
બે દિવસ અગાઉ અમદાવાદના ખોખરા વિસ્તારામાં બાબા સાહેબની આંબેડકરની પ્રતિમાને અસમાજિક તત્વો દ્વારા ખંડિત કરાઈ હતી. જેથી લોકોમાં ભારે રોષ ભૂભક્યો હતો. લોકોએ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો અને આરોપીને ઝપવા સહિત નવી પ્રતિમા મૂકવા માગ કરાઈ હતી. ત્યારે ગઈકાલે બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. હજુ ત્રણ આરોપીઓ ફરાર છે. ત્યારે આજે બાબસાહેબ આંબેડકરની નવી પ્રતિમાનું અનવારણ કરાયું છે. સાથે જ ધરણા પ્રદર્શન પણ પૂર્ણ કરાયું છે.
આરોપીઓને ઘટના સ્થળે લઈ જવાયા
આજે વહેલી સવારે સ્થાનિકો અને દલિત અગ્રણીઓ દ્વારા નવી પ્રતિમાનું અનાવરણ કર્યું છે. ક્રાઈમ બ્રાન્ચે પકડેલા આરોપીઓ ખોખરા પોલીસને સોંપવામાં આવતા પોલીસ દ્વારા આજે તેઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતુ. આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પણ કરાયું છે.
જાણો સમગ્ર મામલો
રવિવારે મોડી રાત્રે કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા ખોખરા વિસ્તારમાં જયંતિ વકીલની ચાલી બહાર મૂકવામાં આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર પથ્થરમારો કરી તોડી પાડવમાં આવી હતી. પ્રતિમાના નાકના ભાગ ખંડિત થઈ ગયો હતો. જે અંગે જાણ થતા સ્થાનિક લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. સ્થાનિક રહીશો અને દલિત સંગઠનો દ્વારા પ્રતિમાની પાસે ધરણા પર બેસી ગયા હતા. સાથે જ ગઈકાલે ખોખરમાં બંધનું એલાન અપાયું હતુ. જેથી વિરોધ ઉગ્ર બનતાં મંગળવારે સાંજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મૂર્તિ ખંડિત કરનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. બાકીના ત્રણ આરોપીઓ ફરાર છે. આ આરોપીને ઝડપી પાડવા પોલીસે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.







