું રોકાણ થશે. મતલબ કે એક કુટુંબ દીઠ રૂ. 5 લાખ થશે. જોકે રેલમાં જનારા લોકો રોજ 10 લાખથી વધારે નહીં હોય તેથી મુસાફર દીઠ ખર્ચ રૂ. 10 લાખનું રોકાણ ગણી શકાશે. એટલી રકમમાં સરકાર દરેક મુસાફરને મફત કાર આપી શકે છે.

ચૂંટણી પહેલાં જાહેરાત થશે

પૂર્વની રેલ નાખવા સામે અનેક અવરોધો આવે તેમ હોવાથી કોઈક સ્થળે ભૂગર્ભ લાઈન નાંખવી પડે તેમ છે. અમદાવાદ સરકાર માટે હવે ચૂંટણી આવી રહી છે ત્યારે નવી જાહેરાત હવે થવાની છે. 2003માં નરેન્દ્ર મોદીએ ચૂંટણી પહેલાં મેટ્રોની જાહેરાત કરી હતી. જે 20 વર્ષ પછી 2022માં માંડ ચાલુ થઈ હતી.

ફેઝ- 3ની 3 લાઈન

1 – એપીએમસી સરખેજથી નારોલથી નરોડા જશે.
2 – થલતેજ ગામથી સાઉથ વેસ્ટ અમદાવાદ સ્પોર્ટ્સ અરેના (સાઉથ બોપલ) જશે.
3 – શીલજથી સનાથળ જશે.

કોને કામ અપાયુ
ડીપીઆર
જીએમઆરસી લિમિટેડ દ્વારા ફેઝ – 3 માટે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનને ડ્રાફ્ટ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.

જમીન તપાસ
જીયો ટેકનીકલ ઈન્વેસ્ટીગેશન અને પાર્ટ ડીપીઆર તૈયાર કરવાનું કામ જયપુરની ટેસ્ટ હાઉસને સોંપવામાં આવેલું છે.

ટોપોગ્રાફી
એન.કે. એન્જીનીયર્સ દિલ્હીની ટોપોગ્રાફી સર્વે અને ડીપીઆર માટે સલાહકાર તરીકે નિમણુંક કરવામાં આવી છે. ગુજરાત મેટ્રો રેલ દ્વારા જીયો ટેકનીકલ ઈન્વેસ્ટીગેશન અને ટોપોગ્રાફી સર્વે માટે અમદાવાદ મહાનગરપાલિકાને પત્ર લખવામાં આવ્યો છે.

જમીનની માંગણી
ગુજરાત મેટ્રો રેલ તરફથી શહેરના સત્તાવાળાઓને આરટીઓ-જીવરાજ-નારોલ- નરોડા- સિવિલ હોસ્પિટલ તેમજ થલતેજથી સ્પોર્ટ્સ એરેના અને શીલજથી સનાથળ સુધી મેટ્રો કોરિડોર તૈયાર કરવા માટે જમીન ફાળવવા પત્ર લખવામાં આવ્યો છે.

માર્ગ 3 મુશ્કેલ બનશે
ફેઝ- 3ના માર્ગ 3 માટે જીવરાજથી નરોડા સુધીના કોરિડોર માટે જમીન આપવી ખૂબ જ મુશ્કેલ બની રહેશે. રાષ્ટ્રીય ધોરી માર્ગના પુલ નડતરરૂપ છે. નારોલથી વિશાલા સર્કલ થઈ ઉજાલા સુધી ફ્લાયઓવર બની રહ્યા છે.

અમદાવાદ શહેર સરકારે નારોલથી નરોડા સુધીના માર્ગને બનાવવા 2025-26ના અંદાજપત્રમાં નાણાં ફાળવેલા છે. નારોલથી નરોડા સુધીના માર્ગ પર અનેક ગરનાળા તેમજ જનમાર્ગ રસ્તા આવેલા છે. અહીં જૂની મેગા પાઈપ લાઈન, જુની ગટર, રાસ્કા વિયરની બે લાઈન છે. તમામને શીફટ કરવા ખૂબ જ મુશ્કેલ છે.

