Modi Gujarat protests: પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના સમયમાં ગુજરાતમાં અનેક વખત લાઠીચાર્જ, 4 વખત જનતાના આંદોલન પર ક્રૂરતાથી પોલીસ તૂટી પડી હતી

Modi Gujarat protests: પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના સમયમાં ગુજરાતમાં અનેક વખત લાઠીચાર્જ, 4 વખત જનતાના આંદોલન પર ક્રૂરતાથી પોલીસ તૂટી પડી હતી

દિલીપ પટેલ
અમદાવાદ, 23 જૂલાઈ 2026

Modi Gujarat protests: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે દિલ્હીમાં પ્રથમ વખત જનતા પર લાઠીઓ, ઈલેકટ્રીક કરંટ, અશ્રુવાયુ, વોટર કેનનથી દામન કર્યું છે. પણ ગુજરાતમાં મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી અને ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહના સમયમાં ક્રૂરતાપૂર્વક લાઠીચાર્જ કરવા અનેક વખત પોલીસ છોડી દીધી હોવાની ઘટનાઓ બની છે. જેમાં 4 આંદોલનોને અત્યંત ક્રૂરતાપૂર્વક લાઠીઓ મારીને રહેંસી નાંખ્યા હતા.

પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના સમયના 13 વર્ષમાં અનેક આંદોલનો થયા હતા. જેમાં ભયંકર લાઠીચાર્જ અને જનતા પર જૂલમની ઘટનાઓ બની હતી. જે મોટા ભાગે ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહના સમયમાં બની હતી. જેમાં 2002ના કોમી તોફાનોમાં થયેલા અત્યાચારને બાદ કરતાં બીજા અનેક પ્રજાકીય આંદોલનોને કચડી નાખવા સત્તાનો બેફામ ઉપયોગ અનેક વખત કર્યો હતો.
2003, 2004, 2010, 2013માં પોતાના પ્રશ્નો સરકાર નિવેડો લાવતી ન હોવાથી આંદોલનો કર્યા તે લાઠી, જેલ, ધરપકડ, અશ્રુવાયુના શેલથી કચડી નાખવામાં આવ્યા હતા. 19 જેટલા રાજ્યકક્ષાના આંદોલનમાં લાઠીચાર્જ અથવા અશ્રૃવાયુના આંદોલનકારીઓના ભયાનક અનુભવ હતા.

13 વર્ષમાં આંદોલનોના હીરો તરીકે સનત મહેતા, ડો. કનુભાઈ કળસરીયા, જયેશ પટેલ, સાગર રબારી, લાલજી દેસાઈ, અરુણ મહેતા, પ્રફુલ સેંજલીયા, જેઠાભાઈ પટેલ, લાલજી પટેલ, મહેશ પંડ્યા સહિત અનેક નેતાઓ હતા.

પણ જે વર્ષમાં ચૂંટણીઓ આવતી હતી ત્યારે મોદીએ વચનો આપીને સમાધાનકારી વલણ અપનાવ્યું હતું. પણ ચૂંટણીઓ પૂરી થતાં જ જનતા પર ફરી એજ જુલમ શરૂ થતાં હતા.

ખેડૂતો પર સૌથી મોટા પોલીસ બળપ્રયોગ વર્ષ 2003માં કોસંબા વીજ આંદોલન, 2010માં મહુવા નિરમા આંદોલન અને 2013માં માંડલ-બેચરાજી ખેડૂત આંદોલનો દરમિયાન અકલ્પનીય લાઠીઓ ફટકારવામાં આવી હતી. પોલીસ બળપ્રયોગ અને લાઠીચાર્જની સૌથી મુખ્ય ઘટના 12 માર્ચ 2004ના રોજ ગુજરાત બંધ દરમિયાન બની હતી.
ત્યાર પછી તમામ પ્રકારના આંદોલનકારીઓને તોડી, ફોડી, ધમકાવીને બેસાડી દેવાની નીતિ મોદી સરકારની રહી હતી.

મોદીના 13 વર્ષમાં ગુજરાતમાં વિદ્યાર્થી આંદોલન ઓછા થયા છે. કોલેજ ફી વધારા, યુનિવર્સિટીની ગેરરીતિઓ, ફિક્સ પે અને સરકારી ભરતીમાં વિલંબ જેવા મુદ્દાઓ પર વિદ્યાર્થી સંગઠનો સ્થાનિક સ્તરે ઉગ્ર પ્રદર્શનો થયા હતા.

2001થી 2014 દરમિયાન ગુજરાતમાં સરકારી કર્મચારીઓ, ફિક્સ પે વર્કર્સ અને સચિવાલયના સ્ટાફ દ્વારા 7મા પગાર પંચની વિસંગતતાઓ, જૂની પેન્શન યોજના અને ફિક્સ પે નીતિના વિરોધમાં ખૂબ જ મોટા આંદોલનો અને હડતાળો થયા હતા. પોલીસે કર્મચારીઓ પર લાઠીચાર્જ, બળપ્રયોગ અને સામૂહિક ધરપકડ કરી હતી.

વર્ષ 2001થી 2014 દરમિયાન ગુજરાતના પૂર્વપટ્ટીના આદિવાસી વિસ્તારોમાં અંબાજીથી ઉમરગામ સુધીમાં જમીન અધિકારો, વિસ્થાપન, પર્યાવરણ અને સરકારી રોજગાર નીતિ સામે મહત્ત્વનાં આંદોલનો થયા હતા. પોલીસે આદિવાસી પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગ, લાઠીચાર્જ કે સામૂહિક અટકાયત કરી હતી.

મોદીના 13 વર્ષમાં ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં મોટાભાગના આંદોલન જળ, જમીન અને જંગલ બચાવવા માટેના સ્થાનિક પ્રશ્નો આધારિત હતા, જેમાં સરકારી પ્રોજેક્ટ્સ ચાલુ રાખવા માટે પોલીસે કાયદો અને વ્યવસ્થાના નામે લાઠીચાર્જ અને ધરપકડ જેવા પગલાં લીધા હતા.

