
BJP News:ભાજપ માટે અગાઉ થયેલી અગાહીઓ આજે સાચી પડી છે અને આગળ પણ શું થવાનું છે તેની વિસ્તૃત છણાવટ વરિષ્ઠ પત્રકાર દિલીપ ભાઈ પટેલે કરી છે જે નીચે આપેલો વિડીયો જોવાનું ચૂકશો નહિ
જાણીતા ફ્રેંચ ભવિષ્યવેત્તા માઈકલ ડી. નોસ્ટરડેમસે વર્ષો અગાઉ ભારતની ભારતીય જનતા પાર્ટી માટે એક આગાહી કરી હતી જે લેટિન ભાષામાં હતી જે ભવિષ્યવાણી મોટેભાગે આજના સમયમાં સાચી પુરવાર થઈ છે.
આ અગાહીમાં માત્ર ભાજપની વાત છે પણ નેતાઓની કોઈ વાત નથી પણ નોંધનીય બાબતતો એ છે,1998, 2001, 2007, 2013માં જે બન્યું તે બધું સાચુ પડ્યુ છે અને એમાંય વળી ગુજરાતમાં તો તે ભવિષ્યવાણી 100 ટકા સત્ય સાબિત થઈ છે.
ફેબ્રુઆરી 2000માં ફ્રાંસના ‘લ્યાન’ શહેરમાં નોસ્ટરડેમસની કેટલીક અપ્રકાશિત પુરાણો પટારો મળી આવ્યો જેમાં લેટીન ભાષામાં ભારતની બાબતમાં વિશેષ કરીને બે પાનાં ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણીઓના ઉલ્લેખ છે.
જેમાં જણાવાયું હતું કે 21મી સદીમાં ભારતીય જનતા પાર્ટી બહાર આવશે અને કોંગ્રેસ ધીરે ધીરે પતનના ખાડામાં સમાઈ જશે.
■સત્તા મેળવવા માટે ભાજપા પોતાના સિધ્ધાંતોને છોડી દેશે
■શિક્ષણ જેવા જવલંત વાસ્તવિક મુદ્દાઓ પર ચર્ચા નહીં થાય પણ તેના સ્થાને ભાજપા પોતાની સર્વ શક્તિ એક શ્વેત મહિલા પર આક્રમક બની તેની સામે વિરોધ કરવામાં વ્યતીત કરશે.
તે શ્વેત મહિલા સોનિયા ગાંધી હોઈ શકે છે.
■નોસ્ટરડેમસે કરેલા અન્ય પરિવર્તન કે જેમાં પંચાયતના સ્વરૂપમાં ગામડાઓને શક્તિપ્રદાન કરવું, સંસ્કૃતને રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો આપવો, ઈતિહાસનું પુનઃલેખન કરાવવું,પુરાતન સાંસ્કૃતિક ગતિવિધિયોનું પુનર્જાગરણ જેવા કે પ્રાણાયામ, યોગ, વગેરેને શિક્ષણ ક્ષેત્રમાં અને અન્ય દૈનિક જીવનચર્યામાં સામેલ કરવા ઉપરાંત સંવિધાનના પ્રજાતાંત્રિક સ્વરૂપને કાયમ રાખીને એમાં બદલ કરવો તેમજ ઈડીયન એર લાઈન્સને પ્રાઈવેટ ક્ષેત્રમાં સમાવવી વગેરે છે.
■ભાજપા પોતાની સેક્યુલર છબી બનાવવા માટે કોંગ્રેસ જેવી બની જશે, રાજ્યમાં ભ્રષ્ટાચાર, અફસરશાહી,વી.આઈ.પી.નો દબદબો વધશે.
■સત્તા ભૂખ વધશે એના આંતરિક સ્વરૂપને કેન્સરની માફક તેમ કરી દેશે.
ભારતની સ્વાયત્તતાની કિંમત પર તે અમેરિકન ઑક્ટોપસને રીઝવવા પ્રયાસ કરશે.
■ચાઈનાના ખતરાને નજરઅંદાજ કરશે અને ભૂલી જશે કે ઉપમહાદ્વીપમાં સ્થિરતા માટે પાક સાથે પરિસંઘ રચવાની મહત્ત્વની એક આવશ્યક્તા છે.
ફ્રાંસ સાથે દોસ્તી ખતમ કરી દેશે.
મહાન સંત વિચારક અરવિંદ ઘોષના શબ્દોને ભૂલી જશે.
કેટલાક સમય પછી ભારતીય જનતા પાર્ટી વહેંચાઈ જશે.
સમાતંર પાર્ટીનું ગઠન કરશે અને એમાં આદર્શો તરીકે એ સિધ્ધાંતો હશે જે ભાજપાએ છોડી દીધા હતા, ચૂંટણીઓ લાવવામા આવશે અને કેટલાક સુધારા થશે.
■બુદ્ધિવાદી લોકો આધુનિકરણ માટે બેસશે.
સંસ્કૃત સર્વમાન્ય થઈ જશે.
ભારત સાર્ક દેશોના સંઘને ગઠિત કરશે.
આ બધીજ આગાહીઓ આજે સાચી પડતી જણાઈ રહી છે.
(ઓજસ્વીનાના માર્ચ 2000ના અંકમાંથી સાભાર.)
આજની ભાજપની સ્થિતિ પણ એવીજ છે જેની આગાહી થઈ છે આ અંગે વિસ્તૃત ચર્ચા કરશે વરિષ્ઠ પત્રકાર શ્રી દિલીપભાઈ પટેલ,વિડીયો જોવાનું ચૂકશો નહિ,પસ્તુત છે વિડીયો
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!