સીટીએમ જંકશન પર ડબલ ડેકર બ્રીજ છે. જેના કારણે મેટ્રો લાઇન અસંભ છે. ભૂગર્ભમાં નાંખવી પડશે. છતાં કેન્દ્ર અને રાજય સરકાર ફેઝ – ૩ બનાવવા હઠાગ્રહ રાખી રહી છે.

ભવિષ્યની યોજના
સરદાર પટેલે નવા અમદાવાદની ચારેબાજુ રિંગ રોડ તૈયાર કરાવ્યો હતો. તે રીંગ રોડ પર હવે પછી મેટ્રો રેલ હોઈ શકે છે. વળી 80 કિલો મીટરનો નવો રીંગ રોડ સુરેન્દ્ર પટેલે બનાવેલો તેના પર ભવિષ્યમાં રેલ નાખી શકાશે.

હાલની રેલ
મેટ્રો તરીકે જાણીતી, મેટ્રોપોલિટન શહેરો માટે રેલ પધ્ધતિ છે.  મેટ્રોને ભારતીય રેલ્વેથી અલગ કરવામાં આવી છે અને તેનો રાઈટ-ઓફ-વે છે. બે કોરિડોર છે.

અમદાવાદને રાજ્યની રાજધાની ગાંધીનગર સાથે જોડતા મેટ્રો રેલ નેટવર્ક 68.28 કિમી છે. APMC સરખેજથી મોટેરા સ્ટેડિયમ 21.16 કિમી સુધી ઉત્તર-દક્ષિણ કોરિડોર છે. થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ 18.87 કિમી સુધીનો પૂર્વ-પશ્ચિમ કોરિડોર છે. 22 સ્ટેશન છે. ગાંધીનગરનું કામ હજું પણ પૂરું થયું નથી.

મેટ્રો રેલ ભાગ – 1માં વસ્ત્રાલથી થલતેજ અને ભાગ – 2માં એપીએમસીથી મોટેરા સુધી અને ત્યાંથી ગાંધીનગર સુધી લોકલ ટ્રેન છે. જેમાં મૂળ શહેરને બાદ કરતાં બહું અવરોધો ન હતા. પણ હવે ઉંચા પુલ, મેગા પાઈપલાઈન, સુએજ લાઈન વગેરે પરથી રેલ લાઈન પસાર કરવી મુશ્કેલ છે.

એક વર્ષમાં અમદાવાદ મેટ્રો રેલમાં સામાન્ય રોજ દિવસોમાં સરેરાશ 90 હજાર તથા રજાના દિવસોમાં સરેરાશ 75 હજાર મુસાફરોએ પ્રવાસ કર્યો હતો. વસ્ત્રાલથી થલતેજ મેટ્રો સ્ટેશન સુધીની મુસાફરી માટે  39 મિનિટમાં થાય છે. ટેકનિકલ ખામીના કારણે ધીમી ચલાવવામાં આવે છે. જ્યારે APMCથી મોટેરા સુધીની મુસાફરી માટે 32 મિનિટ થાય છે.

દેશમાં રેલ
કોલકાતામાં મેટ્રો ટ્રેન 24 ઓક્ટોબર 1984માં શરૂ થઈ હતી. 2025 સુધીમાં 11 રાજ્યોના 23 શહેરોમાં 1,013 કિમી રેલ નેટવર્ક છે. દૈનિક 1.12 કરોડ મુસાફરો સાથે 2.75 લાખ કિલોમીટરનું અંતર કાપે છે. રેલ લાઇનમાં ચીન અને યુ.એસ. પછી વિશ્વમાં ત્રીજું ભારત છે.

