
Palanpur: ગુજરાતના પાલનપુરમાં આવેલા ઐતિહાસિક માનસરોવર તળાવને નગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે ઊંડું કરાયું છે તેનુ લોકાર્પણ કરાતા વિરોધ પક્ષોએ કામમાં ગેરરીતિના આક્ષેપ કર્યા છે,આ તળાવ જાલોરી શાસક મલિક મુજાહિદ ખાને ઇ.સ.1628માં તેની રાણી માનબાઈની યાદમાં બંધાવ્યું હતું અને માનબાઇના નામ પરથી તળાવનું નામ માન સરોવર રાખવામાં અવ્યાનો ઇતિહાસ છે.
દરમિયાન આ તળાવને પાલનપુરમાં નગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારની અમૃત 2.0 યોજના હેઠળ ઊંડું કરી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું,સરકાર દ્વારા આ ઐતિહાસિક માનસરોવર તળાવના બ્યુટિફિકેશન માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હતી અને નગરપાલિકા દ્વારા ઐતિહાસિક તળાવનુ બ્યુટીફિકેશનનું કામ કરવામાં આવ્યું ત્યારબાદ લોકાર્પણનુ આયોજન કરાયુ હતું.
પાલનપુરના ઐતિહાસિક માનસરોવર તળાવના લોકાર્પણ પહેલા જ વિપક્ષમાં વિરોધ ના સુર ઉઠ્યા હતા. વિપક્ષે આક્ષેપો કર્યા હતા કે ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા આ તળાવના બ્યુટીફિકેશનમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ આચરી છે. તળાવનું કામ અધૂરું છે પરંતુ ટર્મ પૂરી થાય તે પહેલા જ લાભ ખાંટવા માટે લોકાર્પણ કરાયું છે.
આ મુદ્દે સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તુત છણાવટ કરી વધુ વિગતો આપી છે જે માટે વિડીયો જોવાનું ચૂકશો નહિ.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!









