
Ruchi Gujjar: મે મહિનામાં રૂચિ ગુજ્જરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં PM મોદીના ફોટાવાળો નેકલેસ પહેરી લોકોનું ધ્યાન ખેંચ્યું હતુ. આ હાર પહેર્યાની પોસ્ટ વડાપ્રધાન મોદીને પણ ટેગ કરી હતી. જોકે તે હાલ તેના હારને લઈ નહીં પણ તેની સામે નોંધાઈ લઈ FIRને લઈ ચર્ચામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ફિલ્મ નિર્માતા કરણ સિંહ ચૌહાણ વિરુદ્ધ 24 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવનાર રુચિ ગુજ્જર ખૂદ ફસાઈ ગઈ છે. મુંબઈની અંબોલી પોલીસે ફિલ્મ ‘સો લોંગ વેલી’ના નિર્માતા માન લાલ સિંહની ફરિયાદ પર રૂચી ગુર્જર સહિત 6 લોકો વિરુદ્ધ FIR નોંધી છે.
આમંત્રણ પ્રીમિયર શો ઘૂસવું મોંઘુ પડ્યું
રૂચિ પર આરોપ છે કે તેણે પ્રીમિયર શો દરમિયાન તેના અંગત સુરક્ષા ગાર્ડ સાથે પરવાનગી વિના સિનેમા હોલમાં પ્રવેશ કર્યો હતો અને હોબાળો મચાવ્યો હતો. તેણે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો અને ફિલ્મના પ્રીમિયરમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના 25 જુલાઈના રોજ અંધેરી વેસ્ટના સિનેપોલિસ સિનેમામાં બની હતી, જ્યાં રાત્રે 9 વાગ્યે ફિલ્મનો પ્રીમિયર શો યોજવામાં આવ્યો હતો.
ફરિયાદી માન લાલ સિંહે પોલીસને જણાવ્યું હતું કે ફિલ્મ ‘સો લોંગ વેલી’ 2023 થી નિર્માણ હેઠળ હતી. તેની સત્તાવાર રિલીઝ 25 જુલાઈના રોજ હતી. પરંતુ પ્રીમિયર શો પહેલા, રાત્રે લગભગ 8:40 વાગ્યે રુચિ ગુર્જર ચાર મહિલાઓ અને કેટલાક બોડી ગાર્ડ્સ સાથે સિનેમા હોલમાં પહોંચી. તેણી કોઈપણ આમંત્રણ કે પરવાનગી વિના પ્રવેશી.
રૂચિએ ફિલ્મના પ્રીમિયરમાં હંગામો મચાવ્યો
તેણે ત્યાં હાજર લોકો સામે જોરથી બૂમ પાડી કે તે ફિલ્મનો પ્રીમિયર થવા દેશે નહીં. તેણે નિર્માતા માન લાલ સિંહ સાથે દુર્વ્યવહાર કર્યો અને પૈસા માંગતી વખતે તેમને ધમકી પણ આપી. જ્યારે ત્યાં હાજર સુરક્ષા કર્મચારીઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે રુચિના બોડીગાર્ડ્સે તેણીને ધક્કો માર્યો અને રુચિએ પોતે પણ તેણીના ચપ્પલ કાઢીને માન સિંહ પર હુમલો કર્યો. એટલું જ નહીં, રુચિએ પ્લાસ્ટિકની બોટલ પણ ફેંકી.
આ ઘટનામાં મદીના સૈયદ, ફરઝાના શેખ, શબનમ સલીમ, રુકસાર શેખ અને સોહરાબ ફારૂક શેખના નામ શખ્સો સામે પણ FIR દાખલ કરાઈ છે. અંબોલી પોલીસના જણાવ્યા અનુસાર, તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી છે અને પૂછપરછ બાદ તેમને નોટિસ આપીને ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યા છે.
હાલમાં અંબોલી પોલીસ કેસની તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ સહિત અન્ય પુરાવાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:
Ruchi Gujjar: રૂચિ ગુજ્જરે PM મોદીના ફોટાવાળો હાર કેમ પહેર્યો?, આપ્યો ચોકાવનારો જવાબ!
Gujarat Heavy Rain: અમદાવાદ સહિત રાજ્યભરમાં ડબલ એન્જિનનાં વિકાસને “કાદવ”માં ડૂબાડતાં મેઘરાજા
UP: શાળાઓ મર્જ કરવાના યોગી સરકારના નિર્ણય સામે ભારે વિરોધ, વિદ્યાર્થીઓની અટકાયત કરતાં ભારે હોબાળો
America plane fire: પ્લેન ઉડાન ભરે તે પહેલા લાગી આગ, જે મુસાફરોનું થયું તે જોઈ હચમચી જશો!
Gujarat heavy rain: બનાસકાંઠામાં મેઘતાંડવ, 7 ઇંચ વરસાદથી જળબંબાકાર, 1 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી
મોદી માત્ર શોબાજી કરે છે, કંઈ જ દમ નથી: રાહુલે ભડાસ કાઢી કહ્યું કે મારી આટલી ભૂલો છે! | Rahul Gandhi