Pakistan: આખરે ઇરાનનું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન પહોંચ્યું! આજની બેઠક ઉપર સૌની નજર

  • World
  • April 11, 2026
  • 0 Comments

Pakistan: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને ઘટાડવા માટે હાલમાં પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ ખાતે મહત્વની શાંતિ મંત્રણાઓ આયોજિત કરવામાં આવી છે. આ મંત્રણામાં અમેરિકાના પ્રતિનિધિ તરીકે ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ હાજર રહેવાના છે અમેરિકા સાથેની પ્રસ્તાવિત વાટાઘાટો પહેલા ઈરાનનું પ્રતિનિધિમંડળ મોડી રાત્રે પાકિસ્તાન પહોંચ્યું છે, ઈરાનની ન્યૂઝ એજન્સી તસ્નીમના જણાવ્યા અનુસાર, આ પ્રતિનિધિમંડળ 71 લોકોનું છે,આ નિર્ણાયક બેઠક આજે તા.11 એપ્રિલ 2026 ના રોજ ઈસ્લામાબાદમાં યોજાવાની છે.

સુરક્ષાના કારણોસર ઈસ્લામાબાદમાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે ઈરાને વાટાઘાટો શરૂ કરતા પહેલા બે મુખ્ય શરતો મૂકી છે: લેબનાનમાં તાત્કાલિક અને અસરકારક યુદ્ધવિરામ (Ceasefire) લાગુ કરવો વિવિધ દેશોમાં બ્લોક કરવામાં આવેલા ઈરાની ફંડ્સ (ભંડોળ) ને મુક્ત કરવા.

પાકિસ્તાન આ મંત્રણામાં મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી રહ્યું છે. અગાઉ 8 એપ્રિલે અમેરિકાએ બે અઠવાડિયા માટે સીઝફાયરની જાહેરાત કરી હતી, જે આ મંત્રણાનો પાયો બન્યો છે મંત્રણા પહેલા જ ઈરાને ઈઝરાયેલ પર કુવૈતમાં થયેલા હુમલાનો આરોપ લગાવીને વાતાવરણ ગરમ કર્યું છે. વધુમાં, હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ની સુરક્ષા અને ટ્રાફિકિંગ પણ ચર્ચાનો મોટો વિષય છે ઈરાનના સંસદ સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબાફ પણ આ વાટાઘાટોમાં ઈરાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી શકે છે.

વિશ્વના દેશોની નજર આ મંત્રણા પર છે કારણ કે તે મધ્ય પૂર્વમાં શાંતિ માટે અત્યંત મહત્વની માનવામાં આવે છે ઈરાનની ન્યૂઝ એજન્સી તસ્નીમના જણાવ્યા અનુસાર, આ પ્રતિનિધિમંડળ 71 લોકોનું છે આ ટીમમાં નિષ્ણાત સલાહકારો,મીડિયા પ્રતિનિધિઓ, રાજદ્વારીઓ અને સુરક્ષા સાથે જોડાયેલા અધિકારીઓ પણ સામેલ છે. આ વાટાઘાટ ટીમનું નેતૃત્વ ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકેર ગાલિબાફ કરી રહ્યા છે બીજી તરફ, અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પણ પ્રતિનિધિમંડળ સાથે આજે ઈસ્લામાબાદ પહોંચશે. અમેરિકા અને ઈરાન વચ્ચેની આ મહત્વની બેઠક આજે ઈસ્લામાબાદમાં યોજાવાની છે, જેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

IRGC: ઈરાનમાં IRGC અને અરાઘચી વચ્ચે વૈચારિક મતભેદ ઉભા થયા, IRGCને કેટલીક શરતો માન્ય નથી! વાટાઘાટો સફળ નહિ રહે!
  • April 11, 2026

IRGC: પાકિસ્તાનની સેરેના હોટેલમાં ઈરાન-અમેરિકા-ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધ અટકાવવા મામલે વાટાઘાટો શરૂ થાય તે પહેલાં જ ઈરાન બે ભાગમાં વહેંચાઈ ગયું છે. અહેવાલો સૂચવે છે કે ઈરાની વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી…

