
Narmda: ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને નર્મદા પોલીસ આમને સામને આવી ગયા છે. ચૈતર વસાવાએ અને નર્મદા પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ચૈતર વસવાએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. રાજપીપળામાં પોલીસ અને ધારાસભ્ય વચ્ચે ઘર્ષણ થયું હતુ.
સ્થાનિક લોકો સાથે પોલીસ બેફામ દંડ ફટકારતી હોવાથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદા જિલ્લા પોલીસ અક્ષિકની કચેરીએ સમર્થકો સાથે પહોંચી ગયા હતા. ત્યારે તેમણે પોલીસે વચ્ચે રોકતાં કહ્યું હતુ કે પોલીસ હપ્તાઓ લઈને બૂટલેગરોને છોડી દે છે. પોલીસમાં પણ બે ગેટેગરી છે. 75 ટકા પોલીસ પગાર લઈ સારી નોકરી કરે છે. જયારે બીજી 25 ટકા પોલીસ એવી છે જે ભાજપની ચમચાગીરીમાંથી ઉચી આવતી નથી. વધુમાં ચૈતર વસાવાએ પોલીસ પર આક્ષેપ કરતાં કહ્યું હતુ કે પોલીસ દારુના પૈસા લે છે, અને બૂટલેગરોને છોડી દે છે.
પોલીસને વધુ આડે હાથ લેતાં કહ્યું હતુ કે નર્મદા જીલ્લાનો મોટો વિસ્તાર આદિવાસી છે. આ વિસ્તાર અતિપછાત છે. પોલીસે ટૂંકા 10-10 ચેકપોસ્ટો ઉભી કરી દીધી છે. પરિક્ષા આપવા જતાં બાળકોને છોડતાં નથી. લગ્નમાં જતાં પરિવાર, ખેડૂતોને છોડતાં નથી. આ કઈ રીત છે? પકડવા હોય તો દારુવાળા, બૂટલેગરોને પકડોને. આ દરમિયાન ચૈતર વસાવા અને પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ચૈતર વસાવા અને તેમના સમર્થકો દ્વારા નર્મદા જિલ્લા પોલીસ વડા સાથે બેઠક કરી હતી. જેમાં એસ.પી નર્મદા પ્રશાંત શુમ્બેએ ખાતરી આપી છે કે અમે સૂચના આપીશું કે આવું ફરી ન થાય.
ત્યારબાદ રાજપીપળા એસ.પી ઓફીસ પહોંચતા પહેલા રસ્તામાં ચૈતર વસાવાને પોલીસ સાથે જબરજસ્ત ઘર્ષણ થયું હતુ. ત્યાં ચૈતર વસાવાએ કેવડિયાના ડી.વાય.એસ.પી. સંજય શર્માને સ્થળ પર કહ્યું કે ‘ આંગળી નીચી રાખીને વાત કરો’ ” હું ધારાસભ્ય છું ” જેથી રાજપીપળામાં પોલીસ પોલીસ સાથે ઘર્ષણ થયું હતુ. ચૈતર વસાવા અને પોલીસની બોલાચાલીનો વીડિયો વાઈરલ થઈ જતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
આ પણ વાંચોઃ પોલીસમાં બે કેટેગરી, એક પગાર લઈ નોકરી કરે, બીજા ભાજપની ચમચાગીરી કરે: ચૈતર વસાવા
આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશના નેમાવર ઘાટ પર 18 ચિતાઓ સળગી, સ્વજનોનું હૈયાફાટ રુદન, ડીસા ફટાકડા ફેક્ટરીમાં થયા મોત | funeral
આ પણ વાંચોઃ ફટાકડામાં વિસ્ફોટથી ધાબુ તૂટી પડ્યું, દિવાલો ધસી પડી, તો મજૂરોના શું થયા હશે હાલ? |DEESA |VIDEO|
આ પણ વાંચોઃ Mehsana: ડીસાની ઘટના બાદ મહેસાણાનું વહીવટી તંત્ર જાગ્યું, ફટાકડાની દુકાનોમાં તપાસ