ગુજરાતમાં 30 સપ્ટેમ્બર 2022ના રોજ અમદાવાદ મેટ્રોનું અધૂરું કામ છતાં ફેઝ-1 શરૂ થઈ હતી. અમદાવાદમાં દેશમાં 62.73 કિમીનું પાંચમું મેટ્રો રેલ નેટવર્ક છે. કોલકાતા 60.28 કિમી, ચેન્નાઈ 54.1 કિમી, નાગપુર, પુણે 38.22 કિમી, નોઈડા-ગ્રેટર નોઈડા 32.97 કિમી, કોચી 29.7 કિમી, લખનૌ 28.38 કિમી અને કાનપુર 22.87 કિમી રેલ લાઈન છે.

દિલ્હી મેટ્રો રેલમાં 3 તબક્કામાં 12 લાઇનમાં 393 કિ.મી.ના માર્ગ ઉપર 288 સ્ટેશન અને 29 ઇન્ટરચેન્જ સ્ટેશન છે. જેની સામે અમદાવાદની મેટ્રો ઘણી નાની છે. ગુડગાંવ, જયપુર, નવી મુંબઈ, ઇન્દોર અને આગ્રા મળીને મેટ્રો નેટવર્ક 978.65 કિમીનો માર્ગ છે.

દેશમાં ખર્ચ
ઓગસ્ટ 2025માં કેન્દ્રીય મંત્રીમંડળે લખનઉ મેટ્રો રેલ પ્રોજેક્ટને 11.165 કિમીના 12 મેટ્રો સ્ટેશન ધરાવતા ફેઝ-1બીને મંજૂરી આપી, જેનો ખર્ચ રૂ.5,801 કરોડનો થશે. જેનું એક કિલોમીટરનું ખર્ચ રૂ. 511 કરોડ આવે છે.

દેશમાં 2025-26 માટેનું વાર્ષિક મેટ્રો બજેટ રૂ 34,807 કરોડ છે. રૂ 13,235 કરોડ જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) દ્વારા લોન મળી છે.

દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોરના 13 કિલોમીટરનું રૂ. 4,600 કરોડનું ખર્ચ છે. દિલ્હી મેટ્રો ફેઝ-4 વિસ્તરણ 2.8 કિલોમીટર માટે રૂ. 1,200 કરોડ ખર્ચ થશે. દિલ્હીના રિથાલાથી હરિયાણાના કુંડલીને જોડતી 26.5 કિલોમીટરની મેટ્રો લાઇન રૂ.6,230 કરોડના ખર્ચે બની રહી છે. જે રૂ. 235 કરોડનું ખર્ચ એક કિલોમીટરનું બતાવે છે. આમ ગુજરાતમાં બનતી મેટ્રો લાઈન સૌથી વધારે રૂ. 300 કરોડ એક કિલોમીટર લેખે ખર્ચ બતાવી રહી છે.
ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (BEML) એ મે 2024 સુધીમાં દિલ્હી, જયપુર, કોલકાતા, બેંગલુરુ અને મુંબઈ જેવા શહેરોમાં 2,000 થી વધુ મેટ્રો કોચ પૂરા પાડ્યા છે.
6 કિમી પ્રતિ મહિને દેશમાં મેટ્રો શરૂ થાય છે.

રાજકોટ
રાજકોટમાં એક વર્ષ પહેલાં મેટ્રો રેલ બનાવવાની જાહેરાત સરકાર કરી ચૂકી છે. 38 કિ.મી.નો રૂટ તૈયાર કરવા ખર્ચાશે રૂ.10 હજાર કરોડ થઈ શકે છે.

ગુજરાતમાં મેટ્રો
ગુજરાતમાં મેટ્રો દ્વારા અમદાવાદ 68.29 કિલોમીટરમાં 52 સ્ટેશન બનાવવામાં આવ્યા છે, જેમાંથી 4 ભૂગર્ભ રેલ મથક છે.

સુરતમાં મેટ્રો ફેઝ-1માં 36 સ્ટેશન બનાવવામાં આવશે. જેમાંથી 6 ભૂગર્ભ એટલે કે અંડરગ્રાઉન્ડ સ્ટેશન હશે. જ્યારે આ પૂર્ણ મેટ્રો રેલવેની લંબાઈ 40.35 રહેશે. ટેલિકમ્યુનિકેશન સિસ્ટમ માટે રૂ. 300 કરોડનું ખર્ચ થશે.

