પરેશ રાવલને ‘હેરા ફેરી 3’ ફિલ્મ છોડવી મોંઘી પડી!, અક્ષયએ 25 કરોડની નોટિસ મોકલી? | Paresh Rawal 

  • Famous
  • May 20, 2025
  • 4 Comments

Paresh Rawal  ‘Hera Pheri 3’ Film quit: અત્યાર સુધીમાં બોલિવૂડની કોમેડી ફ્રેન્ચાઇઝ ફિલ્મ ‘હેરા ફેરી’ના બે ભાગ બની રિલિઝ થઈ ચૂક્યા છે. ચાહકો ત્રીજા ભાગની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે ભાજપાના પૂર્વ સાંસદ અને અભિનેતા પરેશ રાવલે ફિલ્મ છોડી દેતાં દિલ તૂટી ગયું છે. ત્યારે  એક અપડેટ આવી છે કે અક્ષય કુમારે પરેશ રાવલને કાયદેસરની નોટિસ મોકલી છે. ‘હેરા ફેરી 3’ ને નુકસાન પહોંચાડવા બદલ તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તેમની પાસેથી 25 કરોડ રૂપિયાનું વળતર માંગવામાં આવ્યું છે.

હિન્દુસ્તાન ટાઈમ્સના એક એક્સક્લુઝિવ રિપોર્ટ અનુસાર અક્ષય કુમારના પ્રોડક્શન હાઉસ કેપ ઓફ ગુડ ફિલ્મ્સે પરેશ રાવલને કાનૂની નોટિસ મોકલી છે. નોટિસમાં કાનૂની કરાર પર હસ્તાક્ષર ન કરવા, ઘોર બિનવ્યાવસાયિક વર્તન અને ‘હેરા ફેરી 3’નું શૂટિંગ શરૂ કર્યા પછી અચાનક અધવચ છોડી દેવા બદલ 25 કરોડ રૂપિયાના વળતરની માંગ કરવામાં આવી છે.

ત્રણ ગણી વધુ ફી મળી રહી હતી

પ્રોડક્શન હાઉસે દાવો કર્યો છે કે ‘હેરા ફેરી 3’ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા પછી અને શૂટિંગ શરૂ કર્યા પછી પરેશ રાવલે અચાનક ફિલ્મ છોડી દીધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પરેશ રાવલને ‘હેરા ફેરી 3’ માટે ત્રણ ગણા વધુ પૈસા ચૂકવવામાં આવી રહ્યા હતા. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે, ‘પરેશ રાવલે નૈતિકતા અને વ્યાવસાયિક આચરણ પ્રત્યે સંપૂર્ણ અવગણના દર્શાવી છે.’ જો તે ફિલ્મ કરવા માંગતા ન હતા, તો કરાર પર હસ્તાક્ષર અને એડવાન્સ ફી લેવી ન હતી.   નિર્માતાઓને શૂટિંગ પર મોટી રકમ ખર્ચવા માટે મજબૂર કરતા પહેલા કહી દેવું હતુ કે મારે કામ નથી કરવું.

આરોપ થઈ રહ્યા છે પૈસા લઈ પરેશ રાવલે ફિલમ હેરા ફેરીના ત્રીજા ભાગમાં કામ ન કરવાની ઈચ્છા દર્શાવી છે. જેથી તેમની સામે કાનીની પ્રક્રિયા હાથ ધરાઈ છે. પરેશ રાવલ પર  પહેલા પૈસા લઈ ફિલ્મ ન કરી બૂચ મારવાનો આરોપ છે.

પરેશ રાવલે ફિલ્મ છોડી દીધી

પરેશ રાવલે તાજેતરમાં જ પુષ્ટિ આપી હતી કે તેમણે કલ્ટ કોમેડી ફિલ્મ હેરાફેરી છોડી દીધી છે. શરૂઆતમાં કારણ સ્પષ્ટ નહોતું, પરંતુ મિડ ડે સાથેની વાતચીતમાં તેમણે ખુલાસો કર્યો કે તેમને ફિલ્મનો ભાગ બનવાનું ‘લાગતું’ નહોતું. ચર્ચા એવી પણ શરૂ થઈ કે પરેશ રાવલે સર્જનાત્મક મતભેદોને કારણે ‘હેરા ફેરી 3’ થી પોતાને દૂર કરી દીધા છે. જોકે, પરેશ રાવલે X પર સ્પષ્ટતા કરી હતી કે તેમણે સર્જનાત્મક મતભેદો કે પૈસાના કારણે ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો નથી.

આ પણ વાંચો

વડોદરાથી આંકલાવ મહિલા સાથે ભજીયા ખાવા કોર્પોરેશનની ગાડીનો ઉપયોગ Sheetal Mistry એ કર્યો?

અદાણી ડિફેન્સ બનાવશે અદ્યતન એન્ટી-સબમરીન વોરફેર સિસ્ટમ, કોની સાથે કર્યા કરાર? | Adani

Hathmati Pollution: હિંમતનગર પાલિકા પોતે હાથમતી નદીમાં મળયુક્ત પાણી છોડે છે: વિપક્ષ

PM મોદીની પ્રશંસા ન કરવાનું પરિણામ, રાહુલને આસિફ મુનિર સાથે સરખાવ્યા | Amit Malviya

ચૈતર વસાવાએ GPSC ના ચેરમેન હસમુખ પટેલને હટાવવાની માગ કેમ કરી?

Ahmedabad: ચંડોળામાં ફરી AMCની લાલ આંખ, હજ્જારો ઘરો પાડ્યા, લોકો બેઘર

Ahmedabad: ધંધૂકામાંથી પાણીની બોટલની આડમાં દારુનો વેપલો પોલીસે પકડ્યો

Shilpa Shirodkar: અભિનેત્રી શિલ્પા શિરોડકર કોરોના પોઝિટિવ, આ મોટી ફિલ્મો કર્યું છે કામ?

‘ભારત ધર્મશાળા નથી, અમે પોતે 140 કરોડ લોકો છીએ’, Supreme Court એ આવું કેમ કહ્યું?

Vadodara: 1 કરોડથી વધુની છેતરપીંડી આચરનાર નાઇઝીરીયન મુંબઈથી ઝડપાયો

Vadodara: આશિષ જોશીના પત્નીનું કલેક્ટર સમક્ષ સોગદનામું, સરકારે દ્વેષ ભાવની ખોટી કાર્યવાહી કરી

 

Related Posts

મોદીના ફોટાવાળો હાર પહેરનાર રુચિ ગુજ્જર સામે FIR, આમંત્રણ વિના ઘૂસવું મોંઘુ પડ્યું! જાણો સમગ્ર મામલો | Ruchi Gujjar
  • July 27, 2025

Ruchi Gujjar: મે મહિનામાં રૂચિ ગુજ્જરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં PM મોદીના ફોટાવાળો નેકલેસ પહેરી લોકોનું ધ્યાન ખેંચ્યું હતુ. આ હાર પહેર્યાની પોસ્ટ વડાપ્રધાન મોદીને પણ ટેગ કરી હતી. જોકે તે…

Continue reading
Saiyaara: સૈયારાનું એ દ્રશ્ય, જે દર્શકોના રુવાડા ઉભા કરી દે છે અને થિયેટરમાં ખેંચી જાય છે
  • July 20, 2025

Saiyaara: લાંબા સમય પછી બોલિવૂડમાં એક એવી ફિલ્મ આવી છે જેણે ચાહકોને સિનેમાઘરોમાં જવા માટે મજબૂર કરી દીધા છે. મોહિત સુરી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ સૈયારાને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 5 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 15 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 8 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

  • August 5, 2025
  • 24 views
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

  • August 5, 2025
  • 24 views
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

  • August 5, 2025
  • 9 views
120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો