
Pahalgam Terrorist Attack updates: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સેનાએ આતંકવાદીઓની શોધ શરૂ કરી દીધી છે. સેનાની સાથે, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસ પણ સર્ચ ઓપરેશનમાં સામેલ છે. સેનાની વિક્ટર ફોર્સ સાથે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સૈનિકો હુમલો કરનારા આતંકવાદીઓને શોધી રહ્યા છે. ગઈકાલે મંગળવારે થયેલા આતંકી હુમલામાં 30 પ્રવાસીઓના મોત થઈ ગયા છે. જ્યારે 13 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં દાખલ છે. મોટા ભાગે આતંકીઓએ પુરુષોને ટાર્ગેટ બનાવ્યા છે.
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને ગૃહમંત્રી અમિત શાહે શ્રદ્ધાંજલિ પાઠવી.#JammuAndKashmir #Pahalgam #PahalgamAttack #AmitShah #PahalgamTerroristAttack #TerroristAttack #thegujaratreport pic.twitter.com/RJTKr0Fcrp
— The Gujarat Report (@TGujarat_Report) April 23, 2025
હુમલાના સમાચાર મળતાં જ સાઉદી એરેબિયા ગયેલા વડાપ્રધાન મોદી પણ ભારત પરત આવી ગયા છે. આ હુમલા બાદ તેમણે દિલ્હીમાં બેઠક યોજી હતી. જ્યારે કેન્દ્રીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગરમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવારોને મળ્યા છે.
હુમલાખોરો આતંકીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે. સેનાની સાથે, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસ પણ સર્ચ ઓપરેશનમાં સામેલ છે. સેનાની વિક્ટર ફોર્સ સાથે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સૈનિકો હુમલો કરનારા આતંકવાદીઓને શોધી રહ્યા છે. લશ્કર-એ-તૈયબાના ફ્રન્ટ ઓર્ગેનાઇઝેશન TRF એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ સંબંધિત દરેક અપડેટ માટે આ પેજ પર રહો.
સૈફુલ્લા ખાલિદે હુમલાની યોજના બનાવી હતી

પહેલગામ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ ખાલિદ છે. તે જમાત ઉદ દાવાનો માસ્ટરમાઇન્ડ છે અને હાફિઝ સઈદનો નજીકનો છે. તે છેલ્લા બે મહિનાથી હુમલાની યોજના બનાવી રહ્યો હોવાના અહેવાલ છે.
આ પણ વાંચોઃ
Ahmedabad: સરકાર આસારામના 3 આશ્રમ કેમ ખાલી કરાવી રહી છે?, શું છે આયોજન!
આસારામના આશ્રમને ખાલી કરાવતાં વળતર મળશે કે નહીં? | Olympics Planning
NADIAD: સિરપકાંડના આરોપીના ઘરે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશીએ વોચ રાખી
Pahalgam Attack: ખતરારુપ વિસ્તારમાં સુરક્ષા કેમ ન હતી?, લોકોના મોત માટે કોણ જવાબદાર?
Pahalgam Attack: હુમલા બાદ સેનાએ HAL ધ્રુવ હેલિકોપ્ટરની ફોજ ઉતારી, આતંકીઓને શોધી કાઢવા ઓપરેશન