Iran War Update: ઈરાને કહ્યું હવે ચીન-રશિયા પણ ઈરાન સાથે છે! યુદ્ધ અમારી શરતો સાથે પૂર્ણ થશે!

  • World
  • March 16, 2026
  • 0 Comments

Iran War Update: અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન ઉપર કરેલા હુમલા બાદ ઈરાને બન્ને મોરચે લડવાનું ચાલુ રાખ્યું છે અને ઈરાને પર્સિયન ગલ્ફ અને અરબી સમુદ્ર વચ્ચે આવેલી હોર્મુઝ સ્ટ્રેટ એટલે કે હોર્મુઝની ખાડી દુનિયાના સૌથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ બંધ કરી દુનિયાભરમાં જતા ક્રૂડ-ગેસની સપ્લાય ચેઇન ખોરવી નાખતા ટ્રમ્પ ઢીલા પડી ગયા છે તેઓએ આ માર્ગ ખોલવા ઘણી કોશિશ કરી પણ વ્યર્થ રહી છે ત્યારે ઇરાને ઈઝરાયેલ અને અમેરિકાના સૈન્ય ઠેકાણાં ઉપર હુમલા ચાલુ રાખતા આ યુદ્ધ લાંબુ ચાલતા ટ્રમ્પની આ યુદ્ધ જલ્દી સમાપ્ત થવાની મુરાદ ઉપર પાણી ફરી વળ્યું છે બીજી તરફ ઈરાને દાવો કર્યો છે કે રશિયા અને ચીન તરફથી ઈરાનને સક્રિય લશ્કરી સહાય (Military Support) મળી રહી છે પરિણામે જંગ હવે અમારી શરતોને આધીન પૂરો થશે.

ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ રશિયા અને ચીન બન્ને દેશોને પોતાના ‘વ્યૂહાત્મક ભાગીદાર’ ગણાવતા કહ્યું કે આ સંઘર્ષમાં સૈન્ય સ્તરે તેઓનો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. અરાઘચીએ એક મહત્વના ઈન્ટરવ્યુમાં આ ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું, “ચીન અને રશિયા ઈરાનના વ્યૂહાત્મક ભાગીદારો છે અને તેઓ આ સંઘર્ષમાં સહયોગ આપી રહ્યા છે. જેમાં સૈન્ય સહયોગ પણ સામેલ છે. હું આ અંગે વધુ વિગતો આપી શકતો નથી, પરંતુ રાજકીય, આર્થિક અને સૈન્ય સ્તરે અમારો સહયોગ ઘણો મજબૂત છે.”

અરાઘચીએ એવો પણ ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે અમેરિકાએ ઈરાનના ‘શાહિદ’ ડ્રોન જેવું જ ‘લુકાસ’ નામનું નવું ડ્રોન બનાવ્યું છે, જેનો ઉપયોગ આરબ દેશોને નિશાન બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. તેમણે ચેતવણી આપી કે જો ઈરાનની ઓઈલ ફેસિલિટીઝ પર હુમલો થશે, તો ઈરાન આ ક્ષેત્રમાં સક્રિય અમેરિકી કંપનીઓ પર સીધો હુમલો કરશે.

અરાઘચીએ હાલમાં કોઈ પણ પ્રકારની શાંતિ મંત્રણાની શક્યતાને નકારી કાઢી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે યુદ્ધનો અંત ત્યારે જ આવી શકે જ્યારે ફરીથી ઈરાન ઉપડ હુમલા નહીં થાય તેની ફૂલ ગેરેંટી આપવામાં આવે. આ સાથે જ ઈરાને હુમલામાં થયેલા નુકસાન માટે વળતરની પણ માંગ કરી છે અને શરતોને આધીન યુદ્ધ વિરામ થશે અન્યથા યુદ્ધ ચાલુ જ રહેશે આમ,ઈરાન હવે ઈચ્છે તોજ યુદ્ધ બંધ થઈ શકે તેવી ઉલટી સ્થિતિનું હવે નિર્માણ થયું છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ
  • September 17, 2026

Russia Sanctions Bill 2026: અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 16 સપ્ટેમ્બર, બુધવારે રશિયા સામે આર્થિક દબાણ વધારતા મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી છે. ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of…

Continue reading
NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

  • September 18, 2026
  • 1 views
Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

  • September 18, 2026
  • 2 views
UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 7 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 11 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