Modi: રાજકારણમાં કોણ ક્યારે કઈ પાર્ટીમાં બેસી જાય તે નક્કી નહિ અને એક સમયે જેની ટીકા અને નિંદા કરતા હોય તેના વખાણ પણ કરવા મંડી પડે! આવું અનેક નેતાઓને લાગુ પડે છે જેમાં સૌથી મોટા નરેન્દ્ર મોદીના ટીકાકાર અર્જુન મોઢવાડીયા હવે કોંગ્રેસ છોડ્યા બાદ નરેન્દ્ર મોદીના સૌથી મોટા ફેન બની ગયા છે અને મોદીજીના વખાણ કરતા થાકતા નથી.
ગુજરાતના રાજકારણમાં એક સમયે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે નરેન્દ્ર મોદીના પ્રખર ટીકાકાર રહેલા મોઢવાડિયા હવે ભાજપમાં જોડાયા બાદ પીએમ મોદી અને તેમની નીતિઓના ભરપેટ વખાણ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે માર્ચ 2024માં લોકસભા ચૂંટણી પહેલા અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા.
હવે તેઓ પીએમ મોદીને “મોટા દિલના નેતા” (Big-hearted leader) ગણાવી રહયા છે અને ભૂતકાળમાં વિપક્ષમાં હોવા છતાં મોદીએ પોરબંદર એરપોર્ટ જેવા પ્રોજેક્ટ્સ માટે તેમની રજૂઆતો સ્વીકારી હોવાનો કિસ્સો યાદ કરાવી રહયા છે.તેઓ પીએમ મોદીથી પ્રભાવિત થઈ ‘વિકસિત ભારત’ ના સ્વપ્નને સાકાર કરવા માટે ભાજપમાં જોડાયા હોવાનું જણાવી રહયા છે.તાજેતરમાં (માર્ચ 2026), તેમણે પીએમ મોદીના નેતૃત્વમાં મહિલા સશક્તિકરણ અને ગુજરાતમાં સેમિકન્ડક્ટર હબ બનવાની પ્રક્રિયાની પણ પ્રશંસા કરી છે.
હાલમાં તેઓ ગુજરાત સરકારમાં મંત્રી તરીકે સેવા આપી રહ્યા છેમહત્વનું છે કે અર્જુન મોઢવાડીયા જ્યારે અગાઉ કોંગ્રેસમાં હતા ત્યારે તેમણે પીએમ મોદી વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદો કરી હતી અને મોદી વિરુદ્ધ સતત તીખી રાજકીય ટિપ્પણીઓ કરતા રહેતા હતા જેઓ હવે મોદી ભક્ત બની ગયા હોવાનું જણાવી સિનિયર પત્રકાર દિલીપ પટેલે મોઢવાડીયા એ ભૂતકાળમાં કરેલી વાતો યાદ અપાવી વિસ્તૃત છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!









