
Kanti Amrutiya: મોરબીમાં રોડ રસ્તાઓની બિસ્માર હાલત અને વરસાદી પાણી ભરાવાના મુદ્દે સ્થાનિક લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. આ વચ્ચે ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતીયા અને જિલ્લા પંચાયતના સદસ્ય તેમજ સિંચાઈ ચેરમેન અજય લોરીયા વચ્ચે ચાલતી રાજકીય કોલ્ડ વોર હવે જાહેર થયું છે. રસ્તાઓના નિર્માણ અને જાળવણીના મુદ્દે બંને નેતાઓ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો છે, જેનાથી ભાજપનો આંતરિક માહોલ ગરમાયો છે.
મોરબીમાં ખરાબ રસ્તાની સ્થિતિથી સ્થાનિકોમાં રોષ
મોરબીના રહેવાસીઓ રસ્તાઓમાં પડેલા મોટા ખાડાઓ અને વરસાદી પાણી ભરાવાથી પરેશાન છે. કાલિકા પ્લોટ વિસ્તારમાં સ્થાનિકોએ રોડ, ગટર અને પાણીની સમસ્યાઓને લઈને ધારાસભિય કાંતિ અમૃતિયાની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
અજય લોરીયાનો આક્ષેપ
કાંતિ અમૃતીયા ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ નથી કરતા તેવો આઆક્ષેપ કરતા અજય લોરીયાએ જણાવ્યું કે, કાંતિ અમૃતીયા 30 વર્ષથી મોરબીના ધારાસભ્ય હોવા છતાં શહેરમાં રસ્તાઓ અને ભૂગર્ભ ગટરોની સ્થિતિ ખરાબ છે. તેમણે દાવો કર્યો કે, ધારાસભ્ય તરીકે અમૃતીયા ફાળવેલી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરવામાં નિષ્ફળ રહ્યા છે. લોરીયાએ એમ પણ કહ્યું કે, તેણે જાતે લોકફાળાથી 7 માર્ગો બનાવ્યા, જેનો શ્રેય લેવાને બદલે અમૃતીયા ખોટા આક્ષેપો કરી રહ્યા છે. લોરીયાએ વધુમાં કહ્યું, “મોરબીનું કોઈ પણ કામ હોય, રાત્રે 2 વાગે ફોન કરજો, હું હાજર રહીશ. જ્યાં સુધી રોડ નહીં બને, હું દર અઠવાડિયે આંટો મારીશ.”
ઝૂલતો પુલ દુર્ઘટનામાં કાંતિ અમૃતિયા લોકોના જીવ બચાવવાની જગ્યાએ ફોટા પડાવવામાં સમય વેડફયો
2022ની મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના દરમિયાન કાંતિ અમૃતીયાએ બચાવ કામગીરીમાં ભાગ લીધો હતો, જેની ઘણા લોકોએ પ્રશંસા કરી હતી. જોકે, અજય લોરીયાએ આ મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપ્યું કે, “જો કાંતિભાઈએ સેલ્ફી વીડિયો ન લીધો હોત, તો 3 લોકો બચી શક્યા હોત.”
મોરબીના રાજકારણમાં ગરમાવો
મોરબીના રસ્તાઓની ખરાબ સ્થિતિએ સ્થાનિક લોકોની સાથે ભાજપના નેતાઓને પણ એકબીજા સામે લાવી દીધા છે. કાંતિ અમૃતીયા અને અજય લોરીયા વચ્ચેનો આ વિવાદ હવે જાહેર થઈ ગયો છે, જેનાથી રાજકીય માહોલ ગરમાયો છે.
આ પણ વાંચોઃ
Israel iran War: ઇઝરાયલે હમાસ કમાન્ડરને ઠાર માર્યો, 75 આતંકવાદી ઠેકાણાઓ પર કર્યો હુમલો
Journalist Ajit Anjum એ ખોલી વધુ એક પોલ, બિહારમાં મતદારોની જાણ બહાર ફોર્મ થયા સબમિટ
Earthquack News:ભારત સહિત ત્રણ દેશોમાં ભૂકંપના આંચકા, જાણો વિગતો
Vadodara: રજા પાડનાર વિદ્યાર્થીને શિક્ષકે લાફો મારતા કાનનો પડદો ફાટ્યો, શિક્ષકને શું સજા થઈ?
Dharma: દાનનો મહિમા, અંગરાજ કર્ણ દાનવીર કેવી રીતે કહેવાયા?
Uttar Pradesh: નકલી પોલીસ ગર્લફ્રેન્ડને મળવા ગયો, પરિવારે ઝડપ્યો અને પછી ફૂટ્યો ભાંડો