વિરોધ વચ્ચે ગુજરાતમાં ટોલ ટેક્સમાં વધારો, જાણો કેટલો ટોલ ટેક્સ? | toll tax

toll tax increas: ગુજરાતમાં એક બાજુ ટોલ ટેક્સનો ભારે વિરોધ થઈ રહ્યો છે. આ વચ્ચે હવે નેશનલ અને સ્ટેટ હાઇવે પર ટોલ ટેક્સમાં 5થી 40 રૂપિયાનો વધારો કરતાં વાહનચાલકનો ખિસ્સામાં પર ભારણ વધવાનું છે. નેશનલ હાઇવે નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા આ વધારો કરાયો છે. આ ભાવ વધારો એપ્રિલથી લાગુ થઈ જશે. માત્ર ગુજરાતમાં જ નહીં પણ આ ટોલ ટેક્સનો દર દરેક રાજ્યમાં 1 એપ્રિલથી લાગુ થવાનો છે.

ગુજરાતના મુખ્ય નેશનલ હાઈવે જેવા કે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે, પાલનપુર-સ્વરૂપગંજ હાઈવે, રાજકોટ-જેતપુર રોડ અને અન્ય મહત્વના રાજમાર્ગો પર આ વધારો લાગુ પડશે. ખાસ કરીને, પાલનપુર નેશનલ હાઈવે પરના ખેમાણા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સમાં રૂ. 5 થી 25નો વધારો કરાયો છે. અમદાવાદ – વડોદરા વચ્ચેના એક્સપ્રેસ વે ટોલ ટેક્સમાં વધારો થતાં હવે કાર-જીપ ચાલકે રૂ. 135ના બદલે 140 રૂપિયા, રિટર્નમાં રૂપિયા 205ના બદલે રૂપિયા 215, એલસીવીના રૂપિયા 220ના બદલે 230, રિટર્નમાં રૂપિયા 330ના બદલે રૂપિયા 345 અને બસ-ટ્રકના ચાલકે રૂપિયા 465ના બદલે રૂપિયા 480 અને રિટર્નમાં 720ના બદલ 760 રૂપિયા  ચૂકવવા પડશે.

 કેટલો ટેક્સ હવે ચૂકવવો પડશે?

વાહનજૂનો ભાવનવો ભાવ
નાના વાહનો (કાર, જીપ)70 રૂપિયા75 રૂપિયા
લાઇટ કોમર્શિયલ વ્હીકલ (મિની બસ)120 રૂપિયા125 રૂપિયા
ભારે વાહન (બસ, ટ્રક)255 રૂપિયા260 રૂપિયા
ત્રણ એક્સલ કોમર્શિયલ વ્હીકલ275 રૂપિયા285 રૂપિયા
હેવી મલ્ટી કન્સ્ટ્રકશન મશીનરી395 રૂપિયા410 રૂપિયા
  7 એક્સલથી વધુ485 રૂપિયા500 રૂપિયા

કયા વાહનોને ટોલ ટેક્સથી મુક્તી?

આર્મીના વાહનો, ફાયર બ્રિગેડ,  એમ્બ્યુલન્સ, શબવાહિની, વીઆઈપી સાઈનવાળા વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ મળશે. સાથે સાથે વીરતા પુરસ્કાર પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, અશોક ચક્ર, શૌર્ય ચક્ર મેળવનાર તેમજ સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત ફોટો સાથેનું ઓળખપત્ર બતાવવા પર પણ ટોલ ટેક્સની ચૂકવણી નહીં કરવી પડે.

ટોલ ટેક્સથી લોકોના ખિસ્સા પર અસર

આ વધારાથી રોજિંદા મુસાફરો, વેપારીઓ અને પરિવહન સેવાઓ પર અસર પડશે. ખાસ કરીને, રાજકોટ-જેતપુર જેવા રસ્તાઓ પર, જ્યાં રોડનું કામ ચાલુ હોવા છતાં ટોલ વસૂલાય છે, ત્યાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.

ગુજરાતમાં ટોલ ટેક્સ કેવી રીતે નક્કી થાય?