2001થી 2014 સુધીના 13 વર્ષમાં નાના-મોટા આંદોલનો, ઘેરાવ, કામદારોની ટૂંકી હડતાળો અને વિરોધ પ્રદર્શનોની કુલ સંખ્યા અંદાજે 300થી વધુ થવા જાય છે. જેમાં અનેક ઘટનાઓમાં લાઠીચાર્જ કર્યો હતો. 2010થી 2012માં રાજ્યમાં 74 મોટી મજૂર હડતાળ, આંદોલન અને તાળાબંધી નોંધાયા હતા. 1.22 લાખ માનવ દિવસ ગુમાવવા પડ્યા હતા.

મહિલાઓના શાંત આંદોલનો રહ્યા હતા. જેમાં લાઠીચાર્જની ઘટનાઓ બની ન હતી. 13 વર્ષના ગાળામાં આંગણવાડી બહેનોના આંદોલનો મોટાભાગે શાંતિપૂર્ણ ધરણાં, રેલીઓ અને આવેદનપત્ર આપવા પૂરતી સીમિત રહ્યા હતા.

2014
2014માં સરકારે જાહેર કર્યું હતું કે, ગુજરાતમાં 26 હડતાળ પડી હતી. જે દેશમાં સૌથી વધારે હતી. છતાં મોદી વડાપ્રધાન બનવા દેશે લાયક જાહેર કર્યા હતા.

2014માં અમદાવાદ અને એસટી બસના કર્મચારીઓનું મોટું આંદોલન થયું. જેમાં
2014માં એમ.એસ. યુનિવર્સિટી વડોદરામાં ચૂંટણી અને ફી વિવાદ વધતા વીસી ઓફિસ બહાર વિદ્યાર્થીઓએ તોડફોડ કરી ત્યારે પોલીસે વિદ્યાર્થી નેતાઓ પર લાઠીચાર્જ કર્યો હતો. 20 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. અગ્રણીઓની ધરપકડ કરવામાં આવી હતી.

2014માં ગુજરાતમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે મોટા પાયે કોઈ હિંસક રાજ્યવ્યાપી આંદોલન, ઉગ્ર લાઠીચાર્જ કે અશ્રુવાયુના શેલ છોડવાની કોઈ મોટી ઘટના બની ન હતી. આંદોલનકારીઓની માંગણીઓ સ્વિકારી લેવામાં આવી હતી, કારણ કે મુખ્ય પ્રધાનને વડાપ્રધાન બનવું હતું.

2014નું વર્ષ ભારત માટે લોકસભા સામાન્ય ચૂંટણીનું વર્ષ હતું, જેમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર હતા. આ રાજકીય પૃષ્ઠભૂમિને કારણે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા અત્યંત સંયમિત નીતિ અપનાવવામાં આવી હતી. જેથી કોઈ મોટો સામાજિક કે આર્થિક સંતોષ ઉગ્ર ન બને. પરિણામે, કોઈ પણ પ્રકારનો મોટો બળપ્રયોગ સંપૂર્ણપણે ટાળવામાં આવ્યો હતો.

જમીન સંપાદન અધિનિયમનો વિરોધ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આશંકિત હતા અને વળતરની વિસંગતતાઓ સામે વિરોધ કરી રહ્યા હતા.

ખેડૂતોએ જિલ્લા કલેક્ટર કચેરી બહાર પ્રતીકાત્મક ધરણાં કર્યા હતા. પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા બેરિકેડ ગોઠવી સામાન્ય નિયંત્રણ રાખ્યું હતું, પરંતુ લાઠીચાર્જ કે ટીયર ગેસ છોડવાની કોઈ નોબત આવી ન હતી.

અંદાજ
ગુજરાતમાં 2026માં કેવા આંદોલનો ચાલી રહ્યું છે તેના પરથી ખ્યાલ આવે છે કે, ગુજરાત હવે પીડાતી જનતા માટે આંદોલનની ભૂમિ બની ગઈ છે. 2026માં 128 સંઘર્ષો નોંધાયા હતા. જેમાં 35 લાખ લોકોને અસર થઈ હતી. આ સંઘર્ષમાં રૂ. 270 કરોડની 12 લાખ હેક્ટર જમીનો સંડોવાયેલી છે. જો તેમા વીજ લાઈન નાંખવાના અંબાણી અને અદાણી કંપની તથા બીજી 22 વીજ કંપનીઓની સામે 5 લાખ ખેડૂતો અને 3 હજાર ગામોનો સમાવેશ કરાયો નથી જ્યાં હાલ સૌથી વધારે આંદોલનો આખા ભારતમાં જ નહીં વિશ્વમાં સૌથી મોટી વસતીની પીડા વ્યક્ત કરતાં આંદોલનો છે. 2015થી શરૂ થયેલી જમીન રિ સરવેની સામેનું આંદોલન ગણવામાં આવે તો 13 હજાર ગામોને અસર કરનારું હતું. આમ તેના પરથી ખ્યાલ આવે છે કે, ગુજરાતમાં સરકારની ખરાબ નીતિનો ભોગ મોદીના સમયથી 2003થી જનતા પર અનાચાર વધી ગયા છે. તેમના સમયમાં પીડિત લોકો હતા તે આજે પણ પીડા ભોગવી રહ્યાં છે. મોદી યુગમાં શહેરોને બાદ કરતાં મોટાભાગની ગ્રામ્ય પ્રજા પીડિત હતી. ગ્રામ્ય પ્રજાએ જ સૌથી વધારે આંદોલન કર્યા હતા. શહેરોમાં આંદોલનો ઓછા થયા હતા.

ટેકાના ભાવનનું આંદોલન
વર્ષ 2014ના અંત ભાગમાં રાજકોટ, ગોંડલ અને જામનગરના માર્કેટ યાર્ડોમાં કપાસ અને મગફળીના પૂરતા ભાવ ન મળવા બદલ ખેડૂતોમાં સ્થાનિક સ્તરે રોષ હતો. ઉશ્કેરાયેલા પ્રદર્શનકારીઓને રોડ બ્લોક કરી દીધા હતા. પોલીસે અટકાયત કરી હતી.

