ઉત્તરાયણના દિવસે 108ને 3700થી વધુ ઈમરજન્સી કોલ; દોરીથી 5 વર્ષના બાળક સહિત 6 લોકોના મોત

  • Gujarat
  • January 15, 2025
  • 1 Comments

ખુશીનો પર્વ ઉતરાયણ અનેક પરિવારો માટે દુ:ખ લઈને આવ્યું છે. રાજ્યમાં ઉત્તરાયણના દિવસે વિવિધ ઘટનાઓમાં 6 લોકોએ દોરીના કારણે પોતાનો અમુલ્ય જીવન ગુમાવતા પરિજનો ઉપર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. પંચમહાલ, વડોદરા, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, મહેસાણા સહિતના જિલ્લામાં દોરી વાગવાની અનેક ઘટનાઓ સામે આવી છે.

રાજ્યમાં મંગળવારે ઉત્તરાયણ દરમિયાન દોરી વાગવાના બનાવને ધ્યાનમાં રાખીને 108 એમ્બ્યુલન્સ સહિતની સેવા કાર્યરત હતી. ઉત્તરાયણના તહેવારમાં 108 એમ્બ્યુલન્સને સાંજ 6 વાગ્યાથી સુધીમાં કુલ 3700થી વધુ ઈમરજન્સી કોલ મળ્યા હોવાનું સામે આવ્યું છે. જેમા રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 732, સુરતને 320, રાજકોટને 235, વડોદરાને 234, ભાવનગરને 157, પંચમહાલને 134, દાહોદને 130, ગાંધીનગરને 118 કોલ મળ્યા હતા.

પિતા સાથે ફુગ્ગો લેવા ગયેલો બાળક દોરીનો બન્યો ભોગ

પંચમહાલના હાલોલના પાનોરમા ચોકડી પાસે પાંચ વર્ષના બાળકનું પતંગની દોરીથી ગળું કપાતા મોત નીપજ્યું હતું. કુણાલ નામનો બાળક પોતાના પિતા સાથે બાઇક પર ફુગ્ગા લેવા ગયો હતો. જ્યાં અચાનક એક પતંગની દોરી આડી આવતાં બાળકને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. દોરી વાગતાં જ પિતા તાત્કાલિક તેને હૉસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જ તેનું મોત થયું હતું.

રાજકોટમાં એક આશાસ્પદ યુવકનું મોત

રાજકોટના કુવાડવા રોડ પસાર થઈ રહેલા યુવકના ગળા દોરી ફસાઈ જતાં ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે બાઈક ચાલકને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ જતી વખતે યુવકનું મોત નીપજ્યું હતું.

સુરેન્દ્રનગરના પાટડીના યુવકનું કપાયું ગળુ

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના ઓડુ ગામના ઈશ્વર ઠાકોર નામનો યુવક પતંગની દોરીના ભોગ બન્યો હતો. ઈશ્વરના ગળાના ભાગે દોરી વાગતા ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા સમયે રસ્તામાં જ તેને દમ તોડ્યો હતો.

વડોદરામાં મહિલાનું મોત

વડોદરાના કરજણ, પાદરા, છાણી સહિતના વિસ્તારોમાં દોરીથી ગંભીર ઈજાઓ પહોંચ્યાના છ ઘટનાઓ સામે આવી છે. જેમાં છાણીમાં દોરી વાગવાથી મધુરી પટેલ (ઉં.વ. 35)નું મોત નીપજ્યું હતું. જ્યારે પાદરામાં કરખડી ગામના યુવકનું પતંગની દોરીથી ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકને ગળાના ભાગે 30 ટાંકા આવ્યા હતા.

મહેસાણાના વડનગરમાં યુવકનું મોત

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના વડબાર ગામના માનસાજી ઠાકોર કામ અર્થે વડનગર ગયા હતા. આ પછી માનસાજી પોતાનું કામ પતાવીને બાઈક પરથી ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ગળાના ભાગે દોરી વાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. માનસાજીને ગળાના ભાગે ગંભીર ઈજા થતાં તાત્કાલિક સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ભાવનગરમાં ત્રણ વર્ષની બાળકીને ગંભીર ઈજા, એકનું મોત

ભાવનગરમાં પતંગની દોરી વાગવાની બે અલગ-અલગ ઘટનામાં એકનું મોત અને એકને ગંભીર ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. જેમાં જાનવી બારૈયા નામની ત્રણ વર્ષની બાળકીને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે નિકુલ પરમાર નામના શખ્સને ગળાના ભાગે દોરી તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને દુનિયાને અલવિદા કહ્યું હતું.

આ પણ વાંચો-કેજરીવાલ-સિસોદિયા સામે લીકર કૌભાંડનો કેસ ચલાવવા EDને કેન્દ્રીય ગૃહમંત્રાલયે આપી મંજૂરી

Related Posts

Amreli: રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું, પિતાએ બાળકને મોતના મુખમાંથી બચાવ્યો
  • August 8, 2025

Amreli: અમરેલી જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. જશવંતગઢથી રાંઢીયા રોડ ઉપર આવેલી બાયોકોલ ફેક્ટરી પાસે એક હચમચાવનારી ઘટના બની, જે લાઈવ CCTV કેમેરામાં કેદ થઈ ગઈ.…

Continue reading
Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું
  • August 8, 2025

Bharuch: ભરૂચ જિલ્લામાં આંગણવાડી કાર્યકર મહિલાઓને એક અજાણ્યા શખ્સ દ્વારા સરકારે આપેલા સીમકાર્ડ પર ન્યૂડ વીડિયો કોલ કરીને હેરાન કરવામાં આવી રહ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ શખસે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Amreli: રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું, પિતાએ બાળકને મોતના મુખમાંથી બચાવ્યો

  • August 8, 2025
  • 4 views
Amreli: રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું, પિતાએ બાળકને મોતના મુખમાંથી  બચાવ્યો

Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

  • August 8, 2025
  • 7 views
Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

  • August 8, 2025
  • 19 views
Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

  • August 7, 2025
  • 10 views
Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

  • August 7, 2025
  • 6 views
Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

  • August 7, 2025
  • 18 views
Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?