
Donald Trump Vs Elon Musk: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક વચ્ચે ઘણા સમયથી ઝઘડા ચાલી રહ્યા છે. કોઈને કોઈ બાબતે બંને ઝઘડતા રહે છે. હાલમાં જ બંને વચ્ચે વિવાદો સમ્યા હતા. ત્યારે હવે ફરી ટ્રમ્પે મસ્કને ધમકી આપતાં ખળબળાટ મચ્યો છે.
ટ્રમ્પ અને મસ્ક વચ્ચે શબ્દયુદ્ધ એવા સમયે શરૂ થયું છે જ્યારે સેનેટમાં વન બિગ, બ્યુટીફુલ બિલ પર મતદાન ચાલી રહ્યું છે. એલોન મસ્કે ફરી એકવાર બિલ વિરુદ્ધ નિવેદન આપ્યું છે. ત્યારે હવે ટ્રમ્પે પણ મસ્કને મોટું સંભળાવ્યું છે.
ટ્રમ્પે કહ્યું કે એલોન મસ્કને ખબર છે કે હું ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપતી નીતિઓનો વિરોધી છું. દરેક વ્યક્તિને ઇલેક્ટ્રિક કાર ખરીદવા માટે ફરજ પાડી શકાય નહીં. મસ્કને કદાચ માનવ ઇતિહાસમાં કોઈપણ વ્યક્તિ કરતાં વધુ સબસિડી મળી હશે, પરંતુ જો સબસિડી ન મળે તો કદાચ તેમણે પોતાનો વ્યવસાય બંધ કરીને દક્ષિણ આફ્રિકા પાછા જતુ રહેવું પડશે. આવી સ્થિતિમાં ન તો આટલા બધા રોકેટ લોન્ચર, સેટેલાઇટ કે ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન થશે, અને આ રીતે આપણે ઘણા પૈસા બચાવી શકીશું.
ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન એલોન મસ્કની તે પોસ્ટ પછી આવ્યું છે જેમાં મસ્કે ટ્રમ્પના વન બિગ, બ્યુટીફુલ બિલની ટીકા કરી હતી અને કહ્યું હતું કે જો બિલ ગૃહમાં પસાર થશે, તો તેઓ એક નવો રાજકીય પક્ષ બનાવશે.
એલોન મસ્ક મૂળ દક્ષિણ આફ્રિકાના છે. તેમનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. 1989માં 17 વર્ષની ઉંમરે, મસ્ક દક્ષિણ આફ્રિકાથી કેનેડા ગયા અને પછી કેનેડાથી અમેરિકા ગયા. તેમણે અમેરિકામાં જ પોતાનો વ્યવસાય ઘણો વિકાસ કર્યો.
ટ્રમ્પ અને મસ્કના સંબંધો ઉદય અને પતન
તાજેતરમાં મસ્ક રાષ્ટ્રપતિ ટ્રમ્પના મજબૂત સમર્થક હતા. જોકે એકાએક બંને વચ્ચેના સંબંધો પહેલા જેવા રહ્યા નથી. રાષ્ટ્રપતિ બન્યા પછી, ટ્રમ્પે એલોન મસ્કને ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ એક્સપેન્ડિચર (DOGE) માં નિયુક્ત કર્યા. જોકે, વિવાદ વધ્યા પછી તરત જ મસ્કે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું. ત્યારથી એલોન મસ્ક અને ટ્રમ્પ વચ્ચે અણબનાવ થયો છે. મસ્કે તો એમ પણ કહ્યું કે તેમની મદદ વિના ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ગયા હોત. જોકે, થોડા દિવસો પછી, મસ્કે પણ તેમના નિવેદન પર અફસોસ વ્યક્ત કર્યો.