
Nasik: ભારતમાં ‘બાબાઓ’ની ભારે બોલબાલા છે અને આવા લંપટો અગાઉ પણ કેટલાય પકડાયા હોવાછતાં અનેક બાબાઓ તેમની કામલીલા કરવામાં સફળ રહયા છે ત્યારે મહારાષ્ટ્રના નાસિકમાં મહિલાઓનું જાતીય શોષણ કરવા બદલ ધરપકડ કરાયેલ બાબા અને જ્યોતિષ અશોક ખરાત અધિકારીઓ, રાજકારણીઓ અને પ્રભાવશાળી લોકો સાથે ઘનિષ્ઠ સબંધો ધરાવતો હોવાની વાત સામે આવી છે.
આ બાબા પણ જાતીય શક્તિ વધારવાની કળાનો જાણકાર હોવાનો દાવો કરતો હતો તે માટે એલ્વિશ મધને ઊંચા ભાવે વેચતો હતો, અને દાવો કરતો હતો કે તે તુર્કીનું એક દુર્લભ ઉત્પાદન છે, મહારાષ્ટ્રમાં જ્યોતિષ અને બાબા બનીને મહિલાઓનું જાતીય શોષણ કરનારા અશોક ખરાટની આખરે કુંડળી ખુલી ગઈ છે અનવ તપાસમાં મોટા ખુલાસા થઈ રહયા છે.
આ બાબા જાતીય શક્તિ વધારવા માટે “એલ્વિશ હની” વેચતો હતો તેની કિંમત 15 લાખ રૂપિયા સુધી વસૂલતો હોવાનું ખુલ્યું છે, અશોક ખરાટ સામેની તપાસમાં અત્યાર સુધી અનેક મહિલાઓનું જાતીય શોષણ, તેમજ જમીન માટે હત્યા અને નબળા લોકોનું શોષણ, ધાકધમકી અને ધમકીઓ જેવા આરોપોનો પર્દાફાશ થયો છે, આ લંપટ બાબા અંગે વધુ વિગતો પત્રકાર સોહિત મિશ્રાએ આપી હતી તે માટે નીચે આપેલો વિડીયો જોવાનું ચૂકતા નહિ,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








