Adani: નરેન્દ્ર મોદીની છત્રછાયામાં મજા કરતા “અદાણી” ટ્રમ્પના રડારમાંથી છટકી નહિ શકે! હવે શું થશે? વિરષ્ઠ ધારાશાસ્ત્રી અશોક અરોરા શુ કહે છે?જુઓ ખાસ અહેવાલ

Adani: નરેન્દ્ર ભાઈ મોદી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેઓનું એક સૂત્ર ખૂબજ ફેમસ થયું હતુ “હું ખાતો નથી અને ખાવા દેતો નથી!” આ સૂત્ર સાથે તેઓએ કહ્યું હતું કે ‘હું ચોકીદાર છું!’ તેઓએ ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ ઝુંબેશ ચલાવવાનું બીડું ઝડપ્યું હતું પણ એ શક્ય ન બની શક્યું અને નરેન્દ્રભાઈ મોદીના ખાસ મનાતા ઉદ્યોગપતિ અદાણીએ મોટા પાયે ગફલા કર્યા હોવાછતાં કોઈ કાર્યવાહી થતી નથી અને હવેતો દેશના સીમાડા વટી છેક અમેરિકામાં તેમના નામની ચર્ચા છે.

મહત્વનું છે કે ગૌતમ અદાણી અને અન્ય સાત વરિષ્ઠ અધિકારીઓ પર અમેરિકામાં ગંભીર આરોપો લાગ્યા છે. આ કેસની વાત કરવામાં આવે તો ગૌતમ અદાણી અને તેમના સહયોગીઓ પર ભારતમાં સોલર પાવર પ્રોજેક્ટ્સના કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય સરકારી અધિકારીઓને આશરે $250 મિલિયન (લગભગ ₹2,100 કરોડ) ની લાંચ આપવાનો અથવા આપવાની ઓફર કરવાનો આરોપ લાગેલો છે, સાથેજ અમેરિકન પ્રોસિક્યુટર્સ જે રીતે દાવો કરી રહ્યા છે તે મુજબ અદાણીએ આ ગ્રીન એનર્જીની આ લાંચની વિગતો છુપાવીને અમેરિકન રોકાણકારો અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પાસેથી $3 બિલિયન થી વધુનું ભંડોળ એકત્ર કર્યું હતું

આરોપ એવો પણ લાગ્યો છે કે તપાસ દરમિયાન પુરાવાનો નાશ કરીને ખોટી માહિતી આપીને ન્યાયની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

ન્યૂયોર્કની કોર્ટે ગૌતમ અદાણી અને સાગર અદાણી વિરુદ્ધ ધરપકડના વોરંટ જારી કર્યા છે આવા સમયે આ મામલો દેશ સહિત વિદેશમાં પણ ભારે ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે The Gujarat Reportના MD મયુર જાનીએ જાણીતા ધારાશાસ્ત્રી અશોક અરોરા સાથે વાત કરી કાયદાકીય રીતે આ પ્રકરણમાં તેઓની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો હતો જેમાં અરોરા સાહેબે ખૂબજ સચોટ વિસ્તુત રીતે વિશ્લેષણ કર્યું હતું જે અત્રે પ્રસ્તુત કરીએ છીએ,વિડીયો જોવાનું ચૂકશો નહિ

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

India: અમેરિકા-યુરોપ અને ભારતની ટ્રેડ ડીલથી નરેન્દ્ર મોદી સામે કેમ આંગળીઓ ઉઠી રહી છે? જુઓ વિસ્તૃત વિશ્લેષણ
  • February 12, 2026

India: ભારતમાં પીએમ મોદી અમેરિકા અને યુરોપિયન યુનિયન સાથેની ટ્રેડ ડીલ ભારતના ફાયદામાં હોવાનું જણાવી રહયા છે ત્યારે વિપક્ષ દ્વારા ભારતીય ખેડૂતોને મોટાપાયે નુકશાનની ભીતિ વ્યક્ત કરી વિરોધ વ્યક્ત કરાઈ…

Continue reading
Donald Trump: મોદી સાહેબના પર્સનલ મિત્રો વિશે જાણો, ડોનાલ્ટ ટ્રમ્પ વિશે શું કહો છો?
  • February 11, 2026

Donald Trump: ભારતના વડાપ્રધાન મોદી સાહેબ દુનિયામાં ઘણા પર્સનલ મિત્રો ધરાવે છે તેઓ આવા મિત્રોને પર્સનલ મિત્રતા ગણાવતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે તેમાંય ટ્રમ્પ પણ પર્સનલ મિત્ર છે અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Yogi Adityanath: બધાજ શંકરાચાર્ય ન બની શકે! યોગી આદિત્યનાથનું નિવેદન, બેઉ “ભગવા” બાથે વળગ્યા! હિન્દુત્વનો ફુગ્ગો ફૂટી ગયો!!

  • February 14, 2026
  • 3 views
Yogi Adityanath: બધાજ શંકરાચાર્ય ન બની શકે!  યોગી આદિત્યનાથનું નિવેદન, બેઉ “ભગવા” બાથે વળગ્યા! હિન્દુત્વનો ફુગ્ગો ફૂટી ગયો!!

Surendranagar: સુરેન્દ્રનગરમાં મતદારોના નામો કમી કરવા મામલે જોરદાર વિરોધ, જુઓ ખાસ ચર્ચા

  • February 13, 2026
  • 3 views
Surendranagar: સુરેન્દ્રનગરમાં મતદારોના નામો કમી કરવા મામલે જોરદાર વિરોધ, જુઓ ખાસ ચર્ચા

Kutch: વિકાસ ગૌચર ગળી જશે! ગાય માતાના મોઢાનો કોળિયો છીનવી ન લેવા ચારણ સમાજની બહેનોએ મોદીને પત્ર લખ્યો!

  • February 13, 2026
  • 3 views
Kutch: વિકાસ ગૌચર ગળી જશે! ગાય માતાના મોઢાનો કોળિયો છીનવી ન લેવા ચારણ સમાજની બહેનોએ મોદીને પત્ર લખ્યો!

India: અમેરિકા-યુરોપ અને ભારતની ટ્રેડ ડીલથી નરેન્દ્ર મોદી સામે કેમ આંગળીઓ ઉઠી રહી છે? જુઓ વિસ્તૃત વિશ્લેષણ

  • February 12, 2026
  • 6 views
India: અમેરિકા-યુરોપ અને ભારતની ટ્રેડ ડીલથી નરેન્દ્ર મોદી સામે કેમ આંગળીઓ ઉઠી રહી છે? જુઓ વિસ્તૃત વિશ્લેષણ

Banas Dairy: બનાસ ડેરીમાં ₹ 121 કરોડનુ કૌભાંડ! જાગૃત નાગરિકે તપાસની માંગ સાથે શરૂ કર્યું ઉપવાસ આંદોલન

  • February 12, 2026
  • 4 views