કેજરીવાલ-સિસોદિયા સામે લીકર કૌભાંડનો કેસ ચલાવવા EDને કેન્દ્રીય ગૃહમંત્રાલયે આપી મંજૂરી

  • India
  • January 15, 2025
  • 0 Comments

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હીમાં લીકર કૌભાંડ સાથે જોડાયેલા કથિત મની લોન્ડ્રિંગ મામલે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા પર કેસ ચલાવવા માટે ઈડીને મંજૂરી આપી દીધી છે. આ પહેલાં દિલ્હી એલજી વિનય કુમાર સક્સેનાએ અરવિંદ કેજરીવાલ પર કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. ગત વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, ઈડીને સરકારી કર્મચારીઓ પર કેસ ચલાવતા પહેલાં મંજૂરી લેવાની રહેશે.

અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે, મારી અને અન્યની સામે ઈડીની ચાર્જશીટ ગેરકાયદેસર છે. કારણકે, ફરિયાદ નોંધતા પહેલા અધિકારીઓએ પૂર્વ પરવાનગી નહતી લીધી. ડિસેમ્બર 2024માં ઈડીએ એલજીને પત્ર લખીને કેસ ચલાવવા માટે મંજૂરીની માંગ કરી હતી. જેમાં લીકર કૌભાંડ મામલે કેજરીવાલ ‘કિંગપિન અને પ્રમુખ ષડયંત્રકાર’ જણાવવામાં આવ્યું હતું.

તાજેતરમાં, દિલ્હી હાઈકોર્ટે વિધાનસભામાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) રિપોર્ટ પર ચર્ચામાં મોડું થતા આમ આદમી પાર્ટીના નેતૃત્વવાળી દિલ્હી સરકારને ઠપકો આપ્યો હતો. જસ્ટિસ સચિન દત્તાની સિંગલ-જજ બેન્ચે કહ્યું કે, CAG રિપોર્ટ ગૃહમાં રજૂ ન કરવો પડે, તેથી દિલ્હી સરકારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાનું બંધ કરી દીધું છે.

ભાજપે CAG રિપોર્ટને ટાંકીને દાવો કર્યો કે, લીકર કૌભાંડથી દિલ્હીને 2026 કરોડ રૂપિયા મહેસૂલનું નુકસાન થયું હતું. ભાજપે દાવો કર્યો કે, દિલ્હી લીકર કૌભાંડમાં આમ આદમી પાર્ટીના નેતાઓને લાંચ મળી છે. દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટી સરકારને ફટકાર લગાવતા કહ્યું કે, CAG રિપોર્ટ પર જે પ્રકારે તમે તમારા પગ પાછા ખેંચી લીધા છે, તેનાથી તમારી પ્રામાણિકતા પર શંકા ઊભી થાય છે. હાઈકોર્ટે આગળ ભાર આપતા કહ્યું કે, રિપોર્ટ તુરંત સ્પીકરને મોકલવો જોઈતો હતો અને તેના પર ગૃહમાં ચર્ચા શરૂ થવી જોઈતી હતી.

આ પણ વાંચો- કર્ણાટકની કોંગ્રેસ સરકારના અઢી વર્ષ પુરા થતાં મળી શકે છે નવા દલિત મુખ્યમંત્રી

Related Posts

Bhogapuram Airport Inauguration: ભોગપુરમ એરપોર્ટના ભવ્ય ઉદ્ઘાટનને લઈને ખર્ચ પર સવાલો, જાહેર માહિતીના અભાવે ચર્ચા તેજ
  • August 5, 2026

Bhogapuram Airport Inauguration: આંધ્ર પ્રદેશના ભોગપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટના ઉદ્ઘાટન સમારોહને લઈને જાહેર ચર્ચા તેજ બની છે. કાર્યક્રમની ભવ્યતા, તેમાં થયેલા ખર્ચ અને સરકારી નાણાંના ઉપયોગ અંગે અનેક સવાલો ઉઠી રહ્યા…

Continue reading
Mehbooba Mufti Protest: મહબૂબા મુફ્તીએ કલમ 370 હટાવવાના નિર્ણયના વિરોધમાં પ્રદર્શન કર્યું, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારાઈ
  • August 5, 2026

Mehbooba Mufti Protest: જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ની અધ્યક્ષ મહબૂબા મુફ્તીએ મંગળવાર (4 ઓગસ્ટ)ની રાત્રે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કર્યું.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhogapuram Airport Inauguration: ભોગપુરમ એરપોર્ટના ભવ્ય ઉદ્ઘાટનને લઈને ખર્ચ પર સવાલો, જાહેર માહિતીના અભાવે ચર્ચા તેજ

  • August 5, 2026
  • 1 views
Bhogapuram Airport Inauguration: ભોગપુરમ એરપોર્ટના ભવ્ય ઉદ્ઘાટનને લઈને ખર્ચ પર સવાલો, જાહેર માહિતીના અભાવે ચર્ચા તેજ

Mehbooba Mufti Protest: મહબૂબા મુફ્તીએ કલમ 370 હટાવવાના નિર્ણયના વિરોધમાં પ્રદર્શન કર્યું, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારાઈ

  • August 5, 2026
  • 4 views
Mehbooba Mufti Protest: મહબૂબા મુફ્તીએ કલમ 370 હટાવવાના નિર્ણયના વિરોધમાં પ્રદર્શન કર્યું, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારાઈ

Special court NEET case: NEET-UG 2026 કેસથી સ્પેશિયલ કોર્ટમાં શરૂ થશે પ્રથમ ટ્રાયલ, 23 વર્ષથી અટવાયેલા 26 CBI કેસોનું શું થશે?

  • August 5, 2026
  • 5 views
Special court NEET case: NEET-UG 2026 કેસથી સ્પેશિયલ કોર્ટમાં શરૂ થશે પ્રથમ ટ્રાયલ, 23 વર્ષથી અટવાયેલા 26 CBI કેસોનું શું થશે?

Jantar Mantar Protest Terror Plot: જંતર-મંતરથી રેલવે ટ્રેક સુધી કથિત આતંકી ષડયંત્રનો ખુલાસો, પંજાબ પોલીસે 9ની ધરપકડ કરી

  • August 5, 2026
  • 4 views
Jantar Mantar Protest Terror Plot: જંતર-મંતરથી રેલવે ટ્રેક સુધી કથિત આતંકી ષડયંત્રનો ખુલાસો, પંજાબ પોલીસે 9ની ધરપકડ કરી

Youth Protest India: યુવાનોનો વધતો રોષ મોદી સરકાર માટે કેમ બન્યો સૌથી મોટો પડકાર? રોજગાર, પેપર લીક અને AIએ વધારી ચિંતા

  • August 5, 2026
  • 8 views
Youth Protest India: યુવાનોનો વધતો રોષ મોદી સરકાર માટે કેમ બન્યો સૌથી મોટો પડકાર? રોજગાર, પેપર લીક અને AIએ વધારી ચિંતા

Gujarat Farmer Protest: 5 લાખ ખેડૂતોની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેમ છેતરપિંડી કરી?

  • August 5, 2026
  • 12 views
Gujarat Farmer Protest: 5 લાખ ખેડૂતોની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેમ છેતરપિંડી કરી?