
લેટરકાંડ મામલે 3 પોલીસકકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા હવે સુરતમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારનાર પરેશ ધાનાણાની અટકાયત કરાઈ છે. આજે વહેલી સવારથી જ વરાછા મીનીબજાર ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચી રહ્યા હતા. ત્યારે આંદોલનની ચીમકીને પગલે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી અને પ્રતાત દૂધાત સહિત 40થી 50 કોંગીસી કાર્યકરોને ટીંગાટોળી કરી અટકાયત કરી લીધી છે.
3 પોલીસકર્મીઓ સસ્પેન્ડ
મોડીરાત્રે જિલ્લા પોલીસવડા સંજય ખરાતે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા હતા. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં હેડ કોન્સ્ટેબલ કિશન આસોદરિયા, પોલીસ કોન્સ્ટેબલ વરજાંગ મૂળિયાસિયા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ હીનાબેન મેવાડાનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીથી જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે અને આગામી સમયમાં વધુ અધિકારીઓ સામે કાર્યવાહી થવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ પાયલ ગોટી મુદ્દે રુપાલાનું મોટું નિવેદનઃ કહ્યું પોલીસે ખોટી ઉતાવળ કરી!