2014માં એસ.ટી. (GSRTC) કર્મચારીઓનું આંદોલન અને હડતાળ પડતર માંગણીઓ અને ખાનગીકરણના વિરોધમાં પડી હતી. ચક્કાજામ કરાયો હતો. ઘર્ષણ થયું હતું. લાઠીચાર્જ કર્યો હતો. અનેક કર્મચારીઓની ધરપકડ કરી હતી.

2013
2012-13 ભાવનગરના મિઠીવીરડી પરમાણુ પ્લાન્ટ સામે આદિવાસી, સ્થાનિક ખેડૂતોનો વિરોધ જમીન સંપાદન અને સંભવિત પર્યાવરણીય રેડિયેશનનો હતો. ખેડૂતોએ સુનાવણી વખતે પંડાલમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ઉગ્ર લાઠીચાર્જ કર્યો હતો, જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા.

2013માં આઈ ટી આઈ (ITI) વિદ્યાર્થીઓનું ઉગ્ર પ્રદર્શન થયું હતું. રોજગાર અને તાલીમ નિયામકની કચેરી બહાર વિદ્યાર્થીઓએ પથ્થરમારો અને તોડફોડ શરૂ કરતાં સ્થિતિ તંગ બની હતી. પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. અશ્રુવાયુના સેલ છોડ્યા હતા. વિદ્યાર્થીઓ અને પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા અને 50 વિદ્યાર્થીઓની અટકાયત કરાઈ હતી.

2013માં ગુજરાતમાં ખેડૂતોનું ખૂબ જ મોટું આંદોલન થયું હતું. માંડલ-બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજનમાં 44 ગામોની જમીન સરકાર લઈ લેવાની હતી તેના વિરોધમાં આંદોલન થયું હતું.
માંડલ, દેત્રોજ અને બેચરાજી તાલુકાના વિસ્તાર અમદાવાદ, સુરેન્દ્રનગર અને મહેસાણા જિલ્લામાં મારુતિ સુઝુકી પ્લાન્ટ અને ઔદ્યોગિક હબ (SIR) બનાવવા માટે 44 ગામોની આશરે 50,000 હેક્ટર ફળદ્રુપ અને નર્મદા કમાન્ડ એરિયાની જમીન સંપાદિત કરવાનું નોટિફિકેશન બહાર પડાયું હતું
ખેડૂતો પોતાની કિંમતી જમીન ઉદ્યોગોને આપવા તૈયાર ન હોવાથી ‘જમીન અધિકાર આંદોલન ગુજરાત’ (JAAG) હેઠળ ઉગ્ર વિરોધ શરૂ થયો હતો.  પોલીસે જૂન અને ઓગસ્ટ 2013 દરમિયાન બળ પ્રયોગ અને ધરપકડ કરી હતી. ખેડૂતોને મારી મારીને તોડી નાંખ્યા હતા.
જૂન 2013માં ઐતિહાસિક ટ્રેક્ટર રેલી દરમિયાન ખેડૂતોએ વિરોધ પ્રદર્શિત કરવા માટે વિઠ્ઠલાપુરથી ગાંધીનગર સુધી 500 ટ્રેક્ટર, કાર અને મોટરસાયકલ સાથે વિશાળ રેલી કાઢી હતી. પાટનગરમાં નાકાબંધી અને બેરિકેડિંગ કર્યું હતું. હાઈવે પર ચક્કાજામ રોકવા માટે પોલીસ અને ખેડૂતો વચ્ચે ભારે ઝપાઝપી થઈ હતી. બળપ્રયોગ કર્યો હતો.
15 ઓગસ્ટ 2013માં મધ્યરાત્રીએ સ્વતંત્રતા દિવસ દલોદ ગામ ખાતે ખેડૂતોએ એકત્ર થઈને જાહેરનામાનો ભંગ કરી મારુતિ કારના પૂતળાનું દહન કર્યું હતું. ઉગ્ર ભાષણો આપ્યા હતા. પોલીસે કડક વલણ અપનાવ્યું.
17 ઓગસ્ટ 2013ની મોડી રાત્રે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ખેડૂત નેતાઓ સાગર રબારી અને લાલજી દેસાઈની ધરપકડ કરી લીધી હતી. ઉપરાંત ડૉ. કનુભાઈ કળસરીયા સહિત 10 નેતાઓ સામે ગુના નોંધવામાં આવ્યા હતા.

2012
2012નું વર્ષ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું વર્ષ હોવાને કારણે તત્કાલીન મોદી સરકાર અને પોલીસ પ્રશાસન દ્વારા અત્યંત સંયમિત નીતિ અપનાવવામાં આવી હતી. બળપ્રયોગ સંપૂર્ણપણે ટાળવામાં આવ્યો હતો.

અમરેલી અને જૂનાગઢ જિલ્લાના વિસ્તારમાં સિંહના સંરક્ષણ માટે ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ કે કોરિડોર જાહેર કરવા સામે સ્થાનિક ખેડૂતો અને માલધારીઓએ વિરોધ કર્યો હતો. ખેડૂતોએ રેલીઓ કાઢી કલેક્ટર કચેરીઓનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. બળપ્રયોગ કર્યો હતો અને અટકાયત કરી હતી.

નર્મદા નહેર
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ડેમોમાંથી શિયાળુ પાક માટે પૂરતું પાણી ન છોડાતા અને કપાસના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં આક્રોશ હતો. ખેડૂત સંગઠનો દ્વારા સબ-સ્ટેશનો અને નહેરની કચેરી બહાર ધરણાં યોજાયા હતા.

2012માં 4.5 લાખ કર્મચારીઓની રાજ્યવ્યાપી માસ સીએલ અને કર્મચારીઓની હડતાળ પડી હતી. પડતર માંગણીઓ, પગાર વધારો, ભથ્થાં અને ઉચ્ચ પગાર ધોરણ માટે હતું.

2011
મુંદરા સેઝ
2011માં અદાણીના મુંદરા સેઝ સામે માછીમારોની વસાહતો હટાવવા અને કંપની દ્વારા બાંધકામ શરૂ કરવાનો પ્રયાસ થયો, ત્યારે ધરણાં શરૂ કર્યા હતા. પોલીસ સાથે ઉગ્ર ઘર્ષણ થયું હતું. પોલીસે માછીમારો અને ખેડૂતો પર હળવો લાઠીચાર્જ કર્યો હતો. ધરપકડ કરી હતી.

2011-12માં આંગણવાડી બહેનોને કાયમી કર્મચારી અને વેતન વધારા માટે આંદોલન સત્યાગ્રહ છાવણી થયું હતું. સચિવાલયના મુખ્ય ચાર રસ્તાઓ પર ધરણા કરીને રસ્તા રોક્યા હતા. પોલીસ અને પ્રદર્શનકારીઓ બહેનો વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ હતી. પોલીસે બળપ્રયોગ કર્યો હતો.

2011-14 પાર-તાપી-નર્મદા નદી જોડાણ પ્રોજેક્ટનો વિરોધ વલસાડ, નવસારી અને ડાંગના ડુંગરાળ વિસ્તારોમાં થયો હતો. રેલીઓ કાઢવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડના કપરાડા વિસ્તારમાં રેલીઓ દરમિયાન હાઈવે જામ કરાયા હતા.

નિરમા
2010માં ભાવનગરના મહુવા ખાતે નિરમા પ્રોજેક્ટ સામે થયેલા લાઠીચાર્જ બાદ 2011માંમાં ખેડૂતોનું આંદોલન સંપૂર્ણપણે ગાંધી ચીંધ્યા માર્ગે અને શાંતિપૂર્ણ પદયાત્રા સ્વરૂપમાં ફેરવાઈ ગયું હતું.
ઐતિહાસિક મહુવા-ગાંધીનગર પદયાત્રા હતી.
માર્ચ-એપ્રિલ 2011માં ડૉ. કનુભાઈ કળસરીયાના નેતૃત્વમાં હજારો ખેડૂતો, મહિલાઓ અને અગ્રણીઓએ મહુવાથી ગાંધીનગર સુધીની 350 કિલોમીટર લાંબી ઐતિહાસિક પદયાત્રા યોજી હતી.

અગાઉના પોલીસ બળપ્રયોગના કારણે થયેલી આકરા ટીકાઓને પગલે તત્કાલીન સરકારે અને પોલીસે અત્યંત સંયમ જાળવ્યો હતો.

દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં રેલવે અને બાયપાસ હાઈવે પ્રોજેક્ટ માટેની જમીન માપણીની કામગીરી સામે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો. હળવો બળપ્રયોગ કર્યો હતો અને અટકાયત કરી હતી.

સૌરાષ્ટ્રના જામનગર અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં સબ-સ્ટેશનો ઘેરવ વખતે ખેડૂત આગેવાનોની અટકાયત કરી હતી.

રામલીલા મેદાન
જૂન 2011માં દિલ્હી રામલીલા મેદાનમાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન દરમિયાન વેપારી બાબા રામદેવ અને તેમના હજારો સમર્થકો પર દિલ્હી પોલીસે અડધી રાત્રે અચાનક ભારે લાઠીચાર્જ કર્યો હતો અને અશ્રુ વાયુ ના શેલ છોડ્યા હતા, જેની દેશભરમાં ભારે ટીકા થઈ હતી. મોદી તેનો ફાયદો લેવા માંગતા હતા તેથી આ ગાળામાં ગુજરાતમાં આંદોલનો છતાં સરકારે સંયમ રાખ્યો હતો.

મજૂર આંદોલન
2011માં હાલોલની જનરલ મોટર્સમાં હડતાળ પાડી આંદોલન થયું હતું. હજીરામાં એલ એન્ડ ટી હડતાળ થઈ હતી આંદોલનને દબાવવા ગુજરાત હાઇકોર્ટે સરકારની આકરી આલોચના કરી હતી.
અલંગ યાર્ડમાં શ્રમિકોના ઘર્ષણ વખતે, હાલોલ GIDCમાં કામદારોની રેલી, હજીરામાં કંપનીના દરવાજે  મજૂરોને વિખેરવા માટે પોલીસે સમગ્ર રાજ્યમાં 12 મોટા કિસ્સાઓમાં લાઠીચાર્જ અથવા હળવો બળપ્રયોગ કર્યો હતો. સેંકડો મજૂર નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.

ટેટ અને ટાટ
2011-12માં ફિક્સ પે અને ટેટ અને ટાટ ઉમેદવારોનું આંદોલન ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે થયું હતું. શાળાઓમાં ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવા અને શિક્ષકોની ભરતી પ્રક્રિયા ઝડપી કરવાની માંગ સાથે હજારો શિક્ષક ઉમેદવારો તથા યુવા વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા હતા. વિદ્યાર્થીઓએ જ્યારે વિધાનસભા અને ઉચ્ચ સચિવાલય તરફ કૂચ કરી ત્યારે 300ની અટકાત કરી હતી.

ફિક્સ પે
2011માં ફિક્સ પે કર્મચારીઓનું ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં ઐતિહાસિક આંદોલન અને લાઠીચાર્જ થયા હતા. 2500 જેવા નજીવા પગાર સામે લાખો ફિક્સ પે કર્મચારીઓ અને યુવા સંગઠનો રસ્તા પર ઉતર્યા હતા. વિધાનસભા સત્ર દરમિયાન ‘સચિવાલય ઘેરાવ’ અને મુખ્ય માર્ગો જામ કરાયા હતા. કર્મચારીઓ પર ભારે લાઠીચાર્જ કર્યો હતો. મહિલા કર્મચારીઓ સહિત અનેક પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા.

