
અમેરિકાના વિશ્વપ્રસિદ્ધ અખબાર વોશિંગ્ટન પોસ્ટે તાજેતરમાં પ્રકાશિત તપાસી અહેવાલમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મોદીની સરકારે અમેરિકામાં લાંચ અને છેતરપિંડીના આરોપોની સામે લડતા અદાણી ગ્રુપ( Adani Group )ને 3.9 અબજ ડોલર (લગભગ 32,370 કરોડ રૂપિયા)ના વિશાળ રોકાણ પેકેજની વ્યવસ્થા કરી હોવાનો દાવો થયો છે.
Washington Post Exposes Modi Govt’s Rs 32,370 crores Bailout for Crony Billionaire.
Modi is a corrupt Prime Minister
.
The Washington Post exposed that the Modi government directed a $3.9 billion bailout for Adani Group, despite U.S. fraud and bribery charges against it.… pic.twitter.com/nXUNSf9NWv— Bhavika Kapoor (@BhavikaKapoor5) October 24, 2025
આ રોકાણ જાહેર ક્ષેત્રની જીવન બીમા નિગમ (LIC) દ્વારા કરવામાં આવ્યું, જે લાખો સામાન્ય ભારતીયોના વીમા પ્રીમિયમ પર આધારિત છે. અહેવાલમાં આને ‘ક્રોની કેપિટલિઝમ’ (સંબંધીઓ માટેનું કેપિટલિઝમ) તરીકે વર્ણવામાં આવ્યું છે, જ્યાં સરકારી મહત્ત્વની સંસ્થાઓને વડાપ્રધાનના નજીકી મિત્ર અને વ્યાપારી અબજોપતિ ગૌતમ અડાણીને બચાવવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. આ પગલું LICને અગાઉ અદાણીમાં રોકાણથી 5.6 અબજ ડોલરના કાગળ પરના નુકસાન પછી પણ લેવાયું, જે કરદાતાઓ અને વીમા ધારકોમાં ભ્રષ્ટાચાર, અપારદર્શકતા અને જાહેર હિતના દુરુપયોગ વિશે ગંભીર ચિંતાઓ ઉભી કરે છે.
વોશિંગ્ટન પોસ્ટના આ તપાસી અહેવાલમાં ભારત સરકારના આંતરિક દસ્તાવેજોના આધારે જાણ પડે છે કે આ રોકાણ યોજના મે 2025માં નાણાકીય સેવાઓ વિભાગ (DFS)ના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ યોજના LIC અને સરકારી થિંક ટેન્ક NITI આયોગ સાથે પરામર્શ કરીને વિકસાવાઈ અને નાણાકીય મંત્રાલય દ્વારા મંજૂરી મળી. અહેવાલ અનુસાર આ પગલું અદાણી ગ્રુપના વધતા દેવા અને વૈશ્વિક ક્રેડિટ માર્કેટમાં તંગી વચ્ચે લેવાયું છે
રોકાણનું વિભાજન અને રકમ
LICએ અદાણી ગ્રુપ કંપનીઓમાં કુલ 3.9 અબજ ડોલરનું રોકાણ કર્યું. આમાં 3.4 અબજ ડોલર અદાણી ગ્રુપના વિવિધ બોન્ડ્સમાં અને 507 મિલિયન ડોલર અડાણી ગ્રીન એનર્જી અને અંબુજા સીમેન્ટ્સમાં હિસ્સો વધારવા માટે વપરાયા. વિશેષ રીતે અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) દ્વારા જારી કરાયેલા 5,000 કરોડ રૂપિયા (લગભગ 585 મિલિયન ડોલર)ના 15-વર્ષીય બોન્ડ ટ્રાન્ચની આખી ખરીદી LICએ કરી, જેને બજારમાં કોઈ અન્ય રોકાણકારે સ્વીકારવાનું ઇચ્છ્યું નહોતું. આ બોન્ડ્સ 7.75% વાર્ષિક વ્યાજદર સાથે જારી કરાયા હતા, જે 10-વર્ષીય સરકારી સિક્યોરિટીઝ (7.2%) કરતાં વધુ આકર્ષક હતા.
યોજનાનો હેતુ
DFSના દસ્તાવેજોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ રોકાણનો મુખ્ય ઉદ્દેશ્ય ‘અદાણી ગ્રુપમાં આત્મવિશ્વાસ દર્શાવવાનો’ અને ‘અન્ય રોકાણકારોને આકર્ષવા’નો હતો. સરકારી વિશ્લેષકોએ જણાવ્યું કે આ રોકાણ LICના મેન્ડેટ (ગરીબ અને ગ્રામીણ વીમા ધારકોનું રક્ષણ) અને ભારતના આર્થિક લક્ષ્યો (ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન એનર્જી) સાથે સુસંગત છે. અડાણીના પ્રોજેક્ટ્સ – જેમ કે રિન્યુએબલ પાવર, પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ – ભારતના વિકાસ માટે જરૂરી માનવામાં આવ્યા, જો કે દસ્તાવેજોમાં સ્વીકારવામાં આવ્યું કે અડાણીના સિક્યોરિટીઝ ‘વિવાદો સામે સંવેદનશીલ’ છે.
આ યોજના અમેરિકન વિભાગો (ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને SEC) દ્વારા અદાણી સોલાર પાવર પ્રોજેક્ટમાં 265 મિલિયન ડોલરની લાંચ સ્કીમ સાથે જોડાયેલા આરોપો વચ્ચે આવી. 2023ના હિન્ડેનબર્ગ રિસર્ચ અહેવાલ પછી, જેમાં સ્ટોક મેનેજમેન્ટ અને એકાઉન્ટિંગ અનિયમિતતાના આક્ષેપો હતા, LICએ તેના અડાણી હોલ્ડિંગ્સ પર 5.6 અબજ ડોલરનું કાગળ પરનું નુકસાન ભોગવ્યું. હાલમાં SEBI કેટલીક તપાસો કરી રહ્યું છે, પરંતુ તેમ છતાં આ રોકાણને મંજૂરી આપવામાં આવી.
ગ્રુપે સરકારી સહાયના આક્ષેપોને નકાર્યા
વોશિંગ્ટન પોસ્ટને આપેલા જવાબમાં અદાણી ગ્રુપે સરકારી સહાયના આક્ષેપોને નકાર્યા છે. તેમણે કહ્યું: “LIC અનેક કોર્પોરેટ ગ્રુપ્સમાં રોકાણ કરે છે. અદાણીને વિશેષ મદદનો આક્ષેપ ભ્રામક છે. વધુમાં LICએ અમારા પોર્ટફોલિયોમાંથી વળતર મેળવ્યું છે.” તેઓએ ઉમેર્યું કે અમેરિકન કેસો ‘વ્યક્તિઓને લગતા છે, અમારી કંપનીઓને નહીં’ અને તેમનો વિસ્તાર મોદીના નેતૃત્વ પહેલાનો છે. જો કે, LIC, DFS અને વડાપ્રધાન કાર્યાલયે કોઈ જવાબ આપવાનો ઇનકાર કર્યો છે.
ભારતના અર્થતંત્ર પર ગંભીર પ્રશ્નો
આ ખુલાસો ભારતના અર્થતંત્ર પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. LIC, જે લાખો ભારતીયોના નિવૃત્તિ અને વીમા નાણાંનું રક્ષણ કરે છે, તેના રોકાણોને જોખમમાં મુકવાથી કરદાતાઓમાં અસંતોષ વધી શકે છે.
આ પણ વાંચો:
Bihar Election: મોબાઈલની ટોર્ચ ચાલુ કરાવી મોદીએ કહ્યું તમારે લાલટેનની શું જરુર છે?
Bihar Election: બિહાર ચૂંટણીમાં ‘મિત્રતા’ બની પડકાર, 7 બેઠકો પર મહાગઠબંધનના ઉમેદવારો આમને સામને
‘લોકશાહી 80 રૂપિયામાં વેચાઈ’, SIT એ કર્ણાટકમાં મત ચોરી કૌભાંડનો કર્યો ખૂલાસો, 6,000 મતદારો ગુમ








