હવે LPG ગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો, શું છે કારણો?

  • India
  • April 7, 2025
  • 0 Comments

LPG Gas Price: સરકાર હવે જનતા પર મોંઘવારી ઝીકી રહી છે. સરકાર લોકોને રાહત આપવાની વાત છોડો, જે સ્થિતિ છે તેની પણ યથવાત રાખી શકતી નથી. પેટ્રોલ અને ડીઝલ બાદ હવે LPG ગેસના ભાવમાં પણ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારાની જાહેરાત કરતા મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે અમે આગામી દિવસોમાં તેની સમીક્ષા કરીશું.

ઉલ્લેખનયી છે કે આજે જ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ 2 રૂપિયાનો વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે, LPG ગેસ અને પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવ આજે રાત્રે 12 વાગ્યાથી અમલમાં આવશે.

સરકારે શું કહ્યું?

સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મંગળવાર, 8 એપ્રિલ, 2025 થી LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે. આ વધારો બધા ગ્રાહકો એટલે કે ઉજ્જવલા યોજના અને ઉજ્જવલા સિવાયના ગ્રાહકોને લાગુ પડશે.

હરદીપ સિંહ પુરીએ શું કહ્યું?

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે LPG સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવશે. ઉજ્જવલા યોજના (PMUY) ના લાભાર્થીઓ માટે, ગેસ સિલિન્ડરની કિંમત હવે 500 રૂપિયાથી વધીને 550 રૂપિયા થશે, જ્યારે અન્ય ગ્રાહકોએ હવે 803 રૂપિયાને બદલે 853 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે ગુજરાતમાં  રુ. 809ની જગ્યાએ રુ. 859માં ગેસનો બાટલો મળશે. આભાવ વધારો આવતીકાલથી લાગુ થવાનો છે.

LPG ગેસ સિલિન્ડરના ભાવ વધારાના કારણો?

LPG ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 50નો વધારો થવાનું કારણ સામાન્ય રીતે બજારની પરિસ્થિતિઓ, આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ, ડોલર સામે રૂપિયાનું મૂલ્ય, અને સરકારની નીતિઓ પર આધારિત હોય છે. આ વધારો ઘરેલું (14.2 કિલો) સિલિન્ડરને લાગુ પડે છે. જ્યારે કોમર્શિયલ સિલિન્ડરના ભાવામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો: LPGની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસના ભાવ પર નિર્ભર કરે છે. જો આ ભાવ વધે, તો તેની અસર LPGના ભાવ પર પડે છે.

વિનિમય દર: ભારતમાં LPG મોટા ભાગે આયાત થાય છે, અને ડોલરમાં ચૂકવણી થાય છે. જો રૂપિયો ડોલર સામે નબળો પડે, તો આયાત ખર્ચ વધે છે, જે ભાવ વધારાનું કારણ બને છે.

સરકારી નીતિ અને ટેક્સ: સરકાર દ્વારા સબસિડીમાં ફેરફાર કે ટેક્સ દરોમાં વધારો પણ ભાવને અસર કરે છે. જો સબસિડી ઘટે અથવા ટેક્સ વધે, તો ગ્રાહકોને વધુ ચૂકવવું પડે છે.

આ પણ વાંચોઃ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાની વાહનચાલકો પર શુ અસર? | Petrol-Diesel Price

આ પણ વાંચોઃ   Valsad: હર્ષ સંઘવી અને પાટીલના મતવિસ્તાર પાસે શરમજનક ઘટના, ગોડસેના પોસ્ટર લાગ્યા, કોના સહારે?

આ પણ વાંચોઃ  મોદીના ગઢ ગુજરાતમાં ગાબડું પાડવા કોંગ્રેસનું અધિવેશન | Congress Adhiveshan

આ પણ વાંચોઃ MPમાં નકલી ડોક્ટરે 7 લોકોની હાર્ટ સર્જરી કરતાં મોત, આયુષ્માન યોજનાના દુર્પયોગની આશંકા

Related Posts

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો
  • August 2, 2026

Bhadohi-Sant Ravidas Nagar: ઉત્તર પ્રદેશનો ભદોહી જિલ્લો ફરી એકવાર પોતાના નામને લઈને ચર્ચામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે ભદોહી જિલ્લાનું નામ ફરીથી ‘સંત રવિદાસ નગર’…

Continue reading
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 2 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 4 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 8 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 6 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 7 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 9 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