
Gujarat Politics: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ(Isudan Gadhavi) એક મહત્વપૂર્ણ મુદ્દા પર વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પોતાના દિલની વાત કરી છે અને એ વાત સાચી છે કે ભાજપના કેટલાક હોદ્દેદારો લાભાર્થીઓ બનીને લાભ લઈ રહ્યા છે. અમે આ વાત શરૂઆતથી જ કહી રહ્યા છીએ. જે લોકો સ્કૂટર લઈને ફરતા હતા એ લોકો આજે ફોર્ચ્યુનર ગાડી લઈને ફરતા થઈ ગયા. ભાજપ સત્તામાં છે એટલા માટે અધિકારીઓને ડરાવી ધમકાવીને આ લોકો પોતાના કામ કરાવી લે છે.
આ પણ વાંચો: નીતિન પટેલના નિવેદનથી રાજકારણમાં ધમાસાણ, કહ્યું ભાજપના નામે અધિકારીઓ જોડે સંબંધ બનાવે છે!
ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું આ જમીનના દલાલો ગુજરાત રાજ્યના દલાલો બની ગયા છે. અધિકારીઓને ડરાવી ધમકાવીને ભાજપના હોદ્દદારો ગુજરાતને લૂંટવાનું કામ કરી રહ્યા છે. નીતિનભાઈએ સાચી વાત કરી કે ભાજપમાં જે લોકો છે તે લોકો લાભાર્થીઓ છે અને તે લોકોને ગુજરાતના લોકોની કે દેશના લોકોની કોઈ ચિંતા નથી. આવા લોકો પોતાના ઘર ભરવા માટે સત્તામાં રહીને અધિકારીઓ પાસે ખોટા કામ કરાવે છે અને દલાલીઓ કરીને અને દલાલીઓ ખાઈને મોટા થયા છે. અમારી માંગ છે કે જે ભાજપના હોદ્દેદારો ગુજરાતને લૂંટવાનું કામ કરે છે તેને ભાજપ સરકાર બંધ કરાવે.
નીતીન પટેલે શું કહ્યું હતુ, જુઓ વિડિયોમાં?