OLYMPICS 2028 માં ક્રિકેટનો સમાવેશ, પુરુષ અને મહિલાની 6 – 6 ક્રિકેટ ટીમો ભાગ લેશે

  • Sports
  • April 10, 2025
  • 0 Comments
  • ઓલેમ્પિકમાં T20 ફોર્મેટમાં ક્રિકેટની મેચો રમાડવામાં આવશે.
  • ઇન્ટનેશનલ ઓલેમ્પિક કમિટી દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ.

Cricket in Olympics 2028 । આગામી ઓલેમ્પિક ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હોવાની સત્તાવાર જાહેરાત ઇન્ટરનેશનલ ઓલેમ્પિક કમિટી (IOC) દ્વારા બુધવારના રોજ કરવામાં આવી હતી.

પુરુષ અને મહિલા કેટેગરીમાં 6 – 6 ટીમો વચ્ચે ટી20 ફોર્મેટમાં મેચો રમાશે અને તેમાંથી ગોલ્ડ, સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલના હકદારો નક્કી થશે. બંને ફોર્મેટમાં દરેક ટીમમાં 15 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ઓલેમ્પિક ગેમ્સના ઇતિહાસમાં અત્યાર સુધીમાં માત્ર 1 જ વખત ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઘટના ઈ.સ. 1900 ના પેરિસ ઓલેમ્પિક વખતે બની હતી. એ સમયે ફ્રાન્સ અને ગ્રેટ બ્રિટનની ટીમોએ ઓલેમ્પિકમાં ભાગ લીધો હતો. જેમાં ગ્રેટ બ્રિટનને ગોલ્ડ મેડલ જ્યારે ફ્રાન્સને સિલ્વર મેડલ પ્રાપ્ત થયું હતું. બંને ટીમો વચ્ચે માત્ર એક જ મેચ રમાડવામાં આવી હતી. તેથી પહેલી જ મેચને ફાઈનલ જાહેર કરવામાં આવી હતી.

1900 પેરિસ ઓલેમ્પિકમાં ક્રિકેટની એક માત્ર મેચ રમાઈ હતી.

વાત કરીએ 2028 ઓલેમ્પિક ગેમ્સમાં ક્રિકેટના સમાવેશ અંગેની તો, હાલના તબક્કે તો માત્ર ક્રિકેટના સમાવેશ અંગેની જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પરંતુ, ક્રિકેટ કયાં મેદાનો પર રમાશે તેની કોઈ જાણકારી પ્રસિદ્ધ કરવામાં આવી નથી. જોકે, ન્યૂયોર્કમાં મેચો રમાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

બીજી એકવાત કે ઓલેમ્પિક 2028માં ભાગ લેવા માટે ટીમો કેવી રીતે ક્વોલિફાય થશે તે અંગેના પ્રોસેસની પણ કોઈ જાણકારી જાહેર કરવામાં આવી નથી. લોસ એન્જેલિસ ઓલેમ્પિકમાં અમેરિકા યજમાન તરીકે જરૂર રમશે તેવું જાણવા મળે છે. તેથી અન્ય પાંચ ટીમો નક્કી કરવા માટે ક્વોલિફિકેશન રાઉન્ડની મેચો રમાડવામાં આવશે.

લોસ એન્જેલિસ ઓલેમ્પિક 2028માં કુલ 351 મેડલ ઇવેન્ટ્સ થશે. જે પેરિસ 2024ના 329 ઇવેન્ટ્સ કરતાં 22 વધારે છે. કુલ એથલીટોની સંખ્યા 10,500 રાખવામાં આવી છે. જેમાં 5,333 મહિલાઓ અને 5,167 પુરુષ એથલિટ્સનો સમાવેશ થાય છે.

