
Nepal Protests: નેપાળ સરકારે 26 સોશિયલ મિડિયા પર પ્રતિબંધ મૂકતાં યુવાનો રોષે ભરાયા હતા. આજે સવારે પ્રદર્શનકારીઓ નેપાળની સંસદ ભવનમાં ઘૂસી ભારે વિરોધ કર્યો હતો. ત્યારે હવે નેપાળ સરકારે 18 લોકોનો જીવ ગયા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી શરુ કર્યા છે. આ વિરોધ પ્રદેશર્શન દરમિયાન ભારે તોડફોડ અને હિંસા થઈ છે. જે બાદ સરકારને ઝૂકવું પડ્યું છે.
#WATCH | Nepal | Protesters vandalise the Parliament gate as protests turn violent in Kathmandu.
People staged a massive demonstration against the ban on social media platforms.#Nepal #NepalProtests pic.twitter.com/MItP8SQPUa
— TIMES NOW (@TimesNow) September 8, 2025
આ વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે, જ્યારે 200 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ જનરલ-ઝેડ એટલે કે 18 થી 30 વર્ષની વયના યુવાનો કરી રહ્યા હતા. આ વિરોધ પ્રદર્શન હજુ પણ ચાલુ છે.
આજે સોમવારે સવારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને સરકારી ભ્રષ્ટાચારના વિરોધમાં 12,000 થી વધુ યુવા પ્રદર્શનકારીઓ સંસદ ભવન પરિસરમાં ઘૂસી ગયા, ત્યારબાદ સેનાએ અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો. નેપાળના ઇતિહાસમાં સંસદમાં ઘૂસણખોરીનો આ પહેલો કિસ્સો છે.
અહેવાલ મુજબ વિરોધીઓએ સંસદના ગેટ નંબર 1 અને 2 પર કબજો જમાવી લીધો હતો. પછી સંસદ ભવન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પીએમ નિવાસસ્થાન નજીકના વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. કાઠમંડુ વહીવટીતંત્રે તોડફોડ કરનારાઓને જોતાં જ ગોળી મારવાનો આદેશ આપ્યો છે.
4 સપ્ટેમ્બરે પ્રતિબંધ મૂક્યો હતો
4 સપ્ટેમ્બર 2025 ના રોજ નેપાળ સરકારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, સ્નેપચેટ સહિત કુલ 26 મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો . સરકારે આ કંપનીઓને 28 ઓગસ્ટથી એક અઠવાડિયાની અંદર નોંધણી કરાવવા અને સ્થાનિક સંપર્ક અધિકારીઓની નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો હતો, પરંતુ તેમાંથી કોઈએ પણ તેમ કર્યું નહીં.
સુપ્રીમ કોર્ટે શું કહ્યુ હતુ?
સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા કંપનીઓને નેપાળમાં સ્થાનિક ઓફિસો, સંપર્ક અધિકારીઓ અને ફરિયાદ નિવારણ પ્રણાલી સ્થાપવા કહ્યું હતું. તેમને 7 દિવસની સમયમર્યાદા આપવામાં આવી હોવા છતાં મેટા, આલ્ફાબેટ જેવી કંપનીઓએ તેનું પાલન કર્યું નહીં. સરકારની પણ માગ છે કે સોશિયલ મીડિયા કંપનીઓ નેપાળમાં ઓફિસ ખોલે. જો કે એવું થઈ નહી. એટલા માટે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. જો કે ભારે વિરોધ થતાં હવે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ફરી શરુ કરવા પડ્યા છે.
આ પણ વાંચો:
Nepal: નેપાળમાં યુટ્યુબ, ફેસબૂક બંધ કરતાં સરકાર સામે ભારે વિરોધ પ્રદર્શનો, પોલીસે કર્યું હવા ફાયરિંગ
નેપાળમાં ફેસબુક, ઇન્સ્ટા, યુટ્યુબ સહિત ઘણી એપ્સ બંધ, શું છે કારણ? | Social Media Platforms Ban
ગુજરાત સરકાર મજૂરોને 12 કલાક કામ કરાવશે, ઉદ્યોગપતિઓના દબાણથી નિર્ણય લીધો? | Gujarat laborers Trouble
Scam: ‘હું અંતરિક્ષયાનમાં ફસાઈ ગયો છું, આક્સિજન ખરીદવાના પૈસા નથી’, શખ્સે મહિલાને આ રીતે છેતરી?
UP: પુત્રના ગળા પર છરી મૂકી માતાના કપડાં કઢાવી વીડિયો બનાવ્યો, દૂધવાળોએ પછી મહિલાને…