2010
2009ના અંત ભાગમાં ડૉ. કનુભાઈ કળસરીયાના નેતૃત્વમાં નિરમા સિમેન્ટ પ્લાન્ટ સામે ખેડૂતોએ સંગઠિત થવાનું શરૂ કર્યું હતું.
2010માં ગુજરાતમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે મોટી ઘટના બની હતી, જે મહુવા જમીન સંપાદન વિરોધી આંદોલન તરીકે ઓળખાય છે. નિરમા સિમેન્ટ પ્લાન્ટ માટે 268 હેક્ટર જમીન જપ્ત કરવા સામે આંદોલન કરી રહેલા ખેડૂતોને નિયંત્રિત કરવા માટે પોલીસે ફેબ્રુઆરી 2010માં બળપ્રયોગ અને લાઠીચાર્જ કર્યો હતો. કુદરતી જળાશય (સમઢીયાળા બંધારા) નો ભાગ સામેલ હતો.
ભાજપના ધારાસભ્ય ડૉ. કનુભાઈ કળસરીયાના નેતૃત્વમાં આંદોલન કરી રહ્યા હતા.
20 ફેબ્રુઆરી 2010માં મહુવામાં રેલી પર લાઠીચાર્જ કરાયો હતો. પોલીસે આ આંદોલનકારીઓને વિખેરવા માટે બ્રુટલ લાઠીચાર્જ કર્યો હતો. લાઠીચાર્જમાં મહિલાઓ અને વૃદ્ધ ખેડૂતો સહિત અનેક પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા. 10 ખેડૂતોને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
26 ફેબ્રુઆરી 2010માં તત્કાલીન ધારાસભ્ય કનુભાઈ ગાંધીનગરમાં નરેન્દ્ર મોદીને રૂબરૂ મળીને રજૂઆત કરવા માટે ગાંધીવાદી નેતાઓ હજારો ખેડૂતો સાથે પહોંચ્યા હતા. ત્યારે બળપ્રયોગ કર્યો હતો અને ડૉ. કળસરીયા સહિત આશરે 700થી વધુ ખેડૂતોની સ્થળ પર જ અટકાયત કરી હતી.
લાઠીચાર્જના કારણે ખેડૂતોનો આક્રોશ વધુ વધ્યો હતો, જેના કારણે આગળ જતાં વર્ષ 2011માં ખેડૂતોએ મહુવાથી ગાંધીનગર સુધીની 350 કિલોમીટર લાંબી ઐતિહાસિક પદયાત્રા કાઢી હતી.

કૃષિ વીમો
2010 દરમિયાન અન્ય જિલ્લાઓમાં વીજળી કે પાક વીમા અંગેના ખેડૂતોના વિરોધ પ્રદર્શનો મુખ્યત્વે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવા પૂરતા સીમિત હતા, તેથી મોટો પોલીસ બળપ્રયોગ માત્ર આ મહુવા આંદોલન વખતે જ નોંધાયો હતો.

એકતાનું પૂતળુ
2010-12માં સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડિયા) જમીન સંપાદન વિવાદ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અને પ્રવાસન પ્રોજેક્ટ માટે આસપાસના 45 ગામના આદિવાસી ગામોની જમીન સંપાદિત કરવા સામે સ્થાનિક આદિવાસીઓનો સખત વિરોધ હતો. વિરોધ પ્રદર્શન અને પથ્થરમારો થતો હતો. કેવડિયા વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો હતો. પોલીસે બળપ્રયોગ કર્યો હતો. સરકારી કાર્યક્રમો વખતે આદિવાસી આગેવાનોની નજરકેદ કે પ્રિવેન્ટિવ ધરપકડ કરવામાં આવતી હતી. આ આંદોલન વર્ષો સુધી ચાલતું રહ્યું પછી આંદોલનકારીઓ 2026માં ભાજપમાં જોડાઈ ગયા હતા.

લઠ્ઠાકાંડ-2009
2009માં અમદાવાદમાં લઠ્ઠાકાંડમાં પોલીસ દ્વારા અશ્રુવાયુના શેલ છોડવાની અને ભારે લાઠીચાર્જની સૌથી મોટી ઘટના બની હતી. અમરાઈવાડી અને મજૂરગામ વિસ્તારમાં કથિત ઝેરી દારૂ પીવાના કારણે 130 થી વધુ લોકોના મોત થયા હતા. આ ઘટનાના વિરોધમાં હજારો નાગરિકો અને ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ વાહનો પર પથ્થરમારો કર્યો હતો.

ભાવ
રાજકોટ અને જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ખેડૂતો દ્વારા પાકના ઓછા ભાવ મળવા બદલ પ્રતીકાત્મક ચક્કાજામના પ્રયાસો થયા હતા. અટકાયત કરી હતી.

તબિબો
2008માં અમદાવાદ અને વડોદરા એસએસજી સરકારી હોસ્પિટલોના રેસિડેન્ટ ડોક્ટર (જુનિયર ડોક્ટર્સ)ની હડતાળ પડી હતી. મેડિકલના પીજી (PG) વિદ્યાર્થીઓ કે રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા સ્ટાઇપેન્ડ વધારવા અને કામના કલાકો ઘટાડવા બાબતે રાજ્યવ્યાપી હડતાળ કરી હતી. હોસ્પિટલ કેમ્પસ ખાલી કરાવવા અને ધરણાં બંધ કરાવવા પોલીસે બળપ્રયોગ કર્યો હતો અને અસંખ્ય જુનિયર ડોક્ટરની ધરપકડ અને અટકાયત કરી હતી.

બોમ્બ ધડાકા
2008માં અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ 26 જુલાઈના રોજ અમદાવાદમાં થયેલા ભયાનક બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ આર્થિક અને સામાજિક પરિસ્થિતિને લીધે મોટા આંદોલનો જોવા મળ્યા ન હતા.

જમીન સંપાદન
2008માં સાણંદમાં ટાટા નેનો પ્લાન્ટ માટે જમીન લઈ લેવા સામે આંદોલનો થયા હતા. પોલીસે અટકાયત કરી હતી.

2008માં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઔદ્યોગિકીકરણ માટે જમીન ચિહ્નિત કરવાની પ્રક્રિયાઓ સામે આંદોલન થયા હતા.

સિંચાઈ
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ડેમના પાણી છોડવા બાબતે સ્થાનિક સિંચાઈ કચેરીઓ બહાર ખેડૂતો એકઠા થયા હતા.

વન આંદોલન
2007-2009માં વન અધિકાર કાયદો (FRA 2006)ના અમલ માટે આંદોલન નર્મદા, તાપી અને ડાંગ જિલ્લાના વન્ય વિસ્તારમાં થયા હતા. જંગલની જમીન માલિકી હક્ક આપવાની પ્રક્રિયા ખુબ ધીમી હતી અને વન વિભાગ દ્વારા આદિવાસીઓને જમીન પરથી બેદખલ કરવાના પ્રયાસો થયા હતા. ડાંગના અહવા અને નર્મદા જિલ્લામાં વન રક્ષકો અને સ્થાનિક પોલીસ સાથે તીવ્ર ઘર્ષણ થયું હતું. લાઠીચાર્જ કર્યો હતો. નેતાઓની ધરપકડ કરી હતી. 2026માં પણ આદિવાસીઓ આ મુદ્દા માટે લડી રહ્યા છે.

ખાનગીકરણ
2007-8 બાળ વિકાસ યોજના (ICDS)ના ખાનગીકરણના વિરોધમાં આંદોલન અમદાવાદ, વડોદરા અને સુરત કલેક્ટર કચેરીઓએ થયા હતા. સરકારી નીતિઓ અને સ્વયંસેવી સંસ્થાઓ (NGOs) ને આઇસીડીએસની કામગીરી આપવાના પ્રારંભિક પ્રસ્તાવ સામે આંગણવાડી બહેનોમાં ભારે રોષ હતો.
અમદાવાદ અને વડોદરામાં કલેક્ટર કચેરીની અંદર ઘૂસી ગયા હતા.

નર્સિંગ
2007-08માં સરકારી રેસિડેન્ટ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફની હડતાળ પડી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલ, સુરત નવી સિવિલ અને વડોદરા SSG હોસ્પિટલ. સ્ટાઇપેન્ડ વધારવા અને સાતમા પગાર પંચના અમલ માટે રાજ્યવ્યાપી હડતાળ પાડી હતી. ધરણા કરી રહેલા ડોક્ટરો અને મેડિકલ સ્ટાફને હટાવવા પોલીસે બળપ્રયોગ કર્યો હતો. સેંકડો ડોક્ટરોની હોસ્પિટલ પ્રીમિસિસમાંથી જ ધરપકડ કરી જેલમાં મોકલવામાં આવ્યા હતા.

ચૂંટણી
2007માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી તેથી સરકાર વાત માની લેતી હતી અને આંદોલન ઓછા થયા હતા. વીજ મીટર અને સિંચાઈની વીજળી આપવા સરકારે ખેડૂતો સાથે સમાધાન કરી લીધા હતા.
મહેસાણા અને સાબરકાંઠાના ખેડૂતોએ સ્થાનિક સબ-સ્ટેશનો બહાર એકઠા થઈને વિરોધ કર્યો હતો.

સેઝ
ગુજરાતમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને મોટા ઉદ્યોગો માટે 30 સેઝ બનાવવા જમીન મેળવવા સામે ઓછા વળતરના આંદોલનો હતા. જેમાંથી 2014 સુધીમાં 2 હજાર હેક્ટર જમીન એટલે કે 47.50 ટકા જમીન તો ખાલી પડી હતી.  કરવાની પ્રક્રિયા શરૂ થઈ રહી હતી. તે સમયે ખેડૂતોએ સ્થાનિક કલેક્ટર કચેરીઓમાં આવેદનપત્રો આપ્યા હતા. અદાણી મુંદરા, દહેજ, કંડલા, સાણંદ, હજીરા, સુરત વગેરે સેઝમાં જમીનો સામે આંદોલનો થયો જે મોટા ભાગે કાનૂની લડાઈ થઈ હતી. હજીરા અને ભરૂચમાં હળવો લાઠીચાર્જ થયો હતો.

2006
2006માં ગુજરાતમાં તત્કાલીન ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા ખેતીવાડીના જોડાણો પર ડિજિટલ વીજ મીટર લગાવવા 2005માં શરૂ થયા તેની સામે આંદોલનો શરૂ થયા હતા. જૂનાગઢ, રાજકોટ ગ્રામ્ય અને ઉત્તર ગુજરાતના ગામોમાં જ્યારે વીજ કંપનીના કર્મચારીઓ મીટર લગાવવા પહોંચતા, ત્યારે ખેડૂતો જૂની પદ્ધતિ ચાલુ રાખવા માટે એકઠા થઈ જતા હતા.
સાથે પોલીસ કાફલો પણ રહેતો હતો. વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે ઝપાઝપી અને બોલાચાલી થતાં પોલીસે ભીડને હટાવીને સ્થાનિક સ્તરે અટકાયત કરી કામગીરી પૂર્ણ કરાવી હતી.

સિંગુર અને નેનો
2006માં પશ્ચિમ બંગાળમાં આ ગાળા દરમિયાન સિંગુર અને નંદીગ્રામ ખાતે જમીન સંપાદન સામે ભયાનક ખેડૂત આંદોલનો અને હિંસા ફાટી નીકળ્યા હતા ગુજરાત સરકાર અને પોલીસ પ્રશાસને ખેડૂતોના મામલામાં અત્યંત સંયમિત નીતિ અપનાવી હતી અને કોઈ પણ પ્રકારના મોટા લાઠીચાર્જ કે ટીયર ગેસના ઉપયોગને ટાળ્યો હતો. કારણ કે મોદી નેનોને ગુજરાત લાવવા માંગતા હતા. નેનોને રૂ. 33 હજાર કરોડ સરકારે આપ્યા હતા. પણ નેનો કાર બનતી બંધ થઈ છે.

ભૂકંપ પગાર આંદોલન
2005-2006માં 2001ના ભૂકંપ અને વસ્તી ગણતરીની કામગીરીના ઓછા વળતરનો મુદ્દે આંદોલન થયું હતું. મહેસાણા, સાબરકાંઠા અને રાજકોટ ખાતે મામલતદાર કચેરીઓ બહાર બહેનો દ્વારા ધરણાં યોજાયા હતા.

વીજ મીટર
2003થી 2005માં કૃષિ વીજ દર અને ફરજિયાત ડિજિટલ વીજ મીટર નીતિ સામે થયેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનો,  શાંતિપૂર્ણ ધરણાં, આવેદનપત્ર આપવા અને પ્રતીકાત્મક હડતાળ પૂરતા જ સીમિત રહ્યા હતા.
કિસાન સંઘ અને ખેડૂતો નીતિનો સખત વિરોધ કરી રહ્યા હતા અને જૂની હોર્સ પાવર આધારિત ફિક્સ રેટ પદ્ધતિ ચાલુ રાખવાની માંગ કરી રહ્યા હતા. ખેડૂતો અને પોલીસ વચ્ચે શાબ્દિક ઘર્ષણ અને સામાન્ય ઝપાઝપી થઈ હતી. અટકાયત કરી હતી.

ફી આંદલન
2005-06માં પ્રોફેશનલ કોલેજોમાં ફી વધારા વિરોધી આંદોલન અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ અને એમ.એસ. યુનિવર્સિટી વડોદરામાં થયું હતું.
સેલ્ફ-ફાઇનાન્સ (સ્વનિર્ભર) મેડિકલ, એન્જિનિયરિંગ અને અન્ય પ્રોફેશનલ કોર્સમાં ફી નિયમન સમિતિના વલણ અને અચાનક થયેલા ફી વધારા સામે વિરોધ હતો.
કુલપતિની કચેરીના ઘેરાવ દરમિયાન વિદ્યાર્થી સંગઠનો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ હતી. પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને અગ્રણી વિદ્યાર્થી નેતાઓની ધરપકડ કરી હતી.

નર્મદા નહેર
મધ્ય ગુજરાત અને આણંદ-ખેડા જિલ્લાના કેટલાક છેવાડાના ગામોના ખેડૂતો દ્વારા સિંચાઈના પાણીની યોગ્ય વહેંચણી માટે સ્થાનિક કલેકટર કચેરીઓ બહાર પ્રદર્શનો યોજાયા હતા.

2003માં કોસંબા (સુરત) ખાતે થયેલા ભયાનક લાઠીચાર્જ/ટીયર ગેસ અને 2004ના ‘ગુજરાત બંધ’ ના ઉગ્ર અનુભવો બાદ, વર્ષ 2005 સુધીમાં સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે વાટાઘાટો શરૂ થઈ હતી.

ગુજરાત બંધ  
2004માં ગુજરાતમાં ખેડૂતોના આંદોલન દરમિયાન પોલીસ દ્વારા બળપ્રયોગ કે લાઠીચાર્જની ઘટનાઓ મુખ્યત્વે માર્ચ 2004ના ગુજરાત બંધ અને ખેતીવાડી વીજળીના મુદ્દે થયેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન જોવા મળી હતી.
12 માર્ચ 2004માં ગુજરાત બંધ રહ્યું હતું. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને વિવિધ વિપક્ષી સંગઠનો દ્વારા વીજ દરમાં વધારો પાછો ખેંચવાની માંગ સાથે રાજ્યવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું હતું. પોલીસે બળપ્રયોગ કર્યો હતો:
ભરૂચની ઝાડેશ્વર ચોકડી પર ખેડૂતોએ નેશનલ હાઈવે નંબર 8 પર ચક્કાજામ કર્યો હતો. પોલીસે ભારે લાઠીચાર્જ કર્યો હતો. ઘણા પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.
સુરત ગ્રામ્યના બારડોલી અને કામરેજના હાઇવે પર વાહનો રોકવા અને એસ.ટી. બસો પર પથ્થરમારાની છૂટાછવાઈ ઘટનાઓ બની હતી. ભારે લાઠીચાર્જ કરી પ્રદર્શનકારીઓને વિખેરાયા હતા. સુરત જિલ્લામાંથી જ આશરે 150 થી વધુ લોકોની ધરપકડ કરાઈ હતી.
સુરેન્દ્રનગરના લીંબડી હાઈવેને જામ કરાતા પોલીસે ટોળા પર લાઠી વીંઝીને ચક્કાજામ અટકાવ્યો હતો.
સાબરકાંઠા અને મહેસાણામાં કલેક્ટર કચેરીનો ઘેરાવ ફેબ્રુઆરી – માર્ચ 2004માં થયો હતો.
ખેતીવાડી માટે રાત્રિના બદલે દિવસે વીજળી આપવાની માંગ સાથે ખેડૂતોએ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં સરકારી કચેરીનો ઘેરાવ કર્યો હતો.
સરકારી કચેરીઓમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. લાઠીચાર્જ કર્યો હતો.
2004માં ખેડૂત આંદોલન મોટાભાગે ‘રસ્તા રોકો’ અને ‘ધરણાં’ પૂરતા સીમિત રહ્યા હતા.
આખા ગુજરાતમાંથી આશરે 400 થી વધુ ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી.