કોમનવેલ્થ ગેમ્સમાં પણ વર્ષ 1998 અને 2022 એમ બે વખત ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે એશિયન ગેમ્સમાં 2010, 2014 અને 2023 એમ ત્રણ વખત ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વર્ષ 2023ના એશિયન ગેમ્સમાં ભારતે પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં પોતાની ટીમ મોકલી હતી અને બંનેમાં ગોલ્ડ મેડલ ભારતે જીત્યો હતો.

 

 

આ પણ વાંચોઃ

 સહકારી ક્ષેત્ર હવે રાજકીય અખાડો બની ગયો, ભાજપનો સહકારી બેંકો પર કબજો! | Co-operative Bank

તહવ્વુર રાણાની પૂછપરછ થાય તે પહેલા જ પાકિસ્તાને મૌન તોડ્યું, જાણો શું કહ્યું? | Tahavur Rana extradition પણ વાંચોઃ 

કોર્ટે રેપ કેસની પિડીતાને જ ગણાવી જવાબદાર, આરોપી યુવકને આપ્યાં જામીન

બિહારમાં આકાશી વીજળીનો કહેર, મંદિરનું શિખર ચીરી નાખ્યું, 22 લોકોના મોત | Bihar

 

 

Related Posts

Women’s ODI World Cup 2025: પાકિસ્તાન એક પણ વર્લ્ડ કપ મેચ જીતી ના શક્યું, છતાં 3 પોઈન્ટ કેવી રીતે મળ્યા?, જાણો
  • October 25, 2025

Women’s ODI World Cup 2025: પાકિસ્તાનને 2025 વર્લ્ડ કપમાંથી જીત મેળવ્યા વગરજ પરત ફરવું પડ્યું છે. મહિલા વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ભારત પહેલાથી જ…

Continue reading
IND vs AUS Playing 11 Prediction: ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વનડેમાં રમશે આ 11 ભારતીય ખેલાડીઓ!ક્રિકેટ રસિયાઓમાં ઉત્સુકતા
  • October 17, 2025

 IND vs AUS Playing 11 Prediction: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી વનડે ૧૯ ઓક્ટોબરે પર્થમાં રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ જીત્યા પછી ટીમ ઈન્ડિયા તેની પહેલી વનડે શ્રેણી રમશે. આ શુભમન ગિલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP politics: ભાજપે ‘મતચોરી’ કરવાનો અખતરો 2014માં ગુજરાતથી કર્યો જે દેશભરમાં ફેલાયો છે!: રાહુલના ચાબખા

  • October 27, 2025
  • 4 views
BJP politics: ભાજપે ‘મતચોરી’ કરવાનો અખતરો 2014માં ગુજરાતથી કર્યો જે દેશભરમાં ફેલાયો છે!: રાહુલના ચાબખા

Gujarat Rain forecast : ગુજરાતમાં આજેપણ ભારેથી અતિભારે વરસાદની આગાહી;રાતભર વરસાદ પડતાં વાતાવરણ ઠંડુગાર બન્યું

  • October 27, 2025
  • 4 views
Gujarat Rain forecast : ગુજરાતમાં આજેપણ ભારેથી અતિભારે વરસાદની આગાહી;રાતભર વરસાદ પડતાં વાતાવરણ ઠંડુગાર બન્યું

Ahmedabad Accident: કણભા પાસે ટ્રિપલ અકસ્માત, 15થી વધુ ઈજાગ્રસ્ત,ત્રણના મોત

  • October 27, 2025
  • 6 views
Ahmedabad Accident: કણભા પાસે ટ્રિપલ અકસ્માત,  15થી વધુ ઈજાગ્રસ્ત,ત્રણના મોત

Russia:  રશિયાએ અમર્યાદિત રેન્જ સાથે અદ્રશ્ય રહેતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા ખળભળાટ,વિશ્વભરમાં ચિંતા

  • October 27, 2025
  • 2 views
Russia:  રશિયાએ અમર્યાદિત રેન્જ સાથે અદ્રશ્ય રહેતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા ખળભળાટ,વિશ્વભરમાં ચિંતા

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 7 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 12 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