ગુજરાતમાં ટોલ ટેક્સ નેશનલ હાઈવે ફી (Determination of Rates and Collection) Rules, 2008 અનુસાર નક્કી કરવામાં આવે છે. આ દરો રોડના બાંધકામ ખર્ચ, જાળવણી ખર્ચ, ફુગાવાના દર (Wholesale Price Index – WPI), અને રોકાણની વસૂલાત પર આધારિત હોય છે. ખાસ કરીને, જો રોડ PPP (Public-Private Partnership) મોડેલ હેઠળ બન્યો હોય, તો ખાનગી કંપનીઓને તેમનું રોકાણ અને નફો પાછો મેળવવા માટે ટોલની રકમ અને સમયગાળો કરારમાં નક્કી થાય છે. દર વર્ષે 1 એપ્રિલથી ટોલ દરોમાં સુધારો થાય છે, જેમાં 5-10%નો વધારો સામાન્ય છે. સ્ટેટ હાઈવેના કિસ્સામાં, ગુજરાત સરકારનું રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ (R&B) અથવા PPP ભાગીદારો ટોલ ટેક્સ નક્કી કરે છે. આ દરો રાજ્યની ટોલ નીતિ, પ્રોજેક્ટના ખર્ચ, અને રોડની લંબાઈ તેમજ સેવાના સ્તર પર આધારિત હોય છે. સામાન્ય રીતે, સ્ટેટ હાઈવે પર ટોલ નેશનલ હાઈવેની સરખામણીએ ઓછું હોય છે, કારણ કે આ રોડ ઓછા ટ્રાફિક અને નાના અંતરને આવરી લે છે. ટોલ ટેક્સની ગણતરીમાં વાહનનો પ્રકાર પણ મહત્વનો ભાગ ભજવે છે. નાની કાર, ટ્રક, બસ, અને મલ્ટી-એક્સલ વાહનો માટે અલગ-અલગ દરો નક્કી થાય છે, જે રોડ પરના ઘસારા અને ટ્રાફિકની અસરને ધ્યાનમાં રાખીને નિર્ધારિત થાય છે. ઉદાહરણ તરીકે, નાની કાર માટે રૂ. 50-100 ટોલ હોઈ શકે, જ્યારે ટ્રક માટે રૂ. 200-500 હોઈ શકે. આ ઉપરાંત, રોડની ગુણવત્તા, બાયપાસ, ફ્લાયઓવર જેવી સુવિધાઓ, અને ટ્રાફિકનું પ્રમાણ પણ ટોલ દરોને અસર કરે છે.


આ પણ વાંચોઃVyara: બોલો અહીં ખેડૂતોએ ખેતરમાં જવા ટોલ ચૂકવવો પડે છે, ભારે વિરોધ (VIDEO)

આ પણ વાંચોઃ મુસ્લીમોના મિત્ર બનવા PM મોદીના પ્રયાસ કેમ?, સંજય રાઉતે કહ્યું આ ઢોંગ છે! | Saugat-E-Modi

આ પણ વાંચોઃ Rajkot: ન્યારી ડેમ પાસે અકસ્માતનો ભોગ બનેલા યુવકનું મોત, શું થયા આક્ષેપ?

આ પણ વાંચોઃ પુતિનની કારમાં મોટો વિસ્ફોટ, ઝેલેન્સકીની ભવિષ્યવાણી સાચી પડશે કે શું?, Explosion Video

આ પણ વાંચોઃ Myanmar Earthquake: મૃત્યુઆંક 1600ની પાર, તબાહીના દ્રશ્યો સર્જાયા

Related Posts

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 
  • October 28, 2025

Gujarat ST Bus Negligence: દિવાળીના તહેવારની રોણક વચ્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (એસટી)એ મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એક નવો વિવાદ સર્જ્યો છે. પોરબંદરથી વેરાવળ જતી નિયમિત લોકલ બસ (સાંજે 5:30…

Continue reading
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
  • October 28, 2025

Amreli: અમરેલીના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક વહેતી ધાતરવડી નદીમાં ન્હાવા જતા ચાર યુવાનો પાણીમાં ડૂબી ગયા હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. આ યુવાનો રાજુલા તાલુકાના બર્બટાણા ગામના રહેવાસી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 4 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 16 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 6 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

  • October 28, 2025
  • 14 views
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

  • October 28, 2025
  • 15 views
કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

  • October 28, 2025
  • 6 views
BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!