વીજ દર આંદોલન
2003માં સુરત કોસંબા ખાતે પોલીસ અને ખેડૂતો વચ્ચે ભારે મોટી હિંસક અથડામણ થઈ હતી અને મોટા પાયે અશ્રુવાયુના શેલ છોડ્યા હતા.
ધોરાજી, ઉપલેટા અને જામનગર હાઈવે પર ખેડૂતોએ ટાયરો સળગાવીને રસ્તા રોક્યા હતા.
પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો.
તત્કાલીન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રમાં વીજળીના દરોમાં કરવામાં આવેલા ભારે વધારા સામે સમગ્ર રાજ્યના ખેડૂતોમાં ઉગ્ર રોષ હતો. ખેડૂતો વીજ દરો ઘટાડવાની માંગ કરી રહ્યા હતા.
દક્ષિણ અને મધ્ય ગુજરાતના સુરત, નવસારી, ભરૂચ, આણંદ અને વડોદરાના કરજણ અને કોસંબા વિસ્તારમાં જિલ્લાઓમાં હિંસક બન્યું હતું.
14 ઓગસ્ટ 2003ના રોજ હજારો ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમણે વ્યસ્ત નેશનલ હાઈવે નંબર 8 (NH-8) ને સંપૂર્ણપણે જામ કરી દીધો હતો. ખેડૂતોએ ટ્રેક્ટર અને વાહનો આડા મૂકીને વાહનવ્યવહાર ખોરવી નાખ્યો હતો.
ઉશ્કેરાયેલા ખેડૂતોના ટોળા અને પોલીસ વચ્ચે સીધું ઘર્ષણ થયું હતું. કોસંબા નજીક દામરોડ ખાતે આશરે 4,000 થી વધુ ખેડૂતોના ટોળાએ પોલીસ પર ભારે પથ્થરમારો કર્યો હતો.
અશ્રુવાયુના અસંખ્ય શેલ છોડ્યા હતા.
હૃદયરોગના હુમલાથી પોલીસ અધિકારીનું મોત થયું હતું.
7 પોલીસકર્મીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો આ ઘર્ષણ અને લાઠીચાર્જમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. નવસારી અને સુરતમાંથી 400 થી વધુ અને વડોદરા, આણંદ તથા ભરૂચ જિલ્લામાંથી આશરે 900 થી વધુ મળીને 1,300 ખેડૂતોની અટકાયત કરી હતી.

આ ઘટના વર્ષ 2003માં ગુજરાતના ઇતિહાસમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા સૌથી મોટા ઘર્ષણોમાંની એક ગણાય છે.

આ પણ વાંચો:

Related Posts

Ahmedabad Waterlogging: અમદાવાદના પોશ વિસ્તારમાં પાણીનો કહેર! મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના વિસ્તારમાં લોકોનો તંત્ર સામે રોષ
  • July 24, 2026

Ahmedabad Waterlogging: રાજ્યના સૌથી વિકસિત શહેર તરીકે ઓળખાતા અમદાવાદમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને લઈને ફરી ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. શહેરના ઘુમા વિસ્તારમાં આવેલી હરિઓમ વિલા સોસાયટીમાં વરસાદ બાદ સર્જાયેલી…

Continue reading
Yuvrajsinh Jadeja to JP Nadda: ગુજરાતમાં પેપર લીક મુદ્દે યુવરાજસિંહ જાડેજાનો જે.પી. નડ્ડા પર સીધો હુમલો, ‘ગુજરાતના 34 પેપર લીક કેમ છુપાવ્યા?’
  • July 23, 2026

Yuvrajsinh Jadeja to JP Nadda: ગુજરાતમાં સરકારી ભરતી પરીક્ષાઓ અને યુનિવર્સિટી પરીક્ષાઓમાં થયેલા કથિત પેપર લીકના મુદ્દે આમ આદમી પાર્ટી (AAP)ના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Student Protest: NEET મુદ્દે મોદીનો મોટો નિર્ણય, પરંતુ વિદ્યાર્થીઓની 3 મુખ્ય માંગો પર કોઈ જવાબ નહીં

  • July 24, 2026
  • 1 views
Student Protest: NEET મુદ્દે મોદીનો મોટો નિર્ણય, પરંતુ વિદ્યાર્થીઓની 3 મુખ્ય માંગો પર કોઈ જવાબ નહીં

Modi Gujarat protests: પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના સમયમાં ગુજરાતમાં અનેક વખત લાઠીચાર્જ, 4 વખત જનતાના આંદોલન પર ક્રૂરતાથી પોલીસ તૂટી પડી હતી

  • July 24, 2026
  • 6 views
Modi Gujarat protests: પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના સમયમાં ગુજરાતમાં અનેક વખત લાઠીચાર્જ, 4 વખત જનતાના આંદોલન પર ક્રૂરતાથી પોલીસ તૂટી પડી હતી

Ahmedabad Waterlogging: અમદાવાદના પોશ વિસ્તારમાં પાણીનો કહેર! મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના વિસ્તારમાં લોકોનો તંત્ર સામે રોષ

  • July 24, 2026
  • 6 views
Ahmedabad Waterlogging: અમદાવાદના પોશ વિસ્તારમાં પાણીનો કહેર! મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના વિસ્તારમાં લોકોનો તંત્ર સામે રોષ

Student Protest: મૂળ મુદ્દો શિક્ષણનો છે, બાકી બધી ચર્ચાઓ માત્ર ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે

  • July 24, 2026
  • 11 views
Student Protest: મૂળ મુદ્દો શિક્ષણનો છે, બાકી બધી ચર્ચાઓ માત્ર ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે

Gurugram Waterlogging: ગુરુગ્રામ દર વર્ષે કેમ ડૂબી જાય છે? કરોડોની મિલેનિયમ સિટીની ચોંકાવનારી હકીકત

  • July 24, 2026
  • 16 views
Gurugram Waterlogging: ગુરુગ્રામ દર વર્ષે કેમ ડૂબી જાય છે? કરોડોની મિલેનિયમ સિટીની ચોંકાવનારી હકીકત

PM Modi on Paper Leak: વિદ્યાર્થી આંદોલન વચ્ચે પીએમ મોદીનું નિવેદન, ત્રણ વર્ષમાં ચાર વાર એ જ વાયદો

  • July 24, 2026
  • 13 views
PM Modi on Paper Leak: વિદ્યાર્થી આંદોલન વચ્ચે પીએમ મોદીનું નિવેદન, ત્રણ વર્ષમાં ચાર વાર એ જ વાયદો