પાલનપુરમાં નાયબ કલેક્ટર અંકિતા ઓઝા 3 લાખની લાંચ લેતાં ઝડપાયા, અહીંથી વધુ બે ઝડપાયા

  • Gujarat
  • February 26, 2025
  • 0 Comments

ગુજરાતમાં ભ્રષ્ટાચાર ઝડપી વધી રહ્યો છે. જ્યારે ACB(એન્ટી કરપ્શન બ્યુરો) છાપો મારે ત્યારે જ ભ્રષ્ટ અધિકારીઓની પોલ ખુલ્લા પડે છે. જો કે સરકારી કચેરીઓમાં આવું અવારનવાર થતું રહે છે અને સરકાર ભર નિદ્રામાં સૂઈ રહી છે.  સરકાર બણગાં ફૂકી રહી છે કે અમે ભ્રષ્ટાચાર નાબૂત કરીશું અને સરકારી કામોમાં પાર્દશિતા લાવીશું પણ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે.

બનાસકાંઠાના પાલનપુરમાં ડેપ્યુટી કલેક્ટર લાંચ લેતાં ઝડપાઈ જતાં ખળભળાટ મચી ગયો છે. ACBએ મહિલા ડેપ્યુટી કલેક્ટર અંકિતા ઓઝાને રંગે હાથ ઝડપી લીધા છે. જેથી કચેરીના અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. ACBએ રુપિયા 3 લાખની લાંચ લેતા નાયબ કલેકટર અંકિતા ઓઝા અને ઇન્ચાર્જ ઓ એસ ઈમરાન નાગોરીને રંગે હાથ ઝડપી પાડ્યા છે. સ્ટેમ્પ ડ્યુટી ઓછી કરવા લાંચ માંગી હતી.

ખેરાલુમાં નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા

મહેસાણા જિલ્લાના ખેરાલુમાં પુરવઠા વિભાગના નાયબ મામલતદાર ડી. કે. મહેતા રૂ. 10,000 ની લાંચ લેતા ACB દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. સહકારી મંડળીના સંચાલકની ફરિયાદ પર આ કાર્યવાહી કરાઈ હતી. નાયબ મામલતદાર મહેતાએ  દંડની પરેશાની દૂર કરવા અને જરૂરી પુરૂવઠા પ્રમાણપત્ર આપવા માટે લાંચની માંગણી કરી હતી.

જૂનાગઢમાં અધિક મદદનીશ ઈજનેર રૂ.18000 લેતા ઝડપાયા

જૂનાગઢ માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ)માં અધિક મદદનીશ ઈજનેર (SO) મિલન ગીરીશભાઈ ભરખડાએ ફરિયાદીના અસીલની ખેતીની જમીનમાં બાંધકામ કરવા માટે રોડથી બાધકામ-નિયંત્રણ રેખા અંગેની માહિતીના પત્રની ખરાઈ કરી, અભિપ્રાય આપવા માટે ફરીયાદી પાસે રૂ.20,000/-ની લાંચની માંગણી કરી હતી. રકઝકના અંતે 2  હજાર ઓછા આપવાનું કહીને રૂ. 18,000/- ની લાંચની માંગણી કરી હતી, જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી જૂનાગઢ ACB ને ફરિયાદ કરતા લાંચિયો અધિકારી અધિક મદદનીશ ઈજનેર (SO) મિલન ગીરીશભાઈ ભરખડા લાંચના નાણાં રૂ.18,000/- લેતાં ઝડપી પાડ્યો છે. જેથી આ કાર્યવાહીથી રાજ્યભરના અધિકારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.

આ પણ વાંચોઃ Ahmedabad: આવતીકાલે નગરદેવી ભદ્રકાળી માતા નગરયાત્રાએ નીકળશે

આ પણ વાંચોઃ DWARKA: શિવરાત્રીના 1 દિવસ પહેલા મહાદેવ મંદિરમાંથી શિંવલિંગ ચોરાયું, ભક્તો ક્યાં કરશે પૂજા?

Related Posts

SD Pay Scam: ગુજરાતમાં SD Pay એપનું ₹1,211 કરોડનું કૌભાંડ, 6.52 લાખથી વધુ લોકો સાથે છેતરપિંડીનો આરોપ
  • November 7, 2026

SD Pay Scam: ગુજરાતના અમરેલીમાં SD Pay નામની ડિજિટલ પેમેન્ટ એપના નામે દેશભરમાં મોટું રોકાણ કૌભાંડ સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, મલ્ટી-લેવલ માર્કેટિંગ (MLM) અને પિરામિડ સ્કીમ દ્વારા 6.52…

Continue reading
Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ
  • October 31, 2026

Amit Chavda Rajkot Farmers Dharna: ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસે રાજ્યના ચારેય ઝોનમાં ધરણાં યોજ્યાં હતાં. રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal SIR Controversy: પશ્ચિમ બંગાળમાં SIR દરમિયાન 16.10 લાખ મતદારો સામે અપીલ કોણે દાખલ કરી? જવાહર સરકારે ચૂંટણી અધિકારીને પૂછ્યા સવાલ

  • November 15, 2026
  • 2 views
West Bengal SIR Controversy: પશ્ચિમ બંગાળમાં SIR દરમિયાન 16.10 લાખ મતદારો સામે અપીલ કોણે દાખલ કરી? જવાહર સરકારે ચૂંટણી અધિકારીને પૂછ્યા સવાલ

Yogi Adityanath Bulldozer Statement: યોગી અક્ષમ મુખ્યમંત્રી છે, તેથી ‘બુલડોઝર’ તેમની ઓળખ બની ગયું છે!

  • November 15, 2026
  • 3 views
Yogi Adityanath Bulldozer Statement: યોગી અક્ષમ મુખ્યમંત્રી છે, તેથી ‘બુલડોઝર’ તેમની ઓળખ બની ગયું છે!

Fake Court Order Scam: ફરજી હાઈકોર્ટના આદેશથી 129 વેબસાઇટ બ્લોક, PMOએ દૂરસંચાર સચિવને બોલાવી માગ્યો જવાબ

  • November 15, 2026
  • 5 views
Fake Court Order Scam: ફરજી હાઈકોર્ટના આદેશથી 129 વેબસાઇટ બ્લોક, PMOએ દૂરસંચાર સચિવને બોલાવી માગ્યો જવાબ

Ramlila Maidan New Rules: દિલ્હીના રામલીલા મેદાનમાં રેલીઓ માટે નવા નિયમોનો પ્રસ્તાવ, 50 હજાર લોકોની મર્યાદા અને સાંજે 5 વાગ્યા સુધી જ મંજૂરી

  • November 15, 2026
  • 4 views
Ramlila Maidan New Rules: દિલ્હીના રામલીલા મેદાનમાં રેલીઓ માટે નવા નિયમોનો પ્રસ્તાવ, 50 હજાર લોકોની મર્યાદા અને સાંજે 5 વાગ્યા સુધી જ મંજૂરી

Akhilesh Yadav Congress Seats: ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની 181 બેઠકોની માગ, અખિલેશ યાદવે આપ્યો મોટો સંકેત

  • November 15, 2026
  • 7 views
Akhilesh Yadav Congress Seats: ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની 181 બેઠકોની માગ, અખિલેશ યાદવે આપ્યો મોટો સંકેત

Pakistan Minister India Visit: ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે પાકિસ્તાની મંત્રી આવશે દિલ્હી, SCO બેઠકમાં લેશે ભાગ

  • November 15, 2026
  • 6 views
Pakistan Minister India Visit: ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે પાકિસ્તાની મંત્રી આવશે દિલ્હી, SCO બેઠકમાં લેશે ભાગ