Continue reading
Hormuz: “બકરું કાઢતા ઉંટ પેઠું!”હવેથી હોર્મુઝ માર્ગથી પસાર થનારા જહાજો પાસેથી ઈરાન ટ્રાન્ઝિટ ફી વસૂલ કરશે!
  • April 11, 2026

■ ટ્રમ્પની હરકતોની કિંમત વિશ્વના દેશોએ ચૂકવવી પડશે. Hormuz: દુનિયામાં બધું બરાબર ચાલી રહ્યું હતું અને વેપારી ટ્રમ્પને ક્રૂડનો ધંધો કરવાનું શૂરાતન ઉપડ્યું આ માટે તેણે પહેલા કોઈપણ લેવાદેવા વગર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IRGC: ઈરાનમાં IRGC અને અરાઘચી વચ્ચે વૈચારિક મતભેદ ઉભા થયા, IRGCને કેટલીક શરતો માન્ય નથી! વાટાઘાટો સફળ નહિ રહે!

  • April 11, 2026
  • 3 views
IRGC: ઈરાનમાં IRGC અને અરાઘચી વચ્ચે વૈચારિક મતભેદ ઉભા થયા, IRGCને  કેટલીક શરતો માન્ય નથી! વાટાઘાટો સફળ નહિ રહે!

BJP: ભાજપના 70 % જુના જોગીઓ કપાતા પક્ષમાં અસંતોષનો માહોલ! હવે આગામી જીતનું ચિત્ર કેવું હશે? જુઓ,ખાસ ચર્ચા

  • April 11, 2026
  • 2 views
BJP: ભાજપના 70 % જુના જોગીઓ કપાતા પક્ષમાં અસંતોષનો માહોલ! હવે આગામી જીતનું ચિત્ર કેવું હશે? જુઓ,ખાસ ચર્ચા

Hormuz: “બકરું કાઢતા ઉંટ પેઠું!”હવેથી હોર્મુઝ માર્ગથી પસાર થનારા જહાજો પાસેથી ઈરાન ટ્રાન્ઝિટ ફી વસૂલ કરશે!

  • April 11, 2026
  • 4 views
Hormuz: “બકરું કાઢતા ઉંટ પેઠું!”હવેથી હોર્મુઝ માર્ગથી પસાર થનારા જહાજો પાસેથી ઈરાન ટ્રાન્ઝિટ ફી વસૂલ કરશે!

Pakistan: આખરે ઇરાનનું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન પહોંચ્યું! આજની બેઠક ઉપર સૌની નજર

  • April 11, 2026
  • 4 views
Pakistan: આખરે ઇરાનનું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન પહોંચ્યું! આજની બેઠક ઉપર સૌની નજર

Gujarat Politics: ભાજપે રણનીતિ બદલી! નવા ઉત્સાહી-ફ્રેશ-યંગ ચહેરાઓને ટીકીટ આપી!જુના જોગીઓને પાર્ટીની સેવાનો મોકો અપાયો!

  • April 11, 2026
  • 9 views
Gujarat Politics: ભાજપે રણનીતિ બદલી! નવા ઉત્સાહી-ફ્રેશ-યંગ ચહેરાઓને ટીકીટ આપી!જુના જોગીઓને પાર્ટીની સેવાનો મોકો અપાયો!

Islamabad: પાકિસ્તાનમાં આજે શાંતિ મંત્રણા થશે? ઇરાનની ગેરહાજરીમાં શુક્રવારે મિટિંગ રદ થઈ હતી! શુ ઈરાન મંત્રણા માટે તૈયાર થશે?

  • April 11, 2026
  • 5 views
Islamabad: પાકિસ્તાનમાં આજે શાંતિ મંત્રણા થશે? ઇરાનની ગેરહાજરીમાં શુક્રવારે મિટિંગ રદ થઈ હતી! શુ ઈરાન મંત્રણા માટે તૈયાર થશે?