વાહનો
2024માં ગુજરાતમાં 18 લાખ વાહનો નોંધાયા હતા. જેમાં 12 લાખ વાહનો તો દ્વિચક્રી હતા. 3.5 લાખ ફોર વ્હીલર અને 4000 બસો આ એક જ વર્ષમાં નોંધાઈ હતી.

15 વર્ષોમાં ગુજરાતમાં વાર્ષિક વાહનોની નોંધણી 41,000થી વધીને વાર્ષિક 18 લાખ થઈ છે. અમદાવાદ શહેરમાં રોજ 200 કારો નોંધાય છે.

અમદાવાદમાં પ્રતિ વ્યક્તિ એક ચોરસ મીટરથી ઓછી રોડ જગ્યા છે. યુરોપિયન અને અમેરિકન શહેરોમાં પ્રતિ વ્યક્તિ 3થી 4 ચોરસ મીટરની રોડ-જગ્યા છે. હવે અમદાવાદમાં વાહનોને વધારાને સમાવવાની સક્ષમતા નથી. છતાં અમદાવાદમાં વર્ષમાં 3 લાખ વાહનો નવા ખરીદાય છે. જે રોજના 560 વાહનો થાય છે. સુરત શહેરમાં ગયા એક વર્ષમાં 1.7 લાખ વાહનો ખરીદાયા હતા.

 

આ પણ વાંચો:

Bhavnagar: મુશળધાર વરસાદે તબાહી મચાવી, શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં જળબંબાકાર, રહીશો હેરાન

 Varanasi: 2 બાળકની માતાને બોયફ્રેન્ડ, પતિએ જાસૂસી કરી રંગે હાથ પકડી, જુઓ પછી કેવા કર્યા હાલ?

UP: પત્નીને પાવડો મારી પતાવી દીધી, બાળકો થયા અનાથ, કારણ જાણી હચમચી જશો!

Ahmedabad: ધો.8ના વિદ્યાર્થીએ ધો.10ના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી, બાદમાં લોકોએ શિક્ષકોને ફટકાર્યા

CM Rekha Gupta: રાજકોટના શખ્સે દિલ્હીના CM રેખા ગુપ્તા હુમલો કેમ કર્યો?

Gujarat: સરકારને કરોડના ખર્ચે પોતાની ભાષા સુધારવાનું ભાન કેમ થયું?

 

Related Posts

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!
  • December 14, 2025

Defamation claim: રાજયસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ કોર્ટમાં રૂ.૧૦૦ કરોડનો માનહાનિનો કેસ કર્યો હોવાની અહેવાલ સંદેશ,દિવ્ય ભાસ્કર વગરે અખબારોમાં છપાયા છે જેમાં કોર્ટે વિવાદિત પોસ્ટ ૪૮ કલાકમાં હટાવી લેવા આદેશ કર્યો…

Continue reading
Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ
  • December 14, 2025

 Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગરના થાન પંથકમાં ચાલી રહેલા ગેરકાયદેસર કાર્બોસેલની 100 જેટલી ખાણો પર દરોડા પાડવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો છે,મોટાભાગની ગેરકાયદેસર ખાણો સરકારી ખરાબાની જમીનો પર બિન્દાસ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

MNREGA: મોદી સરકારે મનરેગા યોજનાનું નામ બદલી નાખ્યું! શુ ફેર પડશે?જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

  • December 14, 2025
  • 5 views
MNREGA: મોદી સરકારે મનરેગા યોજનાનું નામ બદલી નાખ્યું! શુ ફેર પડશે?જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

  • December 14, 2025
  • 11 views
Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

  • December 14, 2025
  • 10 views
Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

  • December 14, 2025
  • 16 views
Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

  • December 14, 2025
  • 30 views
Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 7 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી