Iran War Update: ટ્રમ્પની ઈરાનને ચેતવણી “હોર્મુઝ માર્ગ ખોલવા 48 કલાક આપું છું!” ઈરાનની વળતી ધમકી, “આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાણીના પ્લાન્ટ ઉડાવી દઈશું!”

  • World
  • March 22, 2026
  • 0 Comments

Iran War Update: અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે 23મો દિવસ છે,હોર્મુઝ માર્ગ ખોલવા ટ્રમ્પે હાથ ખંખેરી લીધા બાદ દુનિયાભરમાં ટ્રમ્પની ફજેતી થતા હવે ગીન્નાયેલા ટ્રમ્પે હોર્મુઝ માર્ગ ખોલવા માટે ઈરાનને અલ્ટીમેટમ આપ્યું છે, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઇરાનને ચેતવણી આપતા કહ્યું છે કે “જો ઈરાન 48 કલાકની અંદર હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણ રીતે નહિ ખોલેતો અમેરિકા હવે ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલો કરશે, ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર રવિવારે લખ્યું, ‘જો ઇરાન 48 કલાકની અંદર હોર્મુઝને નહીં ખોલે, તો અમેરિકા ઇરાનના પાવર પ્લાન્ટ પર હુમલો કરશે અને તેમને તબાહ કરી દેશે અને શરૂઆત સૌથી મોટા પ્લાન્ટથી થશે.

દરમિયાન ટ્રમ્પની આ ધમકી સામે ઈરાને પણ વળતી ચેતવણી આપી છે કે જો તેના પાવર પ્લાન્ટને અમેરિકા દ્વારા નિશાન બનાવવામાં આવશે, તો તે મિડલ ઇસ્ટમાં અમેરિકા અને ઇઝરાયલ સાથે સંકળાયેલા તમામ ઊર્જા માળખા પર હુમલો કરશે અને વિશ્વની ઈન્ટરનેટ સેવા ખતમ કરી પીવાના પાણીના પ્લાન્ટ ઉડાવી દેશે.

ઇરાનના ખાતમ અલ-અનબિયા સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા ઇબ્રાહિમ ઝુલ્ફાઘારીએ કહ્યું કે ઇરાન અમેરિકા અને ઇઝરાયલ સાથે સંકળાયેલા દરિયાઈ પાણીને મીઠું બનાવતા પ્લાન્ટ (ડિસેલિનેશન પ્લાન્ટ) અને આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ હુમલો કરશે જો,આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખોરવાયું તો દુનિયાભરમાં ઈન્ટરનેટ સેવાઓ ઠપ્પ થઈ જશે.

ઈરાનના પરમાણુ સ્થળે હુમલો થયા બાદ હવે ઇરાને પણ ઇઝરાયલના દક્ષિણી શહેર ડિમોના પર બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો, જેના કારણે લગભગ 100 લોકો ઘાયલ થયા,મહત્વનું છે કે ડિમોનામાં ઇઝરાયલનું ન્યુક્લિયર પ્રોગ્રામ સેન્ટર છે અને આ વિસ્તારમાં ઇરાને હુમલા કર્યા છે, નોંધનીય છે કે ઈઝરાયલે ગઇકાલે જ ઈરાનના પરમાણુ કેન્દ્ર પર હુમલો કર્યો હતો, જેના જવાબમાં ઈઝરાયલના ન્યુક્લિયર રીએક્ટર જ્યાં આવેલા તે ડિમોનામાં ઈરાને મિસાઈલો છોડી હતી અહીં મોટી સંખ્યામાં ભારતીયોની વસ્તી છે.

આમ,હવે ઈરાને જાહેર કરી દીધું છે કે તે “જેવા સાથે તેવા” મતલબ ટિટ-ફોર-ટેટની નીતિ સાથે હુમલા કરશે, ઇઝરાયલના હોમ ફ્રન્ટ કમાન્ડે દેશના દક્ષિણ ભાગમાં શાળાઓ બંધ કરી દીધી છે અને 50 થી વધુ લોકોને એકસાથે ભેગા થવા પર પ્રતિબંધ મૂક્યો છે.કાન બ્રોડકાસ્ટર અનુસાર, આ પ્રતિબંધો નેગેવ, લાકીશ અને ડેડ સીના વિસ્તારોમાં લાગુ કરવામાં આવ્યા છે. આ નિર્ણય ઈરાન દ્વારા થયેલા મિસાઈલ હુમલાઓ પછી લેવામાં આવ્યો છે.

ઇરાને ઇઝરાયલના અરાદ શહેરમાં પણ મિસાઇલ હુમલા કર્યા છે જેમાં ઘાયલોની સંખ્યા વધીને 89 થઈ ગઈ છે. તેમાંથી 10ની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. આ માહિતી ઇઝરાયલની ઇમરજન્સી સેવા મેગન ડેવિડ એડોમે આપી છે, રિપોર્ટ અનુસાર, આ હુમલો એક રહેણાંક વિસ્તારમાં થયો હતો, જ્યાં મિસાઈલ પડવાથી ભારે નુકસાન થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

આમ,ઈરાન મરણીયું બન્યું છે અને ઈઝરાયેલ તેમજ અમેરિકન સૈન્ય ઠેકાણાંઓ ઉપર હુમલા ચાલુ રાખ્યા છે તે ઝુકવા તૈયાર નથી, બીજી તરફ હવે ટ્રમ્પ હોર્મુઝ માર્ગ ખોલવામાં વામણા સાબિત થયા અને જાહેર કર્યું કે જે તે દેશ પોતાની રીતે હોર્મુઝથી પોતાના જહાજ કાઢે અમે કઈ કરવાના નથી.

આ નિવેદન બાદ ટ્રમ્પની ફજેતી થતા અકળાયેલા ટ્રમ્પે હવે ઈરાન ને હોર્મુઝ ખોલવા 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે ત્યારે ઇરાને પણ હોર્મુઝ નહિ ખોલવા મુદ્દે અડગ રહી વળતા જવાબમાં આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખોરવી નાખવા સહિત પાણીના પ્લાન્ટ તોડી નાખવા સહિત
ભયાનક હુમલાની વળતી ધમકી આપતા વિશ્વ ઉપર સંકટના વાદળો ઘેરાયા છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Iran War: વિશ્વના સૌથી એડવાન્સ અમેરિકી ફાઇટર જેટ F-35ને એકજ મિસાઇલથી ઈરાને તોડી પાડ્યું!! વિડીયો જાહેર
  • March 22, 2026

Iran War: દુનિયાના સુપર પાવર ગણાતા અમેરિકાનું સમગ્ર વિશ્વમાં એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ ફાયટર જેટ F-35ને ઇરાને તોડી પાડ્યાનો દાવો કરી તેનો વિડીયો જાહેર કરી ખળભળાટ મચાવ્યો છે, ઈરાની મીડિયા પ્રેસ…

Continue reading
Pakistan: અમેરિકા જો પાકિસ્તાન ઉપર હુમલો કરેતો આપણે ભારત ઉપર હુમલો કરી દઈશું!! પાકિસ્તાનની કટ્ટર માનસિકતા છતી થઈ!!
  • March 22, 2026

Pakistan: અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન ઉપર હુમલો કર્યા બાદ પશ્ચિમ એશિયામાં અસ્થિરતાનો માહોલ છે ત્યારે હવે પાકિસ્તાનને એવો ડર છે કે હવે પછીનો ટાર્ગેટ પાકિસ્તાન હોય શકે છે, આ અટકળો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War: વિશ્વના સૌથી એડવાન્સ અમેરિકી ફાઇટર જેટ F-35ને એકજ મિસાઇલથી ઈરાને તોડી પાડ્યું!! વિડીયો જાહેર

  • March 22, 2026
  • 3 views
Iran War: વિશ્વના સૌથી એડવાન્સ અમેરિકી ફાઇટર જેટ F-35ને એકજ મિસાઇલથી ઈરાને તોડી પાડ્યું!! વિડીયો જાહેર

Pakistan: અમેરિકા જો પાકિસ્તાન ઉપર હુમલો કરેતો આપણે ભારત ઉપર હુમલો કરી દઈશું!! પાકિસ્તાનની કટ્ટર માનસિકતા છતી થઈ!!

  • March 22, 2026
  • 4 views
Pakistan: અમેરિકા જો પાકિસ્તાન ઉપર હુમલો કરેતો આપણે ભારત ઉપર હુમલો કરી દઈશું!! પાકિસ્તાનની કટ્ટર માનસિકતા છતી થઈ!!

Iran War Update: ટ્રમ્પની ઈરાનને ચેતવણી “હોર્મુઝ માર્ગ ખોલવા 48 કલાક આપું છું!” ઈરાનની વળતી ધમકી, “આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાણીના પ્લાન્ટ ઉડાવી દઈશું!”

  • March 22, 2026
  • 10 views
Iran War Update: ટ્રમ્પની ઈરાનને ચેતવણી “હોર્મુઝ માર્ગ ખોલવા 48 કલાક આપું છું!” ઈરાનની વળતી ધમકી, “આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાણીના પ્લાન્ટ ઉડાવી દઈશું!”

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 7 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 5 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 9 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”