
MP Devusinh Chauhan controversy: ખેડાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના ગીતા અને વેદ વિશેના એક વિવાદાસ્પદ નિવેદનથી બ્રહ્મ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. દેવુસિંહ ચૌહાણે ખૂંખાર મેલડી બારેજા ધામમાં આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, “ગીતા અને વેદની વાતો અને કર્મકાંડ સમાજને બીજી દિશામાં દોરી જાય છે.” આ નિવેદનથી બ્રહ્મ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હોવાનું માનવામાં આવે છે, જેના કારણે વિરોધનો સૂર ઉઠ્યો છે.
દેવુસિંહ ચૌહાણએ શું કહ્યું?
આ વિવાદને લઈને દેવુસિંહ ચૌહાણે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે તેમના નિવેદનનો હેતુ બ્રહ્મ સમાજની લાગણીઓને દુભાવવાનો ન હતો. તેમણે દાવો કર્યો કે તેમના શબ્દોને ખોટી રીતે સમજવામાં આવ્યા છે અને મીડિયા દ્વારા તેને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. દેવુંસિંહ ચૌહાણે માફી માગવાનો પ્રયાસ કર્યો અને જણાવ્યું કે તેમનું નિવેદન ધાર્મિક ગ્રંથોનું અપમાન કરવા માટે નહીં, પરંતુ ચોક્કસ સંદર્ભમાં લોકોને ગેરમાર્ગે દોરવાની વાત કરવા માટે હતું. જોકે, આ સ્પષ્ટીકરણથી બ્રહ્મ સમાજનો રોષ સંપૂર્ણ શાંત થયો નથી, અને સમાજે તેમને સનાતન ધર્મ અને બ્રહ્મ સમાજની માફી માગવાની માગણી કરી છે.
બ્રહ્મ સમાજના આગેવાનોએ દેવુસિંહ ચૌહાણના નિવેદનની કરી નિંદા
બ્રહ્મ સમાજના આગેવાનોએ દેવુસિંહ ચૌહાણના નિવેદનની નિંદા કરી છે અને તેમને જાહેરમાં માફી માગવા જણાવ્યું છે. આ નિવેદનને લઈને સમાજમાં નારાજગીનો માહોલ છે, અને કેટલાકે આને ધાર્મિક ગ્રંથોનું અપમાન ગણાવ્યું છે.આ વિવાદ દેવુસિંહ ચૌહાણની રાજકીય છબી અને બ્રહ્મ સમાજ સાથેના તેમના સંબંધો પર કેવી અસર કરશે, તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે. હાલમાં, આ મુદ્દે વધુ સ્પષ્ટતા અને હેમાંગ રાવલના સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચોઃ
Israel iran War: ઇઝરાયલે હમાસ કમાન્ડરને ઠાર માર્યો, 75 આતંકવાદી ઠેકાણાઓ પર કર્યો હુમલો
Journalist Ajit Anjum એ ખોલી વધુ એક પોલ, બિહારમાં મતદારોની જાણ બહાર ફોર્મ થયા સબમિટ
Earthquack News:ભારત સહિત ત્રણ દેશોમાં ભૂકંપના આંચકા, જાણો વિગતો
Vadodara: રજા પાડનાર વિદ્યાર્થીને શિક્ષકે લાફો મારતા કાનનો પડદો ફાટ્યો, શિક્ષકને શું સજા થઈ?
Dharma: દાનનો મહિમા, અંગરાજ કર્ણ દાનવીર કેવી રીતે કહેવાયા?
Uttar Pradesh: નકલી પોલીસ ગર્લફ્રેન્ડને મળવા ગયો, પરિવારે ઝડપ્યો અને પછી ફૂટ્યો ભાંડો