Israel: ઈઝરાયેલના PM નેતન્યાહૂએ પોતે જીવતા હોવાનો વધુ એક પુરાવો આપ્યો!! જુઓ વિડીયો

  • World
  • March 16, 2026
  • 0 Comments

Israel: ઈરાને ઈઝરાયેલ ઉપર હવે વધુ મારક અને ઘાતક મિસાઈલો છોડવાનું શરૂ કરતાં યુદ્ધ હવે આક્રમક બન્યું છે અને ઈરાને જાહેર કર્યું છે કે બાળકોના હત્યારા નેતન્યાહૂને જીવતા નહિ છોડીએ તે જ્યાં હશે ત્યાંથી ઠાર કરીશું ત્યારે એક હુમલામાં નેતન્યાહૂ માર્યા ગયાની વાતો વચ્ચે નેતન્યાહૂએ બે બે વિડીયો જાહેર કર્યા બાદ યુઝર્સ આ વીડિયો નકલી ગણાવી રહયા છે ત્યારે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વધુ એક 90 સેકન્ડનો વીડિયો પોસ્ટ કરી પોતે જીવિત હોવાનો પુરાવો આપ્યો છે. તેમણે ગઈકાલે રવિવારે પણ કોફી પીતા હોય તેવો એક વીડિયો જાહેર કર્યો હતો અને પોતાના મૃત્યુ સાથે જોડાયેલી અફવાઓની મજાક ઉડાવી હતી જોકે આ વીડિયો પણ યુઝર્સ નકલી ગણાવી રહયા છે ત્યારે હવે નેતન્યાહૂએ નવો વિડીયો પોસ્ટ કર્યો છે.

નવા વીડિયોમાં નેતન્યાહૂ જેરુસલેમની ટેકરીઓ પર બનેલા એક વ્યુ પોઈન્ટ પર લોકો સાથે વાતચીત કરતા જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે આ વીડિયો પણ ગઈકાલે જ રેકોર્ડ કરવામાં આવ્યો છે, કારણ કે નેતન્યાહૂ તે જ કોફી શોપ પાસે જોવા મળી રહ્યા છે જ્યાં પ્રથમ વીડિયો શૂટ થયો હતો અને તેમણે તે જ કપડાં પહેરેલા છે.

વીડિયોમાં તેઓ લોકોને કહે છે કે ઘરની બહાર નીકળીને થોડી તાજી હવા લેવી જરૂરી છે. તેઓ આસપાસના લોકોને એવું પણ પૂછે છે કે સૌથી નજીકનું સુરક્ષિત શેલ્ટર ક્યાં છે. આ સાથે જ નેતન્યાહૂ લોકોને અપીલ કરે છે કે ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ધીરજ જાળવી રાખે.

આમ,સોશ્યલ મીડિયાના જમાના માં શું સાચું અને શું નકલી આ બન્ને વચ્ચેનો તફાવત કરવો મુશ્કેલ બન્યો છે ત્યારે ઇરાનના સુપ્રીમો જેમ દેખાતા નથી તેમ ઈઝરાયેલના પીએમ પણ દેખાતા બંધ થતાં અનેક અટકળો વહેતી થઈ છે અને યુદ્ધ ક્યાં જઈ અટકશે તે કહેવું મુશ્કેલ બન્યું છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Iran War Update: ઈરાનમાં ભારતીયો માટે ખાસ એડવાઈઝરી જાહેર : જાણ કર્યા વિના બોર્ડર પાર ન કરવા સલાહ
  • March 16, 2026

Iran War Update: ઈરાનમાં યુદ્ધની સ્થિતિમાં અહીં રહેતા ભારતીયો માટે તેહરાન ખાતે આવેલા ભારતીય દૂતાવાસ દ્વારા આજે સોમવારે એક નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે ભારતીય…

Continue reading
Iran War Update: ઈરાને કહ્યું હવે ચીન-રશિયા પણ ઈરાન સાથે છે! યુદ્ધ અમારી શરતો સાથે પૂર્ણ થશે!
  • March 16, 2026

Iran War Update: અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન ઉપર કરેલા હુમલા બાદ ઈરાને બન્ને મોરચે લડવાનું ચાલુ રાખ્યું છે અને ઈરાને પર્સિયન ગલ્ફ અને અરબી સમુદ્ર વચ્ચે આવેલી હોર્મુઝ સ્ટ્રેટ એટલે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War Update: ઈરાનમાં ભારતીયો માટે ખાસ એડવાઈઝરી જાહેર : જાણ કર્યા વિના બોર્ડર પાર ન કરવા સલાહ

  • March 16, 2026
  • 1 views
Iran War Update: ઈરાનમાં ભારતીયો માટે ખાસ એડવાઈઝરી જાહેર : જાણ કર્યા વિના બોર્ડર પાર ન કરવા સલાહ

Israel: ઈઝરાયેલના PM નેતન્યાહૂએ પોતે જીવતા હોવાનો વધુ એક પુરાવો આપ્યો!! જુઓ વિડીયો

  • March 16, 2026
  • 2 views
Israel: ઈઝરાયેલના PM નેતન્યાહૂએ પોતે જીવતા હોવાનો વધુ એક પુરાવો આપ્યો!! જુઓ વિડીયો

AI: PM નરેન્દ્ર મોદીના મિત્ર નેતન્યાહુ ખરેખર જીવિત નથી? કોફી પીતા હોવાનો વિડીયો પણ નકલી હોવાનો દાવો!

  • March 16, 2026
  • 4 views
AI: PM નરેન્દ્ર મોદીના મિત્ર નેતન્યાહુ ખરેખર જીવિત નથી? કોફી પીતા હોવાનો વિડીયો પણ નકલી હોવાનો દાવો!

Iran War Update: ઈરાને કહ્યું હવે ચીન-રશિયા પણ ઈરાન સાથે છે! યુદ્ધ અમારી શરતો સાથે પૂર્ણ થશે!

  • March 16, 2026
  • 6 views
Iran War Update: ઈરાને કહ્યું હવે ચીન-રશિયા પણ ઈરાન સાથે છે! યુદ્ધ અમારી શરતો સાથે પૂર્ણ થશે!

PM Modi: દેશમાં ગેસ કટોકટી- જન આક્રોશ-નેતાઓના વિલન અંદાજમાં ડાયલોગ! અજીબ માહોલ બની રહ્યો છે! જુઓ વિશ્લેષણ

  • March 16, 2026
  • 9 views
PM Modi: દેશમાં ગેસ કટોકટી- જન આક્રોશ-નેતાઓના વિલન અંદાજમાં ડાયલોગ! અજીબ માહોલ બની રહ્યો છે! જુઓ વિશ્લેષણ

Donald Trump: ઈરાન સામે ટ્રમ્પ લાચાર ! હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ટ્રમ્પની વિનંતી અન્ય દેશોએ ફગાવી! ટ્રમ્પની ચીનને ધમકી!

  • March 16, 2026
  • 8 views
Donald Trump: ઈરાન સામે ટ્રમ્પ લાચાર ! હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ટ્રમ્પની વિનંતી અન્ય દેશોએ ફગાવી! ટ્રમ્પની ચીનને ધમકી!