
Modi China Visit: હાલ વડાપ્રધાન મોદી પાકિસ્તાનને સાથ આપનાર દેશ ચીનમાં છે. તેમણે ચીનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે બેઠક કરી. જો કે મોદીએ પહેલગામ હુમલામાં પાકિસ્તાનને સાથ આપવા અંગે કોઈ ચર્ચા ના કરી, ગલવાન ઘાટીમાં 20 જવાનો શહિદ, પહેલગામ હુમલોમાં 26 નાગરિકોના મોત થયા. પૂંછમાં 17 નિર્દોષ નાગરિકોના મોત થયા. આ તમામ મુદ્દે મોદી ચૂપ રહ્યા.
ભારતીય સેનાએ ખુદ કહ્યું છે કે આપણે અસલી લડાઈ પાકિસ્તાન સાથે નહીં પણ ચીન સાથે લડી રહ્યા છીએ. સેનાના આ નિવેદન બાદ દોઢ-બે મહિનામાં વડાપ્રધાન મોદી ચીનમાં પહોચીં ગયા તે કેટલું યોગ્ય કહેવાય. ભારતીય સેનાનો દાવો છે કે પાકિસ્તાનને હથિયાર ચીન પહોંચાડે છે. આવો ખુલ્લો દાવો હોવા છતાં મોદી ચીનમાં પહોંચ્યા.
મોદી પહેલા અમેરિકા સામે ઝૂકી ગયા હવે ચીનના ખોળામાં બેસવાનો શું અર્થ. વડાપ્રધાને ચીનમાં જઈ કહ્યું હું તમારું હ્દયથી સ્વાગત કરુ છું. ગયા વર્ષે આપણી વાત થઈ હતી. જેના સકારાત્મક પરિણામો આવ્યા છે. જો કે મોદી ભૂલી ગયા કે ઓપરેશન સિંદૂર વખતે ચીને પાકિસ્તાનને સાથ આપ્યો. ઓપરેશન સિંદૂર વખતે ગયા વર્ષની મુલાકાત ચીન ભૂલી ગયું હતુ. ચીને અરુણાચલ નજીક ગામો વસાવ્યા, નામ બદલ્યા. તેમ છતાં મોદી કહે છે અમારા સંબંધો સમાંતર અને સારા છે.
મોદીની ચીન યાત્રા પર કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનेતે કહ્યું પાકિસ્તાનના વડાપ્રધાન અને મોદીનું સરખુ સ્વાગત થયું. ચીને પાકિસ્તાન અને ભારતને એક સમાન ગણ્યા.
વધુમાં કહ્યું મોદીની નશોમાં ગરમ સિંદૂર વહે છે તો તેમનું ગરમ સિંદૂર જિનપિંગ સામે પાણી થઈ ગયું, કેમ તેમણે ના પૂછ્યું કે પાકિસ્તાનને કેમ મદદ કરી?. મોદીએ એવું ના પૂછ્યું કે તમારી હિંમત કેવી રીતે થઈ કે ઓપરેશન સિંદૂરમાં ભારત સામે ઉભા રહ્યા.
આખી ચીન મુલાકાતનો સાર એટલો છે કે ભારતના લોકને ભડકાવી મોદી ભારતમાં રહી માત્ર ભાષણબાજી કરે છે. ચીનને લાલ આંખ બતાવાની વાત કરે છે પણ ત્યા જઈ આંખો ઝૂંકી જાય છે. માત્ર ચૂંટણી જીતવા મોદી ભાષણો આપી લોકોને લલચાવે છે. જો કે હવે તેમના તમામ કારનામા બહાર આવી જતાં સત્તાના પાયા ડગમગી ગયા છે.
ત્યારે આ જ મુદ્દ જુઓ વધુ ચર્ચા આ વીડિયોમાં
આ પણ વાંચો:
PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ
PM Modi: ચીનને લાલ આંખ બતાવવાનું કહેતાં મોદી આજે શું બોલ્યા?
Gujarat Politics: ભરૂચની દૂધધારા ડેરી ચૂંટણી પહેલાં BJPમાં મોટા ડખા, મનુસખ વસાવાનો મોદીને પત્ર
Bharuch: ગાંધીનગરવાળા દૂધે ધોયેલા નથી, કૌભાંડમાં દરેકને ટકાવારી મળી : મનસુખ વસાવા
Election Scam: ચૂંટણીના 4 વર્ષ પછી હારેલા ઉમેદવાર જીત્યા, શું છે કારણ?
Vote Scam: મોદી ભલે ડિગ્રી છૂપાવે, વોટ કૌભાંડથી કેવી રીતે બચશે?, શું મોદીના વળતાં પાણી?
EVM હટાવી મતદાર કાર્ડ ફરજિયાત કરવા ટ્રમ્પની કવાયત, છેતરપીંડીનો અહેસાસ કેમ?
Vadodara: શરીર સંબંધ બાંધે નહીં તો તારો નગ્ન વીડિયો ગ્રુપમાં મૂકી દઈશ: યુવતીને એક શખ્સે આપી ધમકી