એક પછી એક 50 ગાડીઓ થઇ ગઈ પંચર; હજારો ગાડીઓનો લાગી ગયો જમાવડો

  • India
  • December 31, 2024
  • 0 Comments

મુંબઈ-નાગપુર હાઈવે પર તે સમયે અફરાતફરી મચી જ્યારે રસ્તા પર પડેલા એક લોખંડના બોર્ડના કારણે 50થી વધુ કારોના ટાયર પંકચર થઈ ગયા, જેના કારણે હાઈવે પર કારોની લાઈનો લાગી ગઈ. હાઈવેના વ્યસ્ત ભાગ પર બનેલી આ ઘટનાના કારણે મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ ઘટના મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ પર 29 ડિસેમ્બર રાત્રે 10 વાગ્યાના આસપાસ વાશિમ જિલ્લાના માલેગાંવ અને વનોજા ટોલ પ્લાઝા વચ્ચે બની. જણાવી દઇએ કે આ માર્ગ વ્યૂહાત્મક રીતે મુંબઈ અને નાગપુરને જોડતો એક મહત્વપૂર્ણ માર્ગ માનવામાં આવે છે.

મળી રહેલી જાણકારી અનુસાર, લોખંડની શીટના કારણે એક પછી એક નાની ગાડીઓ અને ટ્રકોના ટાયર પંચર થઇ ગયા હતા. આ વચ્ચે હાઇવે પર કલાકો સુધીનો ટ્રાફિક જામ થઈ ગયો અને એક સંખ્યાબંધ ગાડીઓનો કાફલો રસ્તા ઉપર ભેગો થઈ ગયો હતો. ભયંકર ટ્રાફિક જામમાં ફસાયેલા લોકોને રાતભર હાઇવે પર જ રહેવું પડ્યું હતું. હાલમાં પ્રશાસન તે વાતની તપાસ કરી રહ્યું છે કે, લોખંડની શીટ ત્યાં ભૂલથી પડી ગઈ હતી કે, કોઈએ જાણીજોઇને ત્યાં ફેંકી હતી.

જામને ખોલવા માટે હાઇવે અધિકારીઓએ મળીને શીટ્સને હટાવવાની કોશિશ કરી. આ સાથે જ યાત્રીઓને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. આ ઘટના તે સમયે થઈ છે, જ્યારે હાઈ-સ્પીડ કોરિડોરની સુરક્ષા પર પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે, વર્તમાન સમયમાં ભયંકર માર્ગ અકસ્માતમાં મોટી સંખ્યામાં લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે.

માહિતી માટે જણાવી દઇએ કે, 701 કિમી લાંબો આ મુંબઈ-નાગપુર એક્સપ્રેસવે (જેને સમૃદ્ધિ મહામાર્ગના નામથી પણ ઓળખવામાં આવે છે) ભારતના સૌથી મોટા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સમાંનો એક છે, જેના લીધે મુંબઈ અને નાગપુરના વચ્ચેના પ્રવાસનો સમય ઘણી હદે ઘટી જશે. જણાવવું છે કે, તેને બનાવવા માટે 55,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

તે આ પ્રદેશમાં પ્રવાસ અને વ્યાપાર માટે મોટા ફેરફારો લાવવા માટે કરાયેલ એક મહત્વપૂર્ણ અને વિશાળ પ્રોજેક્ટ છે.

Related Posts

Reliance Capital CBI FIR: LICની ફરિયાદ પર Reliance Capital અને અનિલ અંબાણી વિરુદ્ધ CBIની FIR, ₹2,684 કરોડની કથિત છેતરપિંડીની તપાસ
  • September 20, 2026

Reliance Capital CBI FIR: કેન્દ્રીય તપાસ બ્યુરો એટલે કે CBIએ ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LICની ફરિયાદના આધારે Reliance Capital Limited (RCAP), તેના પૂર્વ ચેરમેન અનિલ અંબાણી અને અન્ય…

Continue reading
West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?
  • September 19, 2026

West Bengal Bypolls: પશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેજિનગર વિધાનસભા પેટાચૂંટણીઓ પહેલાં રાજકીય ઘટનાક્રમમાં સતત નવા વળાંકો આવી રહ્યા છે. રેજિનગરથી મમતા બેનર્જીના નેતૃત્વવાળા TMC જૂથના ઉમેદવાર રબીઉલ આલમ ચૌધરીએ શનિવારે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Reliance Capital CBI FIR: LICની ફરિયાદ પર Reliance Capital અને અનિલ અંબાણી વિરુદ્ધ CBIની FIR, ₹2,684 કરોડની કથિત છેતરપિંડીની તપાસ

  • September 20, 2026
  • 4 views
Reliance Capital CBI FIR: LICની ફરિયાદ પર Reliance Capital અને અનિલ અંબાણી વિરુદ્ધ CBIની FIR, ₹2,684 કરોડની કથિત છેતરપિંડીની તપાસ

West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

  • September 19, 2026
  • 5 views
West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

  • September 19, 2026
  • 6 views
Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

  • September 19, 2026
  • 7 views
West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

  • September 19, 2026
  • 9 views
Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

  • September 19, 2026
  • 10 views
Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?