
Nadiad News: ગુજરાતમાં લૂખ્ખા તત્વોનો આતંક વધ્યો છે. ક્યાંક ચોરી, હત્યા, દુષ્કર્મની ઘટનાઓ રોજે રોજ બનતી રહે છે. ત્યારે ગઈકાલે રાત્રે નડિયાદમાં જ્વેલર્સને લૂંટનો પ્રયાસ થયો હતો. બે શખ્સોએ એરગનથી હવામાં ફાયરિંગ કરતાં ભયનો છવાઈ ગયો હતો. આજુબાજુથી લોકો દોડી આવતાં લૂંટારુ શખ્સો નાસી છૂટ્યા હતા. જેથી સોનાનો વેપારી લૂંટતો બચી ગયો છે.
ખેડા જીલ્લાના વડા મથક નડિયાદમાં ગઈકાલે રાત્રે લગભગ 9 વાગ્યે સોનાના વેપારીને લૂંટવાનો પ્રયાસ થયો હતો. સોની બજારમાં સુરજ ટચ નામની દુકાન ધરાવતા પૃર્ણાક સાળુકે દુકાન બંધ કરીને 40 હજાર રૂપિયા રોકડ લઈને એક્ટિવા પર જઈ રહ્યા હતા. તેમની સાથે તેમની માસીનો દીકરો ઓમકાર પણ હતો. ત્યારે પૃર્ણાકભાઈ નજીક પહોંચતા લૂંટારુઓ એક્ટિવા આગળ આવીને ઊભા રહી ગયા હતા. ત્યારે તમની પાસેથી બંને શખ્સોએ રોકડ ભરેલો થેલો ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો.
એક શખ્સે એરગનથી હવામાં ફાયરિંગ કરી રૂપિયા ભરેલી બેગની માગી હતી. જો કે વેપારીએ બેગ આપવાની ન પાડી બુમાબુમ કરતાં લૂંટારુઓ ત્યાથી ફરાર થઈ ગયા હતા. આ ઘટના મામલે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે CCTV ફૂટેજ મેળવીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ Dahod: દાહોદમાં નાસતાં ફરતાં આરોપી ડ્રોનની મદદથી ઝડપાયા, જુઓ વિડિયો આરોપીઓ કેવી રીતે ઝડપાયા?