
Modi answer on Adani: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. ટ્રમ્પે બીજીવાર સત્તા સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમવાર અમેરિકા પહોંચ્યા છે. ત્યા મોદીએ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતુ. આ દરમિયાન તેમને એક અમેરિકન પત્રકારે પ્રશ્ન પૂછી કાઢ્યો હતો. જો કે તેઓ અદાણી અંગે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપી શક્યા ન હતા. જેથી જોવા જેવી સ્થિતિ થઈ હતી. તેમણે ગોળગોળ જવાબ આપ્યો હતો.
अमेरिका में जब एक पत्रकार ने राष्ट्रमित्र अडानी का नाम लिया तो नरेंद्र मोदी झेंप गए. चेहरे पर टेंशन साफ झलक रहा है.
इस सवाल का जो घुमावदार जवाब दिया गया, वो सुनें👇
—
अमेरिका वाले पत्रकार बेकार हैं. आम चूसकर खाते हैं या काटकर खाते हैं जैसे सवाल किए ही नहीं.
बदतमीज कहीं के pic.twitter.com/0nrWAru8JH
— Ranvijay Singh (@ranvijaylive) February 14, 2025
‘વ્યક્તિગત મેટર માટે દેશના બે મુખ્યા મળતા નથી’
પત્રકારે પ્રશ્ન પૂછતાં વડપ્રધાન નરેન્દ્ર મોદીનો ચેહરો ત્યારે જોવા જેવો થઈ ગયો હતો. પત્રકારે પૂછ્યું હતુ કે એશિયાના સૌથી ધનિક અદાણી મુદ્દે તમે ટ્રમ્પને એક્શન લેવા કહ્યું છે? ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતુ કે તે આવી પર્સનલ મેટર માટે બે દેશના મુખ્ય વડાઓ મળતા નથી, કે બેસતાં નથી. કે વાત પણ કરતાં નથી.
તેમને આ જવાબ આપ્યો ત્યારે હોબાળો મચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી ભારતમાં પ્રેસ કોન્ફરન્સ ન કરવાની છાપ ધરાવે છે. જોકે અમેરિકામાં જઈ પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો તે નવાઈની વાત છે.
આ પણ વાંચોઃ Surat: રાત્રે પતિને બંધક બનાવી પત્ની પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો, શંકમંદો કેમેરામાં કેદ
આ પણ વાંચોઃ Bharuch: કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના દીકરાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો




