
Pahalgam Terror Attack: ગઈકાલે મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં બુધવારે પંજાબના લુધિયાણામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અહીં મુસ્લિમ સમુદાયના લોકોએ આતંકવાદી ઘટનાની નિંદા કરી અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
વિરોધ પ્રદર્શન દરમિયાન, મુસ્લિમ સમુદાયે આતંકવાદનું પૂતળું બાળ્યું અને ‘પાકિસ્તાન મુર્દાબાદ’ અને ‘આતંકવાદ મુર્દાબાદ’ ના નારા લગાવ્યા હતા. મુસ્લીમ સમુદાયના નેતા મુહમ્મદ મુસ્તકીમ કહ્યું કે કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા નિઃશસ્ત્ર લોકો પર હુમલો નિંદનીય છે. સમગ્ર મુસ્લિમ સમુદાય આનો વિરોધ કરે છે. પંજાબના શાહી ઇમામ ઉસ્માન લુધિયાનવીએ પણ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
#WATCH | Ludhiana, Punjab: People protest against the #PahalgamTerrorAttack. pic.twitter.com/yGNtHFMCkE
— ANI (@ANI) April 23, 2025
આતંકી હુમલામાં 30 પ્રવાસીઓના મોત
જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ વિસ્તારના( એપ્રિલ 22, 2025)ના રોજ અનંતનાગ જિલ્લામાં બૈસરન ખીણમાં થયેલા હુમલાએ સૌ કોઈને હચમચાવી મૂક્યા છે. 30 જેટલા પ્રવાસીઓ પર 6 જેટલા આતંકીઓ ગોળીઓથી વિધી નાખ્યા છે. ઘટનાસ્થળે ભારે કોલાહાલ મચી ગયો હતો. મોટા ભાગે આ હુમલામાં પુરુષને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. કોઈ પુત્ર તો કોઈએ પતિ ગુમાવ્યા છે. ઘટનાસ્થળે મહિલાઓનું રોકકળ સૌ કોઈને હચમચાવી દેવું હતુ. આ 30 મૃતકો પૈકી 3 ગુજરાતના હોવાનું સામે આવ્યું છે. જેમાં એક સુરત અને બે ભાવનગરના પ્રવાસીના મોત થયા છે. જેથી પરિવારોમાં ભારે આક્રંદ છે. ખાતે થયો હતો. હુમલાખોર આતંકવાદીઓએ પ્રવાસીઓના જૂથ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
TRF શું છે? તે કેવી રીતે કામ કરે છે?
TRF એક આતંકવાદી સંગઠન છે જે 2019 માં જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા પછી ઉભરી આવ્યું હતું. આ એક રીતે પાકિસ્તાન સમર્થિત જેહાદી આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું બીજું નામ છે. TRF ઘણીવાર નાગરિકો પર હુમલા કરી ચૂક્યું છે. ખાસ કરીને કાશ્મીરી પંડિતો જેવા લઘુમતી સમુદાયોના સભ્યો, સરકારી કર્મચારીઓ અને પ્રવાસીઓ પર. આ સંગઠન ભારતીય સુરક્ષા દળો પર પણ હુમલો કરે છે. TRF બિન-ધાર્મિક પ્રતીકોનો ઉપયોગ કરીને પોતાને ધર્મનિરપેક્ષ તરીકે દર્શાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેનો હેતુ કાશ્મીરમાં આતંક ફેલાવવાનો છે. પાકિસ્તાન મુર્દાબાદ લગાવવાનું કારણ એ છે કે આ જૂથ પાકિસ્તાન સાથે જોડાયેલું છે. પાકિસ્તાન TRF ને મદદ પુરી પાડતું હોવાના દાવા છે.
આ પણ વાંચોઃ
Pahalgam Attack: 3 આતંકીઓના સ્કેચ જાહેર, ધાર્મિક ઓળખ પૂછ્યા બાદ પ્રવાસીઓ પર ફાયરિંગ
Pahalgam Terrorist Attack: હુમલાનું આયોજન માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ 2 મહિનાથી કરી રહ્યો હતો!
Pahalgam Attack: ખતરારુપ વિસ્તારમાં સુરક્ષા કેમ ન હતી?, લોકોના મોત માટે કોણ જવાબદાર?
Pahalgam Attack: હુમલા બાદ સેનાએ HAL ધ્રુવ હેલિકોપ્ટરની ફોજ ઉતારી, આતંકીઓને શોધી કાઢવા ઓપરેશન