
ગુજરાતમાં ભ્રષ્ટાચાર ઝડપી વધી રહ્યો છે. જ્યારે ACB(એન્ટી કરપ્શન બ્યુરો) છાપો મારે ત્યારે જ ભ્રષ્ટ અધિકારીઓની પોલ ખુલ્લા પડે છે. જો કે સરકારી કચેરીઓમાં આવું અવારનવાર થતું રહે છે અને સરકાર ભર નિદ્રામાં સૂઈ રહી છે. સરકાર બણગાં ફૂકી રહી છે કે અમે ભ્રષ્ટાચાર નાબૂત કરીશું અને સરકારી કામોમાં પાર્દશિતા લાવીશું પણ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે.
બનાસકાંઠાના પાલનપુરમાં ડેપ્યુટી કલેક્ટર લાંચ લેતાં ઝડપાઈ જતાં ખળભળાટ મચી ગયો છે. ACBએ મહિલા ડેપ્યુટી કલેક્ટર અંકિતા ઓઝાને રંગે હાથ ઝડપી લીધા છે. જેથી કચેરીના અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. ACBએ રુપિયા 3 લાખની લાંચ લેતા નાયબ કલેકટર અંકિતા ઓઝા અને ઇન્ચાર્જ ઓ એસ ઈમરાન નાગોરીને રંગે હાથ ઝડપી પાડ્યા છે. સ્ટેમ્પ ડ્યુટી ઓછી કરવા લાંચ માંગી હતી.
ખેરાલુમાં નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
મહેસાણા જિલ્લાના ખેરાલુમાં પુરવઠા વિભાગના નાયબ મામલતદાર ડી. કે. મહેતા રૂ. 10,000 ની લાંચ લેતા ACB દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. સહકારી મંડળીના સંચાલકની ફરિયાદ પર આ કાર્યવાહી કરાઈ હતી. નાયબ મામલતદાર મહેતાએ દંડની પરેશાની દૂર કરવા અને જરૂરી પુરૂવઠા પ્રમાણપત્ર આપવા માટે લાંચની માંગણી કરી હતી.
જૂનાગઢમાં અધિક મદદનીશ ઈજનેર રૂ.18000 લેતા ઝડપાયા
જૂનાગઢ માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ)માં અધિક મદદનીશ ઈજનેર (SO) મિલન ગીરીશભાઈ ભરખડાએ ફરિયાદીના અસીલની ખેતીની જમીનમાં બાંધકામ કરવા માટે રોડથી બાધકામ-નિયંત્રણ રેખા અંગેની માહિતીના પત્રની ખરાઈ કરી, અભિપ્રાય આપવા માટે ફરીયાદી પાસે રૂ.20,000/-ની લાંચની માંગણી કરી હતી. રકઝકના અંતે 2 હજાર ઓછા આપવાનું કહીને રૂ. 18,000/- ની લાંચની માંગણી કરી હતી, જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી જૂનાગઢ ACB ને ફરિયાદ કરતા લાંચિયો અધિકારી અધિક મદદનીશ ઈજનેર (SO) મિલન ગીરીશભાઈ ભરખડા લાંચના નાણાં રૂ.18,000/- લેતાં ઝડપી પાડ્યો છે. જેથી આ કાર્યવાહીથી રાજ્યભરના અધિકારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.
આ પણ વાંચોઃ Ahmedabad: આવતીકાલે નગરદેવી ભદ્રકાળી માતા નગરયાત્રાએ નીકળશે
આ પણ વાંચોઃ DWARKA: શિવરાત્રીના 1 દિવસ પહેલા મહાદેવ મંદિરમાંથી શિંવલિંગ ચોરાયું, ભક્તો ક્યાં કરશે પૂજા?