Donald Trump: ઈરાન સામે ટ્રમ્પ લાચાર ! હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ટ્રમ્પની વિનંતી અન્ય દેશોએ ફગાવી! ટ્રમ્પની ચીનને ધમકી!

  • World
  • March 16, 2026
  • 0 Comments

Donald Trump: અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે 17મો દિવસ છે ટ્રમ્પ ફાંકો મારતા રહ્યા કે હોર્મુઝ સ્ટ્રેટને અમેરિકન સેના ખૂબજ ઝડપથી ખીલી નાખશે પણ એવું થયું નહિ ટ્રમ્પે ઈરાન ઉપર દબાણ લાવવા ખુર્ગ ટાપુ પર પણ બૉમ્બ ફેંકી જોયા પણ ઇરાને આ માર્ગ ઉપર નિયંત્રણ બનાવી રાખતા હવે વિશ્વભરમાં મંડરાયેલાં મંદીના વાદળો ઘેરા બનતા ટ્રમ્પે આખરે ચીન સહિત અન્ય દેશો પાસે હોર્મુઝ સ્ટ્રેટ માર્ગ ખોલવામાં મદદ કરવા અપીલ કરી પણ કોઈએ મદદ નહિ કરતા ટ્રમ્પે હવે નાટો દેશોને ધમકી આપી છે.

તેમણે કહ્યું કે જો સહયોગી દેશો હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લો રાખવામાં મદદ નહીં કરે તો નાટોનું અસ્તિત્વ ટકશે નહિ, ટ્રમ્પે કહ્યું, “આપણી પાસે NATO નામની એક વ્યવસ્થા છે. અમે તેમની સાથે ખૂબ સારા રહ્યા છીએ, યુક્રેનના મામલે પણ અમેરિકાએ મદદ કરી પણ અમારી કોઈ મદદ કરી રહ્યું નથી.

ટ્રમ્પે ચીનને પણ ધમકી આપતા કહ્યું કે “જો ચીન હોર્મુઝ માર્ગ ખોલવામાં અમને મદદ નહીં કરે, તો તેઓ આ મહિનાના અંતમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે યોજાનારી તેમની શિખર પરિષદને મુલતવી રાખી શકે છે. મહત્વનું છે કે ટ્રમ્પ 31 માર્ચે ચીન જવાના છે તે ન પણ જાય.

જોકે, ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટનો ઉપયોગ કરતા દેશોને આ માર્ગનું રક્ષણ કરવા માટે યુદ્ધ જહાજો અને જરૂરી મદદ મોકલવાની માગ કરી હતી. વિશ્વભરનુ તેલ અને અન્ય સામગ્રી આ જ રૂટ પરથી પસાર થાય છે જે આજે 17 દિવસથી બંધ છે અને ટ્રમ્પ આ માર્ગ ખોલાવી શક્યા નથી.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે ટ્રમ્પે ચીન,જાપાન,ફ્રાંસ,દ.કોરિયા, બ્રિટન સહિતના દેશોને આ માર્ગ ખોલવામાં મદદની ગુહાર લગાવી હતી પણ બધા દેશોએ કોઈને કોઈ બહાનું બતાવી મદદ ટાળી છે, જાપાનના વડાપ્રધાન સના તાકાઇચીએ પણ સંસદમાં કહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા તેલ ટેન્કરોની સુરક્ષા માટે નૌકાદળ મોકલવાનો ટોક્યોનો હાલમાં કોઈ ઈરાદો નથી.

