Police family opposes Jignesh Mevani: પોલીસ પરિવારે કોંગ્રેસની રેલી રોકી ‘જીગ્નેશ મેવાણી હાય હાય’નારા લગાવ્યા!કોંગ્રેસે પણ દારૂ વેચાણ સામે લગાવ્યા નારા!!

  • Gujarat
  • November 25, 2025
  • 0 Comments

Police family opposes Jignesh Mevani: દારૂબંધીના અમલ મામલે કોંગ્રેસ દ્વારા નિકળેલી રેલી દરમિયાન ગતરોજ થરાદમાં જીજ્ઞેશ મેવાણીના પોલીસના પટ્ટા ઉતારી દેવાનું નિવેદન ખૂબ ચાલ્યું અને પોલીસ પરિવારે રેલીઓ કાઢી ઠેરઠેર વિરોધ કર્યો અને આવેદનપત્ર પણ આપ્યા હવે આજે જ્યારે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશી અને હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં પહોંચી ત્યારે ત્યાં આવી પહોંચેલી પોલીસ પરિવારની મહિલાઓએ યાત્રા રોકીને ઉગ્ર વિરોધ કરી જિજ્ઞેશ મેવાણી હાય હાયના નારા લગાવ્યા હતા.

જ્યારે બીજી તરફ કોંગ્રેસનાં મહિલા અને પુરુષ કાર્યક્રરોએ પણ સામે દારૂના વેચાણ સામે નારા લગાવ્યા હતા.

જ્યાંથી જન આક્રોશ યાત્રા ટાવરથી રેલવે ઓવરબ્રિજ પર થઈને મહાવીરનગર ચાર રસ્તે પહોંચી ત્યારે ત્યાં પણ પોલીસ પરિવારની મહિલાઓએ બેનરો સાથે વિરોધપ્રદર્શન શરૂ કર્યું હતું અને સૂત્રોચ્ચાર કર્યા હતા. મહિલાઓએ આખી યાત્રાને ચારે તરફથી ઘેરી લીધી હતી. કોંગ્રેસના કાર્યકરોએ મહિલાઓને વિરોધ કરતાં રોકવાનો પ્રયાસ કરતા અફરા તફરી મચી હતી.

ગત તા.21 નવેમ્બરે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ થરાદ પોલીસ સ્ટેશન ખાતે દારૂ અને ડ્રગ્સ મુદ્દે નિવેદન આપી પોલીસના પટ્ટા પરના વિવાદિત નિવેદનને લઇને હિંમતનગરમાં પોલીસ પરિવાર દ્વારા રેલી યોજી વિરોધ કરાયો હતો. હિંમતનગરના આંબાવાડી વિસ્તાર પાસે આવેલા પોલીસ ક્વાર્ટર્સથી અહિંસા સર્કલ સુધી પોલીસપરિવાર દ્વારા રેલી યોજી વિરોધ કરાયો હતો ત્યારબાદ ઉત્તર ગુજરાતથી કચ્છ સુધી શરૂ થયેલું વિરોધ પ્રદર્શન ચર્ચામાં રહ્યું હતું.

દરમિયાન,આજેપણ કોંગ્રેસની જન આક્રોશ રેલી અટકાવી પોલીસ પરિવારે વિરોધ કરતા અને સામસામે નારા લાગતા એક તરફ દારૂનો વિરોધ અને એક તરફ દારૂ મુદ્દે પટ્ટા ઉતારી લેવાનો વિવાદ બરાબરનો વકર્યો છે અને જાહેર જનતામાં આ દ્રશ્યો તમાશો બની રહ્યા છે.

આ પણ વાંચો: 

Bhavnagar umrala news: ઉમરાળામાં બે જૂથ વચ્ચે તંગદિલી,સુરતથી ગાડીઓ ભરીને પાટીદારો ઉમટ્યા!ભરવાડ સમાજ પણ એકત્ર થતા તંગદિલી!

Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે

Tejas Crash:દુબઈમાં ક્રેશ તેજસના શહીદ પાયલોટ નમન સ્યાલને ઠેરઠેરથી મળી શ્રદ્ધાંજલિ,શહીદ નમન સ્યાલના પરિવાર વિશે જાણો

Related Posts

Ahmedabad Heavy Vehicle Accidents: અમદાવાદમાં ભારે વાહનોનો કહેર, 5 વર્ષમાં 521 અકસ્માતોમાં 270 લોકોના મોત
  • September 26, 2026

Ahmedabad Heavy Vehicle Accidents: અમદાવાદમાં ડમ્પર, ટ્રક, ક્રેન અને મિક્સર જેવા ભારે કમર્શિયલ વાહનો સાથે સંકળાયેલા અકસ્માતોના આંકડા માર્ગ સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઊભી કરે છે. રજૂ કરવામાં આવેલા અમદાવાદ…

Continue reading
Bardoli RTO License Without Test: બારડોલી RTOમાં ડ્રાઇવિંગ લાયસન્સના કથિત સેટિંગનો ઓડિયો વાયરલ
  • September 26, 2026

Bardoli RTO License Without Test: બારડોલી RTOમાં ડ્રાઇવિંગ લાયસન્સની પરીક્ષા અને પ્રક્રિયાને લઈને કથિત સેટિંગનો ઓડિયો સામે આવ્યો હોવાના દાવાથી ચર્ચા શરૂ થઈ છે. વાયરલ ઓડિયોમાં એક વ્યક્તિ કાર અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad Heavy Vehicle Accidents: અમદાવાદમાં ભારે વાહનોનો કહેર, 5 વર્ષમાં 521 અકસ્માતોમાં 270 લોકોના મોત

  • September 26, 2026
  • 2 views
Ahmedabad Heavy Vehicle Accidents: અમદાવાદમાં ભારે વાહનોનો કહેર, 5 વર્ષમાં 521 અકસ્માતોમાં 270 લોકોના મોત

Bardoli RTO License Without Test: બારડોલી RTOમાં ડ્રાઇવિંગ લાયસન્સના કથિત સેટિંગનો ઓડિયો વાયરલ

  • September 26, 2026
  • 2 views
Bardoli RTO License Without Test: બારડોલી RTOમાં ડ્રાઇવિંગ લાયસન્સના કથિત સેટિંગનો ઓડિયો વાયરલ

Sonam Wangchuk Ladakh: લદ્દાખમાં દમનના આરોપો વચ્ચે સોનમ વાંગચુકનું મોટું નિવેદન, ‘ચીન પણ તિબેટમાં આવું નથી કરી રહ્યું’

  • September 26, 2026
  • 6 views
Sonam Wangchuk Ladakh: લદ્દાખમાં દમનના આરોપો વચ્ચે સોનમ વાંગચુકનું મોટું નિવેદન, ‘ચીન પણ તિબેટમાં આવું નથી કરી રહ્યું’

Uttarakhand SIR: ઉત્તરાખંડ SIRમાં 95 હજારથી વધુ મતદારો અપાત્ર, 1.73 લાખ ફોર્મ 7 અરજીઓથી પ્રક્રિયા પર સવાલ

  • September 26, 2026
  • 6 views
Uttarakhand SIR: ઉત્તરાખંડ SIRમાં 95 હજારથી વધુ મતદારો અપાત્ર, 1.73 લાખ ફોર્મ 7 અરજીઓથી પ્રક્રિયા પર સવાલ

Nirma University Controversy: વૉશિંગ પાઉડર નિરમા, જ્યારે યુનિવર્સિટી ખોલે ત્યારે પ્રોફેસર પણ એવા જ રાખે, જે સ્ટુડન્ટની ધુલાઈ કરી નાખે!

  • September 26, 2026
  • 5 views
Nirma University Controversy: વૉશિંગ પાઉડર નિરમા, જ્યારે યુનિવર્સિટી ખોલે ત્યારે પ્રોફેસર પણ એવા જ રાખે, જે સ્ટુડન્ટની ધુલાઈ કરી નાખે!

Gyanesh Kumar Controversy: જ્ઞાનેશ કુમારને હટાવવાનો સવાલ માત્ર ચૂંટણી પંચનો નહીં, મોદી સરકારની છબી પર પણ સવાલ

  • September 26, 2026
  • 5 views
Gyanesh Kumar Controversy: જ્ઞાનેશ કુમારને હટાવવાનો સવાલ માત્ર ચૂંટણી પંચનો નહીં, મોદી સરકારની છબી પર પણ સવાલ