
Petrol-Diesel Price Increase: સરકારે સોમવારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. એક્સાઇઝ ડ્યુટીમાં વધારાને કારણે સામાન્ય લોકો આડકતરી રીતે બોજ પડી શકે છે. વાહનચાલોકને 1 લીટરના દરે 2 રુપિયા વધુ ચૂકવવા પડશે. વૈશ્વિક સ્તરે તેલના ભાવમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવ અને ટ્રમ્પના ટેરિફની જાહેરાત વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ 8 એપ્રિલથી લાગુ થશે. સરકાર તરફથી એક સત્તાવાર આદેશ જારી કરીને આ માહિતી આપવામાં આવી છે.
પેટ્રોલ અને ડીઝલ પર હાલમાં કેટલી એક્સાઇઝ ડ્યુટી છે?
હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. આજે, 7 એપ્રિલ 2025ના રોજ, કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે, જેના કારણે ભાવમાં વધારો થયો છે. આ નવા ભાવ આજે મધ્યરાત્રિથી એટલે કે 8 એપ્રિલ 2025થી લાગુ થશે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો છતાં પેટ્રોલ-ડિઝલમાં વધારો
સરકારની પેટ્રોલ-ડિઝલની ભાવ વધારાની ઘોષણા વચ્ચે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HPCL)એ X પર એક પોસ્ટમાં જણાવ્યું છે કે તેઓ આ વધારાને શોષી લેશે, જેથી છૂટક વેચાણ મૂલ્ય (રિટેલ પ્રાઇસ)માં કોઈ ફેરફાર થશે નહીં. જેથી હવે ગઈકાલે ખબર પડશે ભાવ હાલ વધશે કે નહીં.
-
પેટ્રોલ: ₹94.49/લિટર
-
ડીઝલ: ₹90.21/લિટર
-
પેટ્રોલ: ₹96.49/લિટર (2 રૂપિયાનો વધારો)
-
ડીઝલ: ₹92.21/લિટર (2 રૂપિયાનો વધારો)
આ પણ વાંચોઃ RAJKOT: એકાએક ગાડીમાંથી ઉતરી પોલીસે બે યુવકોને માર્યા, દારુ ઢીચ્યાના આરોપ
આ પણ વાંચોઃ Valsad: હર્ષ સંઘવી અને પાટીલના મતવિસ્તાર પાસે શરમજનક ઘટના, ગોડસેના પોસ્ટર લાગ્યા, કોના સહારે?
આ પણ વાંચોઃ મોદીના ગઢ ગુજરાતમાં ગાબડું પાડવા કોંગ્રેસનું અધિવેશન | Congress Adhiveshan
આ પણ વાંચોઃ MPમાં નકલી ડોક્ટરે 7 લોકોની હાર્ટ સર્જરી કરતાં મોત, આયુષ્માન યોજનાના દુર્પયોગની આશંકા
આ પણ વાંચોઃ Ahmedabad: જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે મકાનમાં આગ, માતા અને બાળકનું મોત