નીતિશ કુમાર-તેજસ્વી યાદવ વચ્ચે રાજભવનમાં ભેટ; બિહારના રાજકારણમાં નવા-જૂનીના એંધાણ

  • India
  • January 2, 2025
  • 0 Comments

નીતિશ કુમાર ( Nitish Kumar)  અને તેજસ્વી યાદવ (Tejashwi Yadav) વચ્ચેની મુલાકાતે બિહારના રાજકારણમાં એક નવો માહોલ ઉભો કર્યો છે. આ વર્ષે બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાય તે પહેલા રાષ્ટ્રીય જનતા દળના વરિષ્ઠ નેતા લાલુ પ્રસાદ યાદવે મુખ્યમંત્રી નીતિશ કુમાર ને ઓફર આપતા રાજ્યના રાજકારણમાં ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે. આમ તો નીતિશ કુમાર અંગે છેલ્લા ઘણા દિવસથી નિવેદનબાજી ચાલી રહી છે, લાલુની ઓફર બાદ નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ વચ્ચે રાજભવનમાં મુલાકાત થતા ચર્ચાઓ વધુ જોર પકડી લીધું છે.

નીતિશ-તેજસ્વી વચ્ચે રાજભવનમાં ભેટ

એસલમાં બિહારની રાજધાની પટણાનાં રાજભવનમાં આજે રાજ્યપાલનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. આ દરમિયાન નીતિશ કુમાર (CM Nitish Kumar) અને તેજસ્વી યાદવ (Tejashwi Yadav) સામસામે આવ્યા હતા. જ્યારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી અને નીતિશ કુમાર સામસામે આવ્યા ત્યારે નીતિશ થોડો સમય અટકી ગયા હતા, પરંતુ છેવટે તેજસ્વીએ અભિવાદન કર્યું, ત્યારે નીતિશે તેમનો હાથ પકડી લીધો હતો. ઉલ્લેખની છે કે, બિહારમાં આરિફ મહમ્મદ ખાન (Arif Mohammad Khan)ને નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો- પાટીદાર યુવતીના સરઘસ મામલે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી આવ્યા મેદાનમાં

લાલુના નિવેદન મુદ્દે તેજસ્વીએ કરી સ્પષ્ટતા

રાજભવનમાં નીતિશ-તેજસ્વી વચ્ચે મુલાકાત થઈ તે પહેલા પૂર્વ સીએમએ એક નિવેદન આપ્યું અને હવે તેની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં લાલુ પ્રસાદ દ્વારા નીતિશ કુમારને ઓફર આપવા મુદ્દે તેજસ્વી યાદવે કહ્યું કે, ‘લાલુજીએ મીડિયાને શાંત પાડવા માટે આ નિવેદન આપ્યું હતું. તમે લોકો રોજ પૂછતા રહો છો, તેથી અમે પણ શું બોલીએ.’

કોંગ્રેસે નીતિશ કુમારના કર્યા વખાણ

લાલુ-નીતિશ વચ્ચે ઓફરની ગેમ બાદ કોંગ્રેસનું પણ નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા શકીલ અહમદ ખાને રાજ્યના મુખ્યમંત્રીના વખાણ કરીને કહ્યું કે, ‘જે લોકો ગાંધીવાદી છે, તેઓ અમારી સાથે આવશે. નીતિશ કુમાર ગાંધીવાદી છે, તેઓ ગાંધીજીના સિદ્ધાંતો પર ચાલે છે.’

આ પણ વાંચો- અડાલજ નજીક બસ-રિક્ષા વચ્ચે ખતરનાક અકસ્માત, એક મુસાફરના ફૂરચે-ફૂરચા

અમે નહીં, તો લોકો મૂંઝવણમાં છે : JUDના મંત્રી

JDU અને RJD નેતાઓએ રાજકારણને ગરમાવ્યા બાદ નીતિશ સરકારના મંત્રી વિજય કુમારે વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ‘આરજેડીના એક નેતા કહે છે કે, દરવાજો બંધ છે, જ્યારે બીજા નેતા કહે છે કે, દરવાજા ખુલ્લા છે. આનો અર્થ એ છે કે, અમે લોકો નહીં, પણ તેઓ મૂંઝવણમાં છે.’

લાલુ પ્રસાદ યાદવે શું કહ્યું હતું ?

આ પહેલા લાલુ યાદવે (Lalu Prasad Yadav) કહ્યું હતું કે, ‘નીતિશ માટે અમારા દરવાજા ખુલ્લા છે, નીતિશે પણ ખોલીને રાખવા જોઈએ. જો તેઓ અમારી સાથે આવે છે, તો અમે કેમ ન લઈએ? અમે તેમને સાથે લઈશું. નીતિશ અમારી સાથે આવે અને અમારી સાથે કામ કરે. નીતિશ કુમાર ભાગી જાય છે, જોકે અમે માફ કરી દઈશું.’ આ પહેલા તેજસ્વી યાદવે કહ્યું હતું કે, નીતિશ કુમાર માટે દરવાજા બંધ છે, જોકે આરજેડીમાં લાલુ યાદવનો નિર્ણય જ સર્વોપરી માનવામાં આવે છે.’

આ પણ વાંચો- મમતા બેનર્જીનો દાવો- BSF બાંગ્લાદેશીઓની ઘુસણખોરી કરાવી રહી છે; મહિલાઓ પર કરી રહી છે અત્યાચાર

Related Posts

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ
  • March 20, 2026

■આ જાહેર હિતની અરજીમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ આપવામાં આવેલા ગરિમાપૂર્ણ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે! Supreme Court: આજકાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ…

Continue reading
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!
  • March 20, 2026

■LPG ગેસની અછત વચ્ચે હવે સ્મશાનના કોલસાનો હોટલ-રેસ્ટોરન્ટમાં થઈ રહ્યો છે ઉપયોગ Cremation Coal: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ કંઈપણ જોયા વગર જ હુમલો કરી દેતા ઇરાને વિશ્વભરમાં જતા મુખ્ય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 4 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 7 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 8 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 9 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

  • March 20, 2026
  • 5 views
Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