
Sancharsaathi: મોદી સરકારે હવે ભારતના તમામ મોબાઇલ ફોન પર સંચાર સાથી એપ ઇન્સ્ટોલ કરવાનું ફરજિયાત બનાવ્યું છે,શું તમને લાગે છે કે સંચાર સાથી એપ સર્વેલન્સ માટે છે કે પછી તમારી સુરક્ષા માટે? સરકારના આ નિર્ણય ઉપર સિનિયર પત્રકાર મેહુલ ભાઈ વ્યાસ શુ કહે છે તે સાંભળો, આ માટે નીચે આપેલો વિડીયો જૂઓ
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયામાં જારી કરાયેલા બે મોટા સરકારી આદેશોએ ટેક ઉદ્યોગને હચમચાવી નાખ્યો છે.ગતતા. 28 નવેમ્બરના રોજ, ટેકનોલોજી વિભાગ (DoT) એ WhatsApp અને Telegram જેવી મેસેજિંગ એપ્લિકેશનો માટે સિમ બાઇડિંગ ફરજિયાત કરવાના આદેશો જારી કર્યા બાદ સ્માર્ટફોન ઉત્પાદન કરતી કંપનીઓને તેમના ફોનમાં પહેલાથી સાથી સંચાર એપ ઇન્સ્ટોલ કરવા આદેશ કર્યો બાદ વેચવાનો આદેશ કર્યો છે.
સરકાર દાવો કરે છે કે આ પગલાં ડિજિટલ કૌભાંડો અને છેતરપિંડીના કોલ્સને રોકવામાં મદદ કરશે, પરંતુ ટેક નિષ્ણાતો ચિંતિત છે. ET ટેલિકોમ (REF.) ના એક અહેવાલ મુજબ, ટેકનોલોજી નિષ્ણાતો તેમને વપરાશકર્તાની ગોપનીયતા માટે આ.જોખમી અને કંપનીઓના વ્યવસાય મોડેલોને સંભવિત રીતે અસર કરી શકે છે.
અહેવાલમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે આ આદેશ કાનૂની પડકારનો સામનો કરી શકે છે.
હાલ તમામ સ્માર્ટફોન કંપનીઓને સંચાર સાથી મોબાઇલ એપ પહેલાથી ઇન્સ્ટોલ કરેલા ફોન વેચવાનો આદેશ આપવામાં આવ્યો છે અને આમ કરવામાં નિષ્ફળ રહેનાર કંપનીને દંડ થશે. આ કંપનીઓને 90 દિવસની અંદર આદેશનો અમલ કરવા અને 120 દિવસની અંદર DoT ને અનુપાલન અહેવાલ સબમિટ કરવા કહેવામાં આવ્યું છે.
આ મુદ્દે સિનિયર પત્રકાર મેહુલ ભાઈ વ્યાસે સરકારના આ નિર્ણય અંગે ખાસ વિશ્લેષણ કર્યું છે જોવાનું ચૂકશો નહિ,જુઓ વિડીયો
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!







