Narendra Modi: પ્રધાનમંત્રી કાર્યાલય નું નામ બદલીને “સેવા તીર્થ” કરાયું છે,જે “સત્તા” થી “સેવા”માં સાશન પરિવર્તન દર્શાવે છે
મોદી સરકાર માનવુ છે કે નામ બદલીને “સત્તા” ને “સેવા” અને “જવાબદારી” ના પ્રતીક તરીકે એક નવી પહેલ શરૂ થઈ છે જે વહીવટી ફેરફારોની શ્રેણીનો એક ભાગ છે.આ ફેરફાર “ગુલામીની માનસિકતા” ને દૂર કરવા અને “શાસનમાં સેવાની ભાવનાને સમર્પિત કરી પ્રોત્સાહન આપવા” માટેનો એક ભાગ છે.
આ ફેરફાર તાજેતરના નામ ફેરફારો જેવો જ છે, જેમ કે રાજપથનું નામ બદલીને “કાર્તવ્ય પથ” કરવું અને રાજભવનનું નામ બદલીને “લોક ભવન” કરવું. પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન, જે અગાઉ 7 રેસકોર્સ રોડ પર સ્થિત હતું, તેનું નામ પણ 2016 માં “લોક કલ્યાણ માર્ગ” રાખવામાં આવ્યું હતું.સરકાર કહે છે કે આ પરિવર્તન ફક્ત વહીવટી જ નહીં, પણ સાંસ્કૃતિક અને નૈતિક પણ છે.
પ્રધાનમંત્રી કાર્યાલયનું નવું સંકુલ, જે હવે ‘સેવા તીર્થ’ નામ આપવામાં આવ્યું છે, તે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક ભાગ છે તે હવે આધુનિક સંકુલમાં સ્થળાંતર કરી રહ્યું છે.હવે આ અંગે સિનિયર પત્રકાર શ્રી મયુરભાઈ જાની જણાવે છે કે નામ બદલવાથી શુ થશે?જો રંગા-બિલ્લાના નામ રામ અને શ્યામ રાખી દઈએ તો શું ફેર પડવાનો? મૂળ વાત માનસિકતાની કે કાર્યપધ્ધતિની છે જે માટે ચર્ચામાં શ્રી મયુરભાઈ જાની સાથે ચર્ચામાં જોડાયા છે રાજેશ ઠાકર જેઓએ આ મુદ્દે વિસ્તૃત છણાવટ કરી હતી જે વિડીયો જોવાનું ચૂકશો નહિ
જુઓ વિડીયો
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!







