
Mumbai: મહારાષ્ટ્રના મુંબઈના માનખુર્દ વિસ્તારનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેનાથી લોકો ચોંકી ગયા છે. આ વીડિયોમાં, એક વ્યક્તિ તેના પીટબુલ શ્વાનથી 11 વર્ષના માસૂમ બાળકને જાણી જોઈને ડરાવી રહ્યો છે અને શ્વાન બાળકને કરડી રહ્યો છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ ભયાનક ઘટના દરમિયાન, ત્યાં હાજર કેટલાક લોકો હસતા હતા અને વીડિયો બનાવી રહ્યા હતા, પરંતુ કોઈએ બાળકને મદદ કરી ન હતી. તમને જણાવી દઈએ કે પીટબુલ વિશ્વના સૌથી ખતરનાક અને જીવલેણ શ્વાનમાંનો એક છે.
બાળક રિક્ષામાં ફસાઈ ગયો
આ ઘટના 17 જુલાઈના રોજ બની હોવાનું કહેવાય છે. હમઝા નામનો 11 વર્ષનો બાળક તેના મિત્રો સાથે ઓટોરિક્ષામાં રમી રહ્યો હતો. તે સમયે એક બાળકે જોરથી બૂમ પાડી – ‘ પિટબુલ !’. સોહેલ ખાન તરીકે ઓળખાતો એક માણસ પિટબુલ સાથે એ જ ઓટોરિક્ષામાં બેઠો હતો. બધા બાળકો ડરીને ભાગી ગયા, પરંતુ હમઝા ત્યાં જ ફસાઈ ગયો. આ વીડિયો ભયાનક છે.
બાળક જીવ બચાવવા માટે ઓટોમાંથી કૂદી પડ્યો
પછી જે બન્યું તે ખૂબ જ પીડાદાયક હતું. સોહેલે પહેલા હમઝાને પિટબુલથી ડરાવ્યો, પછી શ્વાનને તેની પાછળ ધકેલી દીધો. હમઝા પોતાનો જીવ બચાવવા માટે ઓટોમાંથી કૂદી પડ્યો, પરંતુ પિટબુલ તેનો પીછો કરતો રહ્યો અને તેને ઘણી જગ્યાએ કરડ્યો હતો.
બાળકના પિતાએ ફરિયાદ નોંધાવી
બાળકના પિતાએ આ ઘટના અંગે માનખુર્દ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે, પોલીસે આરોપી સોહેલ ખાન વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 291 (બેદરકારીપૂર્વક જોખમ ઊભું કરવું), 125 (ઇરાદાપૂર્વક ઇજા પહોંચાડવી) અને 125A (ખતરનાક પ્રાણી દ્વારા હુમલો કરવો) હેઠળ કેસ નોંધ્યો છે.
આરોપી પોલીસ કસ્ટડીની બહાર
હાલમાં, આરોપી પોલીસ કસ્ટડીની બહાર છે, અને પોલીસ તેને શોધી રહી છે. આ ઘટના માત્ર કાયદો અને વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરે છે, પરંતુ સમાજની અસંવેદનશીલતા પણ ઉજાગર કરે છે. જ્યારે એક નિર્દોષ પોતાના જીવન માટે લડી રહ્યો હતો, ત્યારે લોકો દર્શક બનીને વીડિયો બનાવી રહ્યા હતા.
#मुंबई के मानखुर्द में इंसानियत को शर्मसार करने वाली घटना..शख्स ने अपने पालतू कुत्ते से मासूम बच्चे को जानबूझकर कटवाया..
बच्चा ऑटो में खेल रहा था, आरोपी सोहैल खान कुत्ते को लाया और उसके मुंह पर कटवा दिया.. pic.twitter.com/x8uN7mgQ0A— News Art (न्यूज़ आर्ट) (@tyagivinit7) July 20, 2025
પીડિત બાળકનું નિવેદન
હવે આ કેસમાં પીડિત બાળકનું નિવેદન સામે આવ્યું છે.પીડિત સગીર છોકરાએ આરોપી સોહેલ ખાને પીટબુલ કૂતરાને તેના પર છોડી દેવા અંગે કહ્યું, ‘અમે બેઠા હતા અને વાતો કરી રહ્યા હતા. મારા એક મિત્રએ તેને (આરોપી કૂતરા માલિક) પૂછ્યું કે તે પીટબુલ સાથે ક્યાં જઈ રહ્યો છે. તે કૂતરાને લઈને અમારી તરફ આવવા લાગ્યો. બધા ભાગી ગયા, પણ હું ભાગી શક્યો નહીં. તે કૂતરાને મારી તરફ છોડી રહ્યો હતો અને હસતો હતો. આ દરમિયાન કૂતરાએ મને કરડ્યો અને પછી હું ત્યાંથી ભાગી ગયો. તેણે મારા કપડાં પણ પકડી લીધા. હું ખૂબ ડરી ગયો હતો. તમને જણાવી દઈએ કે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.’
મુંબઈ પોલીસે શું કાર્યવાહી કરી?
આ અંગે મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, ’17 જુલાઈની રાત્રે લગભગ 10: 00 વાગ્યે, ફરિયાદીનો સગીર પુત્ર રહેણાંક વિસ્તારમાં પાર્ક કરેલી રિક્ષામાં રમી રહ્યો હતો, ત્યારે આરોપી મોહમ્મદ સોહેલ ખાને, જે તે જ વિસ્તારનો પરિચિત છે, ઇરાદાપૂર્વક તેના ભૂરા પાલતુ કૂતરાને છોડી દીધો. નિયંત્રણ અને દેખરેખના અભાવે, કૂતરાએ બાળકને દાઢી પર કરડ્યો, જેનાથી તે ઘાયલ થયો. ફરિયાદીના વિગતવાર નિવેદનના આધારે, માનખુર્દ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 291 , 125, 125 (A) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીને BNS ની કલમ 35 (૩) હેઠળ નોટિસ ફટકારવામાં આવી છે.’
આ પણ વાંચોઃ
Sabarkantha: તલોદમાં સર્વિસ રોડ ઉપર મસમોટા ભૂવા પડ્યા, લોકોમાં અકસ્માતનો ભય
Bhavnagar: રેલવે વિભાગમાં ભ્રષ્ટાચાર, રેલવેનો એન્જિનિયર લાખોની લાંચ લેતા ઝડપાયો








