Narendramodi: દેશમાં ટ્રમ્પ અને શકરાચાર્યનો મુદ્દો નરેન્દ્રભાઇ મોદી અને યોગી સરકારને કેમ અકળાવી રહ્યો છે? જુઓ વિશેષ અહેવાલ

Narendramodi: દેશમાં હાલ બે મુદ્દા ઉપર ખૂબજ ચર્ચા છે એક ટ્રમ્પ અને મોદી વિશેની એ ચર્ચા કે જેમાં ટ્રમ્પ 71મી વખત કહ્યું કે ભારત-પાક વચ્ચેનું સીઝ ફાયર તેમના કહેવાથી થયું અને દુનિયા આખીમાં ઢોલ પીટી રહયા છે પણ મોદી સાહેબ આ બાબતે ચુપકી સાધી બેઠા છે અને પોતે કઈ બોલતા નથી અને બીજો મુદ્દો છે શકરાચાર્ય ના પદ માટેનો એ મુદ્દો જે હાલ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે.

વિશ્લેષકો આ મામલે પોતપોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહયા છે જેમાં The Gujarat Report ઉપર જાણીતા વિશ્લેષક અને પત્રકાર ડૉ. રાકેશ પાઠકે આ મુદ્દા ઉપર જોરદાર વિશ્લેષણ કરી પોતાનો મત રજૂ કર્યો હતો જે અહીં નીચે આપેલા વીડિયોમાં પ્રસ્તુત છે તે જોવાનું ચૂકશો નહિ આપને યાદ અપાવી દઈએ કે પ્રયાગરાજમાં પાલખી રોકવાનો મામલો ખૂબ ગાજયો અને આ બધા વચ્ચે તાજેતરમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્ર્વરાનંદને માઘ મેળા પ્રશાસને નોટિસ જારી કરી છે.

મેળા પ્રાધિકરણે કહ્યું કે- તમે શંકરાચાર્ય છો એવું 24 કલાકમાં સાબિત કરો તે સમયે સોમવારે રાત્રે 12 વાગ્યે કાનૂનગો અનિલ કુમાર માઘ મેળામાં શંકરાચાર્યના શિબિરે પહોંચ્યા. તેમણે શંકરાચાર્યના શિષ્યોને નોટિસ લેવા કહ્યું. શિષ્યોએ નોટિસ લેવાનો ઇનકાર કર્યો. કહ્યું- આટલી રાત્રે કોઈ નથી. સવારે આવજો કાનૂનગો અનિલ કુમાર બીજા દિવસે મંગળવારે સવારે ફરી શંકરાચાર્ય શિબિરે પહોંચ્યા અને ત્યાં ગેટ પર નોટિસ ચોંટાડી દીધી. નોટિસ મેળા પ્રાધિકરણના ઉપાધ્યક્ષ દ્વારા જારી કરવામાં આવી હતી તેમાં લખ્યું હતું કે… જ્યોતિષ્પીઠમાં શંકરાચાર્ય પદનો મામલો હજુ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. કોર્ટે 14 ઓક્ટોબર 2022 ના રોજ આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી આ કેસનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી, ત્યાં સુધી કોઈને પણ શંકરાચાર્ય ઘોષિત કરી શકાય નહીં, ન તો કોઈનો પટ્ટાભિષેક કરી શકાય છે.

કોર્ટે આ પદ પર કોઈને બેસાડવા પર રોક લગાવી છે. આ મામલે અત્યાર સુધી કોઈ નવો આદેશ આવ્યો નથી. કેસ હજુ પણ કોર્ટમાં પેન્ડિંગ છે. તેમ છતાં, માઘ મેળા દરમિયાન અવિમુક્તેશ્ર્વરાનંદે પોતાના શિબિરમાં લાગેલા બોર્ડ પર પોતાને જ્યોતિષ્પીઠના શંકરાચાર્ય લખ્યા છે. આ કૃત્યથી સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન થયું છે. 24 કલાકમાં જણાવો કે પોતાને શંકરાચાર્ય કેવી રીતે લખી રહ્યા છે.

મૌની અમાસના દિવસે વિવાદ થયો હતો

મૌની અમાસે તા. 18 ફેબ્રુઆરીના રોજ શંકરાચાર્ય અવિમુક્તેશ્ર્વરાનંદ પાલખીમાં બેસીને શિષ્યો સાથે સંગમ સ્નાન માટે જઈ રહ્યા હતા તે સમયે પોલીસે તેમને રોક્યા. પગપાળા સંગમ માટે જવા કહ્યું. પરંતુ શિષ્યો માન્યા નહીં અને તેમની પાલખી ત્યાંથી દૂર લઈ જવામાં આવી,છત્ર તૂટ્યું, શંકારાચાર્ય ઘરણા ઉપર બેઠા વગરે ઘટનાક્રમ સર્જાયો અને ત્યારબાદ જે થયું તે સૌએ જોયું છે.હવે આ મુદ્દો હાલમાં ચર્ચાસ્પદ બની ગયો છે ત્યારે પ્રસ્તુત છે આ મુદ્દા ઉપર થયેલી ચર્ચા સાથેનું વિશ્લેષણ જુઓ વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ
  • March 23, 2026

UP: મથુરાના પ્રખ્યાત ગૌ રક્ષક સંત ચંદ્રશેખર કે જેઓ ફરસા વાલે બાબા તરીકે જાણીતા હતા તેમનું ૨૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ સવારે એક ટ્રકે અડફેટમાં લેતા તેઓનું મોત થયું ગયું…

Continue reading
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?
  • March 23, 2026

 SHANKARACHARY: દેશમાં એક તરફ હિન્દૂ સંગઠનો લવ જેહાદ વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહયા છે તો બીજી તરફ કટ્ટર હિન્દુવાદી સંસ્થા RSSના પ્રચારક ઈન્દ્રેશ કુમારે 10 લાખ હિન્દુ છોકરીઓને મુસલમાનો સાથે નિકાહ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 6 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 8 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 10 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 11 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

  • March 23, 2026
  • 15 views
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા

  • March 22, 2026
  • 9 views
War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા