Dubai Airport Drone Attack: વિશ્વનું સૌથી મોટું દુબઈ એરપોર્ટ બંધ! ઈરાનનો વધુ એક ડ્રોન હુમલો

  • World
  • March 16, 2026
  • 0 Comments

Dubai Airport Drone Attack: ઈરાન-અમેરિકા-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધનો આજે 17મો દિવસ છે,આજે ઇરાને સવારે દુબઈ એરપોર્ટ નજીક ડ્રોન હુમલો કર્યો છે ઈરાને સ્પષ્ટપણે કહ્યું છે કે તે હોર્મુઝ સ્ટ્રેટને અવરોધિત કરવા માટે લીવરેજનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે અને તે રસ્તો અમે નહિ ખોલવા દઈએ.

ઈરાને દુબઈ એરપોર્ટ નજીક વધુ એક ડ્રોન હુમલો કરી પડોશી દેશોને યુએસ લશ્કરી થાણા બંધ કરવા ચેતવણી આપી છે અન્યથા હુમલાઓ ચાલુ રાખશે તેમ જણાવ્યું છે, આ તેનું પહેલું નિવેદન છે જે સરકારી ટીવી પર વાંચવામાં આવ્યુ છે, દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે આવેલા ફ્યુઅલ ટેન્ક પર આજે સોમવારે સવારે ઈરાની ડ્રોન હુમલો થતા આગ લાગી હતી પરિણામે ભારે ભાગદોડ મચી હતી,સદનસીબે સિવિલ દુબઈની ડિફેન્સ ટીમે આગ પર કાબૂ મેળવી લીધો છે અને કોઈ જાનહાનિ થઈ નથી.

જોકે, સુરક્ષાના કારણોસર દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તમામ ફ્લાઈટ્સ કામચલાઉ ધોરણે સ્થગિત કરી દેવામાં આવી છે અને એરપોર્ટ બંધ કરાયું છે આજે સવારે દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક એક ફ્યુઅલ ટેન્કને ઇરાને નિશાન બનાવી ડ્રોન હુમલો કર્યો હતો, આ પહેલા પણ યુદ્ધ દરમિયાન અહીં હુમલો થયો હતો. જોકે, હુમલામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી.

દુબઈ પોલીસે એરપોર્ટ રોડ અને એરપોર્ટ ટનલને બંધ કરવાની જાહેરાત કરી છે. પોલીસે વાહનચાલકોને જણાવ્યું છે કે ઓપરેશન ચાલુ રહે ત્યાં સુધી અન્ય રસ્તાઓનો ઉપયોગ કરે, આ પહેલા દુબઈ મીડિયા ઓફિસે સત્તાવાર માહિતી આપી કે દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક ડ્રોન હુમલો થતાં લાગેલી આગ પર સિવિલ ડિફેન્સની ટીમોએ સફળતાપૂર્વક કાબૂ મેળવી લીધો છે પણ સાવચેતીના ભાગરૂપે હાલ એરપોર્ટ બંધ કરાયું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુદ્ધ શરૂ થયા પછી ઈરાને યુએઈ પર 1,800 થી વધુ મિસાઈલ અને ડ્રોન છોડ્યા છે. યુએઈ સૌથી વધુ નિશાન બનનાર દેશ બની ગયો છે. ઈરાન યુએસ બેઝ, એરપોર્ટ, બંદરો અને તેલ સુવિધાઓને નિશાન બનાવી રહ્યું છે, કારણ કે અમેરિકા અને ઈઝરાયલે ત્યાંથી ઈરાન પર હુમલા શરૂ કર્યા છે.

છેલ્લા કેટલાક દિવસોમાં દુબઈની આસપાસ ઘણી ડ્રોન ઘટનાઓ બની છે, જેમાં એરપોર્ટ નજીક ડ્રોન ક્રેશ થયુ જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા, એક ઇમારત પર કાટમાળને કારણે નાની આગ લાગી હતી અને બુર્જ ખલીફા નજીક ડ્રોન હુમલો થયો હતો દુબઈ પોલીસ અને અધિકારીઓ નિયમિત અપડેટ્સ આપી રહયા છે આ યુદ્ધ ગલ્ફમાં મુસાફરી અને સુરક્ષા અંગે ચિંતાઓ ઉભી કરી રહ્યું છે.

દુબઈ એરપોર્ટ્સ નજીક ડ્રોન હુમલા બાદ દુબઈ ઇન્ટરનેશનલ નજીક આગ લાગવાની ઘટનાને કારણે કેટલીક ફ્લાઇટ્સને અન્ય એરપોર્ટ તરફ વાળવામાં આવી છે.

એરપોર્ટ મેનેજમેન્ટ અનુસાર આ ફ્લાઇટ્સને જેબેલ અલી સ્થિત અલ મકતૂમ આંતરરાષ્ટ્રીય હવાઈમથક (DWC) મોકલવામાં આવી રહી છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Houthi Attacks Saudi Arabia: યમનના હૂતી બળવાખોરો સાઉદી અરેબિયાના હવાઈમથકોને કેમ નિશાન બનાવી રહ્યા છે?
  • October 11, 2026

Houthi Attacks Saudi Arabia: યમનમાં ફરી તીવ્ર બનેલા સંઘર્ષની અસર હવે પડોશી સાઉદી અરેબિયા સુધી પહોંચી છે. સાઉદી અધિકારીઓના જણાવ્યા અનુસાર, બે દિવસમાં રિયાધ અને આભા આંતરરાષ્ટ્રીય હવાઈમથકો પર મિસાઇલો…

Continue reading
Trump Russia Diesel Deal: રશિયા પર પ્રતિબંધોની વાત કરનાર ટ્રમ્પ હવે ડીઝલ ખરીદશે? અમેરિકાની નીતિ પર સવાલ
  • October 11, 2026

Trump Russia Diesel Deal: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ડીઝલનો પુરવઠો મેળવવા અંગે કરેલી જાહેરાતે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. થોડા સમય પહેલાં જ રશિયન તેલ અને ગૅસની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Houthi Attacks Saudi Arabia: યમનના હૂતી બળવાખોરો સાઉદી અરેબિયાના હવાઈમથકોને કેમ નિશાન બનાવી રહ્યા છે?

  • October 11, 2026
  • 3 views
Houthi Attacks Saudi Arabia: યમનના હૂતી બળવાખોરો સાઉદી અરેબિયાના હવાઈમથકોને કેમ નિશાન બનાવી રહ્યા છે?

Gyanesh Kumar Resignation Protest: જ્ઞાનેશ કુમાર સામેના વિરોધે વિપક્ષ, વિદ્યાર્થી સંગઠનો અને નાગરિક સમાજને એક મંચ પર લાવ્યા

  • October 11, 2026
  • 4 views
Gyanesh Kumar Resignation Protest: જ્ઞાનેશ કુમાર સામેના વિરોધે વિપક્ષ, વિદ્યાર્થી સંગઠનો અને નાગરિક સમાજને એક મંચ પર લાવ્યા

Modi Government Challenges: મોદીના સત્તાનાં 25 વર્ષ પૂર્ણ, સામે ઊભા થયા 12 મોટા પડકારો

  • October 11, 2026
  • 4 views
Modi Government Challenges: મોદીના સત્તાનાં 25 વર્ષ પૂર્ણ, સામે ઊભા થયા 12 મોટા પડકારો

Sharjeel Imam Interim Bail: શરજિલ ઇમામની વચગાળાની જામીન રદ કરવાની માગ સાથે દિલ્હી પોલીસ અદાલતમાં પહોંચી

  • October 11, 2026
  • 6 views
Sharjeel Imam Interim Bail: શરજિલ ઇમામની વચગાળાની જામીન રદ કરવાની માગ સાથે દિલ્હી પોલીસ અદાલતમાં પહોંચી

Trump Russia Diesel Deal: રશિયા પર પ્રતિબંધોની વાત કરનાર ટ્રમ્પ હવે ડીઝલ ખરીદશે? અમેરિકાની નીતિ પર સવાલ

  • October 11, 2026
  • 7 views
Trump Russia Diesel Deal: રશિયા પર પ્રતિબંધોની વાત કરનાર ટ્રમ્પ હવે ડીઝલ ખરીદશે? અમેરિકાની નીતિ પર સવાલ

MP Freedom Fighter Quota Fraud: મધ્ય પ્રદેશમાં MBBS-BDS પ્રવેશના સ્વતંત્રતા સેનાની ક્વોટામાં ગેરરીતિનો આરોપ, 7 પ્રમાણપત્રો નકલી મળતાં પ્રવેશ રદ

  • October 11, 2026
  • 7 views
MP Freedom Fighter Quota Fraud: મધ્ય પ્રદેશમાં MBBS-BDS પ્રવેશના સ્વતંત્રતા સેનાની ક્વોટામાં ગેરરીતિનો આરોપ, 7 પ્રમાણપત્રો નકલી મળતાં પ્રવેશ રદ