આમ,એકપણ દેશ ટ્રમ્પ સાથે જોડાવા તૈયાર નહિ થતા ટ્રમ્પ હવે આ માર્ગ ખોલવા લાચાર બની ગયા છે અને દુનિયામાં મહામંદી માટે જવાબદાર બની ગયા છે જ્યારે ઈરાન આ માર્ગ નહિ ખોલવા મક્કમ છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Houthi Attacks Saudi Arabia: યમનના હૂતી બળવાખોરો સાઉદી અરેબિયાના હવાઈમથકોને કેમ નિશાન બનાવી રહ્યા છે?
  • October 11, 2026

Houthi Attacks Saudi Arabia: યમનમાં ફરી તીવ્ર બનેલા સંઘર્ષની અસર હવે પડોશી સાઉદી અરેબિયા સુધી પહોંચી છે. સાઉદી અધિકારીઓના જણાવ્યા અનુસાર, બે દિવસમાં રિયાધ અને આભા આંતરરાષ્ટ્રીય હવાઈમથકો પર મિસાઇલો…

Continue reading
Trump Russia Diesel Deal: રશિયા પર પ્રતિબંધોની વાત કરનાર ટ્રમ્પ હવે ડીઝલ ખરીદશે? અમેરિકાની નીતિ પર સવાલ
  • October 11, 2026

Trump Russia Diesel Deal: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ડીઝલનો પુરવઠો મેળવવા અંગે કરેલી જાહેરાતે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. થોડા સમય પહેલાં જ રશિયન તેલ અને ગૅસની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Houthi Attacks Saudi Arabia: યમનના હૂતી બળવાખોરો સાઉદી અરેબિયાના હવાઈમથકોને કેમ નિશાન બનાવી રહ્યા છે?

  • October 11, 2026
  • 3 views
Houthi Attacks Saudi Arabia: યમનના હૂતી બળવાખોરો સાઉદી અરેબિયાના હવાઈમથકોને કેમ નિશાન બનાવી રહ્યા છે?

Gyanesh Kumar Resignation Protest: જ્ઞાનેશ કુમાર સામેના વિરોધે વિપક્ષ, વિદ્યાર્થી સંગઠનો અને નાગરિક સમાજને એક મંચ પર લાવ્યા

  • October 11, 2026
  • 4 views
Gyanesh Kumar Resignation Protest: જ્ઞાનેશ કુમાર સામેના વિરોધે વિપક્ષ, વિદ્યાર્થી સંગઠનો અને નાગરિક સમાજને એક મંચ પર લાવ્યા

Modi Government Challenges: મોદીના સત્તાનાં 25 વર્ષ પૂર્ણ, સામે ઊભા થયા 12 મોટા પડકારો

  • October 11, 2026
  • 4 views
Modi Government Challenges: મોદીના સત્તાનાં 25 વર્ષ પૂર્ણ, સામે ઊભા થયા 12 મોટા પડકારો

Sharjeel Imam Interim Bail: શરજિલ ઇમામની વચગાળાની જામીન રદ કરવાની માગ સાથે દિલ્હી પોલીસ અદાલતમાં પહોંચી

  • October 11, 2026
  • 6 views
Sharjeel Imam Interim Bail: શરજિલ ઇમામની વચગાળાની જામીન રદ કરવાની માગ સાથે દિલ્હી પોલીસ અદાલતમાં પહોંચી

Trump Russia Diesel Deal: રશિયા પર પ્રતિબંધોની વાત કરનાર ટ્રમ્પ હવે ડીઝલ ખરીદશે? અમેરિકાની નીતિ પર સવાલ

  • October 11, 2026
  • 7 views
Trump Russia Diesel Deal: રશિયા પર પ્રતિબંધોની વાત કરનાર ટ્રમ્પ હવે ડીઝલ ખરીદશે? અમેરિકાની નીતિ પર સવાલ

MP Freedom Fighter Quota Fraud: મધ્ય પ્રદેશમાં MBBS-BDS પ્રવેશના સ્વતંત્રતા સેનાની ક્વોટામાં ગેરરીતિનો આરોપ, 7 પ્રમાણપત્રો નકલી મળતાં પ્રવેશ રદ

  • October 11, 2026
  • 7 views
MP Freedom Fighter Quota Fraud: મધ્ય પ્રદેશમાં MBBS-BDS પ્રવેશના સ્વતંત્રતા સેનાની ક્વોટામાં ગેરરીતિનો આરોપ, 7 પ્રમાણપત્રો નકલી મળતાં પ્રવેશ રદ