
PM Modi: ઈરાન ઉપર હુમલો કરી બહાદુરી બતાવનાર ઈઝરાયેલ અને અમેરિકાના તાનશાહ ઇરાનની રણનીતિ જોઈ હવે બરાબરના ડરી ગયા છે કારણ કે તેલમાંથી આરબો રૂપિયા કમાઈને શસ્ત્રો રાખનાર ઇરાને યુદ્ધમાં બે મોટા દેશો સામે ટક્કર ઝીલી છે અને વળતા પ્રહારો પણ કર્યા છે જેનાથી ઈઝરાયેલ અને અમેરિકાને પણ નુકશાન થયું છે અને આખા વિશ્વની દુઃખથી નસ પકડી લઈ પર્શિયન ગલ્ફ અને ઓમાનના અખાતને જોડતો વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ વ્યૂહાત્મક જળમાર્ગ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દઈ વિશ્વની કમ્મર તોડી નાખતા માત્ર 10 દિવસમાં જ આખા વિશ્વમાં મંદી અને મોંઘવારી વધી જતાં હવે ટ્રમ્પ અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ભેરવાઈ પડ્યા છે આમ આ તાનશાહ જેવું વર્તન કરનારા અંદરથી ડરી ગયા હોવાનું ચિત્ર સપાટી ઉપર આવ્યું છે એમાંય નરેન્દ્ર મોદી પણ ટ્રમ્પ અને નેતન્યાહુને સમર્થન કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા કેમકે મોદી ઈઝરાયેલ ગયા અને પરત થયા તરત જ ઈરાન ઉપર હુમલો થયો તે આખી દુનિયાએ જોયું છે.
હાલ ભારતની સ્થિતિ પણ ખૂબજ ખરાબ છે સરકાર ભલે ગમે તેટલા બચાવ કરે પણ ઈરાન સાથે અમેરિકા-ઈઝરાયના ચાલી રહેલા યુદ્ધની અસર દુનિયા સાથે ભારત અને તેમાંય દેખાવા લાગી છે અને ગુજરાતમાં રેસ્ટોરન્ટ ઉદ્યોગ ઠપ્પ થઈ ગયો છે,કેટરર્સ સંચાલકોએ પણ પોતાના ઓર્ડર પૂરા કરવા મુશ્કેલ બની શકે છે,ઘરેલુ ગેસ સપ્લાયની તંગી સર્જાવાને લઈ સ્થાનિકોએ અગાઉથી ગેસના બાટલા ઓનલાઈન બુક કરાવી દીધા હતા. જે બાદ આજે સવારથી અલગ અલગ શહેરોમાં ગેસ એજન્સી બહાર ગેસના બાટલા લેવા લોકોની લાઈનો લાગી છે.
યુદ્ધની સ્થિતિને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. જેની ગંભીર અસર ભારતના દવા ઉદ્યોગ પર જોવા મળી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, દવા બનાવવા માટે વપરાતા કાચા માલની કિંમતોમાં તોતિંગ વધારો થયો હોય હવે દવાઓ પણ મોંઘી થશે ટૂંકમાં દરેક ચીજ વસ્તુઓના ભાવો વધવાના છે.
અગાઉ ટ્રમ્પ ફાંકા મારતા હતા હોર્મુઝની સ્ટ્રેટ હું જલ્દી ખોલી નાખીશ પણ તે એટલું સહેલું નથી પરિણામે ઇરાનની રણનીતિ કામ કરી ગઈ છે અને 10 દિવસમાંજ આખી દુનિયામાં તેની અસરો દેખાઈ રહી છે ત્યારે જો યુદ્ધ લાંબુ ચાલે તો અમેરિકા અને ઈઝરાયેલ તો ઠીક પણ આખી દુનિયામાં યુદ્ધની ભયાનકતા દેખાશે લાખો લોકોની નોકરીઓ જશે,ચીજ વસ્તુઓની તંગી અને ભાવ વધારો તેમજ ભૂખમરો ફાટી નીકળે તેવી સ્થિતિ ઉભી થશે.
આ મુદ્દે સિનિયર પત્રકારો મયુર જાની તેમજ હરિશંકર જોશી અને મેહુલ વ્યાસે વિસ્તુત એનાલિસિસ કર્યું છે જે અત્રે પ્રસ્તુત છે જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!









