
Modi Swadeshi Definition: ખર્ચાળ ગણાતાં વડાપ્રધાન મોદીની સમસ્યા દિવસ ને દિવસે વધતી જઈ રહી છે. ત્યારે હવે તેમની સ્વદેશીની અંગત વાખ્યાથી તેઓ વધુ વિવાદમાં આવ્યા છે. તેમણે કહ્યું કે મારી સ્વદેશીની વ્યાખ્યા સિમ્પલ છે. નાણાનો રંગ કાળો હોય કે સફેદ, મને કોઈ ફરક પડતો નથી. મતલબ મોદી હવે કાળા નાણાની પોતાની વ્યાખ્યા જ બદલી નાખી.
મોદીએ માત્ર વોટ મેળવવા પહેલા કહ્યુ કે સ્વીઝ બેન્કમાંથી કાળું નાણું લાવી દેશના લોકોને 15 લાખ આપીશું. જો કે તે પણ ના આવ્યું. કાળું નાણાં શોધવા અને આતંકવાદીઓને શોધવા મોદીએ નોટબંધી કરી, જોકે તે પણ નિષ્ફળ રહી. ઉપરથી કાળાં નાણાંનો ધંધો વધી ગયો. મોદીનો બીજો કહેવાનો મતલબ એવો છે કે સ્વદેશી વસ્તુઓમાં દેશનો પરસેવો હશે, પૈસા જ્યાંથી આવે ત્યાથી તેનાથી કોઈ લેવા દેવા નથી. ચાહે ભ્રષ્ટાચારના હોય કે ગમે તે રીતે આવ્યા હોય.
હાલ મોદીની વાતનો મતલબ એટલો જ છે કે કાળા નાણાંથી મને કોઈ લેવા દેવા નથી. લોકોને કાળું નાણું પાછુ લાવવાની લાલચ આપી વડાપ્રધાન મોદી આજે ફરી ગયા છે. લોકોને સતત છેતરી રહ્યા છે. લોકોને આશાઓ સાથે રમત રમી રહ્યા છે. પણ હવે લોકો જાગી ગયા છે. સબ સારાની વાતો કરતાં મોદીની ચાલને પકડી પાડી છે.
મોદી સમસ્યાને અવસરમાં બદલમાં માહેર છે. જોકે આ વખતે તેઓ ચારેકોરથી ફસાયા છે. રાહુલ ગાંધીએ વોટ કૌભાંડ બહાર લાવ્યા બાદ તેઓ વધુ ફસાયા છે. બીજી તરફ તેમના જ મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેમનો સાથ છોડી દીધો છે. ભારત પર 50 ટકા ટેરિફ લાગુ કરી દીધો છે. વિશ્વ કક્ષાએ તેમને સતત પછાડ મળી રહી છે. મોદીને ઘણા દેશોએ સહયોગ કરવાનું બંધ કરી દીધું છે.
હવે મોદીના કારનામાઓને યાદ કરી લોકો ધિક્કારી રહ્યા છે. પુલવા હુમલો હોય કે પહેલગામ હુમલો દરેકનો જવાબ આપવામાં મોદી નિષ્ફળ રહ્યા છે. આરોપ છે કે મોદીએ દેશની વિદેશનીતી, દેશની સુરક્ષા, આર્થિક સ્થિતિને ડામાડોળ કરી નાખી છે. દેશને મોંઘવારીમાં ધકેલી દીધો છે. જેથી હવે મોદીની સત્તાના પાયા ડગમગી રહ્યા છે.
ત્યારે આ જ મુદ્દે જુઓ વીડિયોમાં વધુ રસપ્રદ ચર્ચા
આ પણ વાંચો:
Vote Scam: મોદી ભલે ડિગ્રી છૂપાવે, વોટ કૌભાંડથી કેવી રીતે બચશે?, શું મોદીના વળતાં પાણી?
Sambhal: સંભલના તંત્રએ મસ્જિદ તોડી પાડી, SDM એ શું કહ્યું?
કંડલા-મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયું 21 હજાર કરોડ રૂપિયાનું હવાલા કૌભાંડ
UP Crime: હેલો!, હું તારી સૌતન બોલું, પતિના ફોનથી આવ્યો કોલ, રડી રડીને પત્નીનું મોત, શું છે કારણ!