PAKISTAN: BLAએ કર્યો બીજીવાર હુમલો, પાકિસ્તાનના 90 સૈનિકોના મોતનો દાવો

  • World
  • March 16, 2025
  • 3 Comments
  • ટ્રેન હાઇજેક બાદ બલુચિસ્તાનમાં બીજો મોટો હુમલો
  • બલૂચ બળવાખોરોએ પાકિસ્તાની સેનાની બસ ઉડાવી
  • BLAનો 90 પાકિસ્તાની સૈનિકોને માર્યાનો દાવો

PAKISTAN: પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ફરી એકવાર પાકિસ્તાની સેનાના કાફલા પર મોટો હુમલો થયો છે. અહેવાલો અનુસાર બલુચિસ્તાનના નોશકી જિલ્લામાં આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો છે, અને ત્યારબાદ ભારે ગોળીબાર કરવામાં આવ્યો છે. બલુચિસ્તાનમાં ટ્રેનનું અપહરણ કરનાર અલગતાવાદી સશસ્ત્ર જૂથ, બલુચિસ્તાન લિબરેશન આર્મી(BLA)એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ જૂથે 90 પાકિસ્તાની સૈનિકોના મોતનો દાવો કર્યો છે. જોકે મીડિયા આઉટલેટ ખોરાસન ડાયરીએ સ્વતંત્ર સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 7 લોકો માર્યા ગયા છે અને લગભગ 35 લોકો ઘાયલ થયા છે.

90 સૈનિકોને માર્યા ગયા હોવાનો દાવો

બલુચિસ્તાન લિબરેશન આર્મીના પ્રવક્તા જિયાન બલોચે જણાવ્યું હતું કે એક આત્મઘાતી હુમલાખોરે એક બસને નિશાન બનાવી હતી અને પછી બીજી બસ પર ગોળીબાર કર્યો હતો. કાફલામાં 8 બસો હતી, જેમાંથી એક આત્મઘાતી હુમલામાં સંપૂર્ણપણે નાશ પામી હતી. પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે હુમલા પછી તરત જ  BLA ની  ટુકડીએ બસને સંપૂર્ણપણે ઘેરી લીધી હતી અને તેમાં હાજર તમામ સૈનિકોને મારી નાખ્યા હતા. BLA એ દાવો કર્યો હતો કે સમગ્ર કાર્યવાહીમાં કુલ 90 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા.

ખોરાસન ડાયરીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે પાકિસ્તાની લશ્કરી દળોના કાફલામાં 8 બસો અને બે કારનો સમાવેશ થતો હતો. તેમાં એક પોલીસ અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે એક બસને IED દ્વારા નિશાન બનાવવામાં આવી હતી. જ્યારે બીજી બસ ગ્રેનેડથી ભરેલા વાહન સાથે ટકરાઈ હતી.  ઘાયલોને નોશકીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

ટ્રેન હાઇજેક પછીનો બીજો બનાવ

એક અઠવાડિયામાં બલૂચ વિદ્રોહીઓ દ્વારા આ બીજો મોટો હુમલો છે.  ગત મંગળવારે BLA એ ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેનનું હાઇજેક કરી હતી. ટ્રેનમાં 450 થી વધુ મુસાફરો હતા. પાકિસ્તાની સેનાએ દાવો કર્યો હતો 33 BLAના આતંકીને ઠાર કર્યા છે. પરંતુ BLA જૂથે પાકિસ્તાની સૈન્યના દાવાઓને ખોટા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે બંધકો હજુ પણ તેમની કસ્ટડીમાં છે.

બાદમાં આ જૂથે 214 બંધક પાકિસ્તાની સૈનિકોને મારી નાખવાનો દાવો કર્યો હતો. જે પાકિસ્તાની સૈન હતા. BLAના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાએ તેના સૈનિકોને મરવા માટે છોડી દીધા હતા. જૂથે કહ્યું કે પાકિસ્તાની સેનાએ BLAની કોઈ શરતો ન માનતા તમામને મારી નાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Vadodara: આ છે વડોદરા પોલીસ: દારુ પીધેલા 31 લોકો ઝડપાયા તો કડક કાર્યવાહીને બદલે શપથ લેડાવ્યા?

આ પણ વાંચોઃ Ahmedabad: મંદિર બચાવવા લડતાં પૂજારીએ ગળાફાંસો ખાધો, પુત્રના ગંભીર આક્ષેપ

આ પણ વાંચોઃ ‘કાલસર્પ’ એક યોગ, દોષ નથી! ભ્રમ તોડવાની જરૂર! | KAAL SARP

 

Related Posts

England: ઘરનો દરવાજો તોડ્યો, ‘ગોરો’ ઘરમાં ઘૂસ્યો અને 20 વર્ષીય ભારતીય યુવતી પીંખી નાખી
  • October 27, 2025

Crime in England: ઇંગ્લેન્ડમાં 20 વર્ષીય ભારતીય મૂળની યુવતી પર બળાત્કાર થવાની ઘટના બની છે, અંદાજે 30 વર્ષના બળાત્કારી ગોરા પુરુષના સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન…

Continue reading
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”
  • October 26, 2025

DONALD TRUMP | થાઇલેન્ડ અને કંબોડિયાના નેતાઓએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ તકે ટ્રમ્પે કહ્યું કે તેમના વહીવટીતંત્રે આઠ મહિનામાં આઠ યુદ્ધોનો અંત લાવ્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

  • October 27, 2025
  • 3 views
ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

  • October 27, 2025
  • 12 views
Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • October 27, 2025
  • 9 views
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 22 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

  • October 27, 2025
  • 15 views
 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

  • October 27, 2025
  • 3 views
BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’