ધોરણ 5 અને 8 માટે શિક્ષણ મંત્રાલયે શિક્ષા પોલિસીમાં કર્યો ફેરફાર; વિદ્યાર્થી પાસ થશે તો જ જશે આગળના ધોરણમાં

  • India
  • December 23, 2024
  • 0 Comments

શિક્ષણ જગતને લઈને શિક્ષણ મંત્રાલયે એક મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાદ ધોરણ 5 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓને વધારે મહેનત કરવી પડશે. તો સરકારી શાળાઓથી લઈને પ્રાઇવેટ શાળાઓની પણ મહેનત વધી શકે છે. કેમ કે વિદ્યાર્થીને હવે આગળના ધોરણમાં જવું હશે તો તેને મહેનત કરીને પાસ થવું જ પડશે. અત્યાર સુધી ધોરણ પાંચથી આઠ સુધીમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને પણ પ્રમોશન આપીને આગળના ધોરણમાં વધારવામાં આવતા હતા. પરંતુ સરકારે તે પોલિસીમાં ફેરફાર કરી દીધો છે. આમ શાળા-વિદ્યાર્થીઓની સાથે-સાથે વાલીઓની પણ મહેનતમાં વધારો થઈ શકે છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે શિક્ષણ પોલિસીમાં મોટો ફેરફાર કર્યો છે. મંત્રાલયે ‘નો ડિટેન્શન પોલિસી’ ખતમ કરી દીધી છે. આ નિર્ણય મુજબ હવે ધોરણ-5 અને ધોરણ-8ના અસફળ થનારા વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે. આ વિદ્યાર્થીઓને પોતે જે ધોરણમાં હતા, તે ધોરણ પાસ કરવા માટે વધુ એક તક અપાશે. આ નવી પોલિસીનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામાં અને શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો કરવાનો છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો લાવવાના આશયથી ‘નો ડિટેન્શન પોલિસી’ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પોલિસી અંગે ઘણા વર્ષોથી ચર્ચાઓ ચાલતી હતી, જોકે હવે નવા નિયમ મુજબ ધોરણ-5 અને ધોરણ-8ની વાર્ષિક પરીક્ષામાં અસફળ રહેનારા વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવશે.

વિદ્યાર્થીઓને બીજી તક અપાશે

ધોરણ-5 અને ધોરણ-8 માટેના નવા નિયમ મુજબ, નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે મહિનાની અંદર ફરી પરીક્ષા આપવાની તક અપાશે. આ પરીક્ષામાં પણ નાપાસ થશે તો તેમને આગામી ધોરણમાં પ્રમોટ કરવામાં નહીં આવે. આ સાથે સરકારે એવું પણ કહ્યું છે કે, ‘ધોરણ 8 સુધી કોઈપણ વિદ્યાર્થીને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે નહીં.’

વિદ્યાર્થીઓના ભણતરમાં વધુ સુધારો કરવા નિર્ણય લેવાયો

શિક્ષણ મંત્રાલયના સચિવ સંજય કુમારે કહ્યું કે, વિદ્યાર્થીઓના ભણતરમાં વધુ સુધારો થાય તે હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે બાળકોમાં શિખવાની ક્ષમતામાં ઘટાડો રોકવા માટે આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો

Related Posts

Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ
  • September 29, 2026

Maharashtra Tribal Students Protest: મહારાષ્ટ્રમાં આદિવાસી વિદ્યાર્થીઓની સરકારી નિવાસી શાળાઓ અને હોસ્ટેલોમાં સુવિધા, સુરક્ષા તથા જવાબદારીના મુદ્દે આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. ‘ટ્રાઇબલ જેન-જી ઉલ્ગુલાન’ અંતર્ગત સકલ આદિવાસી વિદ્યાર્થી આંદોલન…

Continue reading
Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત
  • September 29, 2026

Septic Tank Deaths: દેશમાં એક જ દિવસે બે અલગ-અલગ રાજ્યોમાં ઝેરી ગેસ અને ગૂંગળામણની બે ગંભીર ઘટનાઓ સામે આવી છે. મેઘાલયના દક્ષિણ ગારો હિલ્સ જિલ્લામાં ભૂગર્ભ સેપ્ટિક ટાંકીમાંથી નીકળેલી ઝેરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

  • September 29, 2026
  • 3 views
Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

  • September 29, 2026
  • 5 views
Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

  • September 29, 2026
  • 6 views
Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

  • September 29, 2026
  • 7 views
Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

  • September 28, 2026
  • 5 views
AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

Sagbara Farmers Protest: સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ

  • September 28, 2026
  • 6 views
Sagbara Farmers Protest:  સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